ચોરીના બનાવની થર્ડ ડીગ્રી પૂછપરછ કરતા બે ગઢવી યુવકના મોત નીપજ્યા’તા
ગઢવી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડતા પી.આઇ. સહિતના સામે હત્યાનો ગુનો નોંધાયો’તો
મુન્દ્રા પોલીસે ચોરીના બનાવની પૂછપરછમાં અટકાયત કરાયેલા બે ગઢવી યુવાનના પોલીસ મારના કારણે મોત નીપજતા ગઢવી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પોલીસ સમાઘોઘાના સરપંચ અને મુન્દ્ર પી.આઇ. સહિતના શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરતા પૂર્વ સમાઘોઘાના સરપંચે ધરપકડની દહેશતે કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નામંજુર કરી છે.મુન્દ્રા પોલીસ મથકમાં થયેલા બે ગઢવી યુવાનની હત્યા કેસમાં ડીવાય.એસ.પી. પંચાલે મુન્દ્ર પોલીસ મથકના પી.આઇ. જયેન્દ્રસિંહ પઢીયાર અને જીઆરડી જવાન વિરલ ઉર્ફે મહારાજની ધરપકડ કરી હતી. ગઢવી યુવાનની હત્યા કેસમાં સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નામંજુર કરી છે.પોલીસે આ પૂર્વે કસ્ટોડીયન ડેથમાં સંડોવાયેલા શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ, જયદેવસિંહ અજીતસિંહ ઝાલા, અશોક કન્નડ, કપીલ અમરત દેસાઇ અને ગફુરજી પીરાજી ઠાકોરની ભાગેડુ જાહેર કર્યા છે.