અગાઉ આ વિશેષ ટ્રેન મારફત ગૌહાટી ડુંગળી મોકલાઇ હતી
ધોરાજી થી સિલિગુડી ૫૦૦ થી ૬૦૦ મેટ્રીક ટન ડુંગળી ભરી ને કિશાન રેન્ક રવાના થઇ છે.સૌરાષ્ટ્ર નાં ઉદ્યમી ખેડૂતો અને સાહસિક વેપારીઓ નાં સંકલન થી ડુંગળી ભરી ને કિશાન રેન્ક ટ્રેન ધોરાજી થી સિલિગુડી જવાં રવાના થઇ છે. આજે બીજી વખત કેન્દ્ર સરકાર અને પશ્વિમ રેલ્વે ભાવનગર ડિવિઝન નાં સહકાર થી વિશેષ ટ્રેન જેને કિશાન રેન્ક નામ આપવામાં આવેલ છે આ ટ્રેન મારફત થોડા દિવસો પહેલા પણ ધોરાજી થી ગૌહાટી ડુંગળી ભરી ને રવાના થઈ હતી અને ફરી ગઇકાલે ધોરાજી થી સિલિગુડી તરફ રેલ દ્વારા અંદાજે ૫૦૦ થી ૬૦૦ મેટ્રીક ટન ડુંગળી ભરીને કિશાન રેન્ક ટ્રેન જવાં રવાના થઇ હતી સૌરાષ્ટ્ર નાં ધોરાજી જેતપુર જુનાગઢ જીલ્લા પોરબંદર જીલ્લાના તથા અન્ય ગામો નાં વિસ્તાર નાં ખેડુતો પાસે થી ૪૫૦ થી ૫૦૦ રૂપિયા સુધી ના ભાવ માં પોષણક્ષમ ભાવો માં ડુંગળી ની ખરીદી કરાઈ અને ૫૦૦ થી ૬૦૦ મેટ્રીક ટન ડુંગળી ડાયરેક્ટ સિલિગુડી પહોંચશે. કેન્દ્ર સરકાર અને પશ્વિમ રેલ્વે ભાવનગર ડિવિઝન ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો અને વેપારી ઓને ખુબ જ ફાયદાકારક નિવડશે અને ખેડૂતો અને વેપારી ઓમાં હર્ષની લાગણી જોવાં મળી હતી.