બે મરજિયાત વિષયની પરીક્ષા ૧૫ થી ૧૭ એપ્રિલના રોજ શાળા કક્ષાએ લેવાશે: પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની વેબસાઈટ પર ગુણ મુકવામાં આવશે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હવે સંક્રમણ ઓછું થતા સ્કૂલો ફરી ધમધમી છે ત્યારે રાજ્યમાં ધો. ૧૦ની પ્રાયોગિક પરીક્ષા ૧૫ એપ્રિલથી શરૂ થશે રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્કૂલોને ૧૫ એપ્રિલથી ધોરણ ૧૦ની પ્રાયોગિક પરીક્ષા શરૂ કરવાની સૂચના આપી છે. જે અંતર્ગત ૧૫ થી ૧૭ એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે. ધોરણ ૧૦ના બે મરજીયાત વિષયની પરીક્ષા શાળા ખાતે લેવાશે.પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની વેબસાઈટ પર ગુણ મુકવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓની પરીક્ષાના ગુણ મુકવામાં આવશે ધોરણ ૧૦માં જૂથ-૨ના મરજીયાત વિષયોની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં આવતી હોય છે આ પરીક્ષાની તારીખો દર વર્ષે શૈક્ષણિક કેલેન્ડરમાં જ જાહેર કરી દેવામાં આવે છે પરંતુ આ વખતે કોરોનાના કારણે શાળાકીય પ્રવૃતિનું કેલેન્ડર તૈયાર ન થયું હોવાથી પરીક્ષા તેમજ વિવિધ પ્રવૃત્તિની શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્રથી તારીખો જાહેર કરવામાં આવી છે.