ટ્વિટરે ખેડુત આંદોલનને સમર્થન આપી હિંસા ભડકાવતા ૭૦૯ એકાઉન્ટસ ડીએક્ટીવ કર્યા
પાક અને ખાલીસ્તાન સમર્થક ૧૧૭૮ ટવિટર હેન્ડલ બ્લોક કરવા સરકારે આપ્યા છે આદેશ
નવા કૃષિ કાયદા વિરૂધ્ધ છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલતા ખેડુત આંદોલને વિશ્ર્વભરનું ધ્યાન ખેંચ્યું છે. વિદેશી હસ્તીઓએ આ મુદે સોશ્યલ મીડીયાના માધ્યમથી ઝંપલાવ્યું છે. જેનીસામે દેશભરમાં પડઘા પડયા છે. સોશ્યલ મીડીયાનો ‘વાયરલ’ વાયરસ આંદોલનકારીઓમાં ઘુસી જતા મોટુ જોખમ ઉભુ થયું છે. જેની વિરૂધ્ધ કેન્દ્ર સરકારે આકરૂ વલણ અપનાવી ટ્વીટર સામે લાલઆંખ કરી છે. સરકારે ટ્વિટરને નોટીસ ફટકારી ‘મર્યાદા’માં રહેવા જણાવ્યું હતુ. ખેડુત આંદોલન થકી દેશમાં હિંસા ફેલાવતા ભડકાઉ ટવિટ અને એકાઉન્ટસ હટાવવા આદેશ જારી કર્યા હતા. અન્યથા જેલ અને દંડની સજા ભોગવવા તૈયાર રહેવા ચીમકી ઉચ્ચારી હતી. કેન્દ્ર સરકારના આ આકરા વલણથી ટ્વીટરે ફફડી ભડકાઉ કમેન્ટસ અને એકાઉન્ટસ ડીલીટ, ડીએકિટવ કરવાનું શરૂ કરી દીધું છે.
ટ્વિટરે હેસટેગ સાથેની ૨૫૭ ટ્વીટર હેન્ડલમાંથી ૧૨૬ ડિએકટીવ કરી દીધા છે. જે તમામ મોદી પ્લાનિંગ ફાર્મર જેનો સાઈડ સાથે ટ્વીટ કરાયેલા હતા સરકારે ૧૧૭૮ એકાઉન્ટ કે જે ખાલીસ્તાન સમર્થક છે. તે તમામને બ્લોક કરવા ટ્વીટરને આદેશ કર્યા હતા. જેના અનુસંધાને ટ્વીટરે અત્યાર સુધીમાં ૫૮૩ એકાઉન્ટ બંધ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે ટ્રેન્ડીંગમાં રહેલા ભડકાઉ હેઝટેગ હટાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ અમેરિકી પોપ સ્ટાર સિંગર રહેના અને સ્વિડનની પર્યાવરણવિદ દોય પનબર્ગ સહિતની વિદેશી હસ્તીઓએ ટ્વીટર પર ટ્વીટ કરી ખેડુત આંદોલનને સમર્થન આપ્યું હતુ જેને સરકારે ભારતનાં આંતરીક મામલામાં સમગ્ર મામલો જાણ્યા વગર દખલગીરી કરી અયોગ્ય ગણાવી ટ્વીટરને નોટીસ ફટકારી હતી. અને કંપનીનાં જવાબદાર અધિકારીઓને સાત વર્ષ સુધી જેલની સજા ફટકારવાનાં કાયદાના પાઠ ભણાવ્યા હતા.