કાલે પંડિત દિન દયાલજીની પુણ્યતિથિ ભાજપ ‘સમર્પણ દિવસ’ તરીકે ઉજવશે

એક જ દિવસમાં ૬ મહાપાલિકાના ઉમેદવારો જાહેર કરી રેકોર્ડ બનવનાર ભાજપે વધુ એક વિક્રમ બનાવ્યો છે. સુરતમાં એક સાથે મનપાના ૩૦ વોર્ડના ચૂંટણી કાર્યાલય પ્રદેશ અધ્યક્ષ શઆર પાટીલના હસ્તે શરૂ કરી કારવીને ભાજપે વિક્રમ સર્જ્યો છે. સુરતમાં આગામી મનપાની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયો એક સાથે ૩૦ વોર્ડમાં શરૂ કરી ભાજપે વિક્રમ સર્જ્યો હતો. તમામ કાર્યાલયો આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ ના હસ્તે વર્ચૂયલી માધ્યમ થી ખુલ્લા મૂક્યા હતા.કાલે  વર્ચ્યુઅલ માધ્યમ થી ખુલ્લા મૂકવાના પ્રસંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા તથા શહેરના પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ ૩૦ વોર્ડના ૧૨૦ ઉમેદવારો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સી આર પાટિલે જણાવ્યું હતું કે સુરત શહેર કાયમ ઇતિહાસ સર્જતું આવ્યું છે ભલે તે ૯૯ માંથી ૯૮ બેઠક લાવવા નો ઇતિહાસ હોય કે પ્લેગ કે રેલ જેવા કપરા સમયમાં ઝડપથી સુરતની બેઠું કરવા નો ઇતિહાસ હોય તે માટે સદાય સુરતીઓ અગ્રેસર રહ્યા છે.  સેવા માટે જાણીતા સુરતી ઓ એ કોરોના ના લોકડાઉન ના કપરા સમય માં કોઈનો રોટલો કે ઓટલો ઝુંટવ્યો નથી. ખૂબ ટૂંકાગાળામાં સુરતનું ડેવલોપમેન્ટ થયું છે જેના માટે સી આર પાટીલ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ નો ખુબ ખુબ આભાર માન્યો હતો. વધુમાં ઉમેરતાં તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરની તાપી નદી ના શુદ્ધિકરણ માટે ૯૭૧ કરોડ જેટલી રકમ ની જોગવાઈ કરવામાં આવી છે અને ટૂંકા ગાળામાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરી તાપીને સુરત ની શાન બનાવવામાં આવશે .  આખા ય ગુજરાતમાં સૌથી શુદ્ધ પાણી સુરતને મળી રહે છે એ માટેનો પ્લાન્ટ પણ સુરતમાં અત્યારે કાર્યરત છે માત્ર ૭૨ સીટ નું પ્લેન સુરતમાં આવતું હતું એની જગ્યાએ આજે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે અને દિવસથી ૭૨ જેટલી ફ્લાઇટ સુરતમાં આવતી થઈ છે.  વર્ષ ૨૦૨૨ સુધી મેટ્રો રેલ ટ્રેનનો પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે.સુરત શહેર એ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ચોથા નંબરનું શહેર છે. કાર્યને લય આપવા માટે કાર્યાલયની શરૂઆત કરવામાં આવતી હોય છે જે સુરતમાં થઈ રહી છે જ્યારે મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી થઈને જ્યારે પ્રજાની સેવા માં કોર્પોરેટર તરીકે આવશે ત્યારે પણ આ કાર્યાલયો પ્રજાકીય સેવાકીય કાર્યો માટે ધમધમતા રહેશે.ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો એ ચૂંટણી સમીતી ના નવા નિર્ણયો ને આવકારી અમુકે ટિકિટ માટે પોતાના દાવા જતા પણ કર્યા હતા અને ભાજપ ના ઉમેદવારો ને જીતાડવા માં લાગી ગયા છે એમાટે પ્રદેશ અધ્યક્ષએ એમને બિરદાવ્યા હતા  પંડિત દિન દયાલ જીની પુણ્યતિથિ નિમિત્તે ૧૧મી ફેબ્રુઆરીએ સમર્પણ દિવસ તરીકે ઊજવવાનો છે અને ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના દરેક ઉમેદવારો પોતાના જિલ્લામાં એક સાથે સંકલ્પ લેવાનો છે . પોતાની જાતને  પ્રજા કાર્ય માટે સમર્પિત કરવાનો સંકલ્પ દરેક ઉમેદવાર લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.