વિઝન મેનેજમેન્ટ દ્વારા સૌરાષ્ટ્રના આરર્ટીસ્ટ માટે એક નવુ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. જે પ્લેટફોર્મ થકી સૌરાષ્ટ્રના આર્ટીસ્ટોને સોનેરી તક ઉપલબ્ધ થશે. જેમાં એકટર, સીંગર, મ્યુઝીશીયન, કંપોઝીશર વિગેરે પોતાની ક્ષમથા લોકો સમક્ષ રજુ કરે તેવો વી.એમ. પ્રોડકશનનો ઉદેશ છે.
વી.એમ. પ્રોડકશન દ્વારા આ વેલેટાઇનના દિવસે હાર્ટ ટચીંગ લવ વીડિયો સોન્ગ લોન્ચ કરવામાં આવશે. જે આજના પ્રેમનો અહેસાસ કરાવશે. જેમાં હાલની પરીસ્થિતી દર્શાવવામાં આવી છે અને આ લવ વીડિયો સોન્ગ બોલીવુડ સ્ટાઇલથી હિન્દીમાં રજુ કરવામાં આવ્યુ છે. પ્રોડકશનના હેડ કિંજલ કોટ્રીવાલ જણાવેલ છે કે વી.એમ. પ્રોડકશન સૌરાષ્ટ્રના આટીસ્ટોને એક પ્લેટફોર્મ મળે તે હેતુથી બનાવ્યુ છે.
આ પ્લેટફોર્મ દ્વારા એકટર, સીંગર, મ્યુઝીશીયન, કમ્પોઝીશન વિગેરે પોતાની ક્ષમતાને લોકો સમક્ષ સહેલાઇથી રજુ કરી શકશે.
આ અંગે એ.એ. મહેતર જણાવે છે કે હાલમાં રજુ થવા થઇ રહેલ અરઝીયા સોન્ગએ રાજકોટને સમર્પીત છે. કારણ કે વી.એમ. પ્રોડકશન દ્વારા લોન્ચ થનાર જવા આર અરઝીયા સોન્ગમાં સમગ્ર ટીમ રાજકોટની જ છે. જેમાં પ્રોડયુસર કિંજલ કોઠીવાળ, ગીત લખનાર હર્ષ વૈષ્ણવ રાજકોટના છે. એવી જ રીતે મ્યુઝીક આપનાર હર્ષ કોટક, આટીસ્ટમાં સન્ની ઝાલા, વેદાંગી શાહ, સીંગર શ્રદ્ધા જોષી, હર્ષ વગેરે રાજકોટના જ છે. જેથી આ અરઝીયા સોન્ગ રાજકોટીયસન્સને સમર્પીત કરવામાં આવે છે.
એ.એસ.સી. કોર્પોરેશન સાથે સંકડાયેલ રાહુલ ગુપ્તા (ડીરેકટર)જેઓએ આ સોન્ગનું ડીરેકશન કર્યુ છે. ઓ.એમ.જી. પ્રોડકશન સાથે સંકડાયેલ દીત માથકીયા જેઓએ પ્રોજેકટ મેનેજ કર્યો છે. ક્રિએટીવ ડીરેકટર જેય નથવાણી અને ધેર્ય રાજપરા, આર્યા ફેશન, ફયુલ ધ ફેશન પંપ, ભાવના જોષી, હુશેન ભારમલ, મીલન ગોંડલીયા, શ્રવણ નથવાણી, મયુર તલાટીયા, વિકી શાહ, દિપાંશી શાસ્ત્રીએ મહેનત કરી છે.
પ્રોડકશન સાથે જોડાવવા અને સોન્ગની લીંક માટે મો.નં. ૯૪૮૪૭ ૭૭૯૧૪ પર વોટસએપ કરવા જણાવાયું છે.