ધોરણ ૯ અને ૧૧ની પરીક્ષાઓ દરમિયાન કોવિડ-૧૯ના બચાવ માટેના નિયમોને પુરી રીતે પાલન કરવા તાકીદ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)એ સ્કૂલોને કોવિડ-૧૯ને ધ્યાનમાં લેતા વિદ્યાર્થીઓના અભ્યાસના નુકસાનને જાણવા અને તેના સમાધાનના પગલા લેવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ સીબીએસઇ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત એક એપ્રિલથી કરવાની પણ ભલામણ કરી છે. સીબીએસઇના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે સ્કૂલોમા પ્રીન્સીપાલોને લખેલા એક પત્રમાં કહ્યુ છે કે, ધોરણ ૯ અને ૧૧ની પરીક્ષાઓ દરમ્યાન કોવિડ-૧૯ના બચાવ માટેના નિયમોને પુરી રીતે પાલન કરવા સુનિશ્ચિત કરાવામાં આવે.
ધો. ૯ અને ધો.૧૧ની પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓના ભણતરને થયેલ નુકશાન વિષે જાણકારી મેળવવામાં પણ મદદ મળશે. જેને દૂર કરવા મારે સ્કૂલો દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં પગલાં લઇ શકાશે. આ નુક્શાનની ભરપાઈ કરવા માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ એક બ્રિજ કોર્સનો સહારો લઇ શકાશે.
સીબીએસઇ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા ૪મેથી શરૂ થશે. આ પરીક્ષા ૧૦ જૂન સુધી ચાલશે. પ્રેક્ટિલ પરીક્ષાઓ ૧ માર્ચથી શરૂ થશે. પરીક્ષાઓના પરિણામ ૧૫ જુલાઇ સુધી જાહેર કરવામાં આવશે.