વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું ચૂંટણી તંત્ર વિશ્વ માટે આદર્શ લોકતાંત્રિક વ્યવસ્થા બની રહ્યું છે નિષ્પક્ષ વાતાવરણમાં પ્રત્યેક મતદાર નિર્ભય રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશ માટે આદર્શ લોકસેવકો ને રાજ ની શાસન ધુરા શોપે તેવી વ્યવસ્થા માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી થી લઈને તાલુકા પંચાયત જીલ્લા પંચાયત વિધાનસભા અને લોકસભાની પંચસ્ત્ર ચૂંટણી વ્યવસ્થા આમ તો પાંચ વર્ષમાં કાર્યકાળ ની સીમા અવધિમાં ચાલે છે પરંતુ પાંચ વર્ષ દરમિયાન અલગ અલગ રીતે મતદારોને પાંચ વખત મતદાન કરવાની તક મળે છે, જોકે હવે one nation one election ની પદ્ધતિ અપનાવવાનું વિચારાયરહ્યું છે, એ વ્યવસ્થા સમય અને ખર્ચ બચાવવાનો વિષય છે પરંતુ ચૂંટણીમાં હંમેશા “મતદાતા” કેન્દ્રસ્થાને ગણાય છે ,વર્તમાન સમયની રાજકીય વ્યવસ્થા અને “વિકાસ ની આવશ્યકતા’ વચ્ચે મતદાર કોને મત આપે છે તેના પર રાજ અને રાજકીય પક્ષોનું ભવિષ્ય નક્કી થતું હોય છે અત્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું માહોલ છે, વિવિધ રાજકીય પક્ષો પોતાના એજન્ડા સાથે મતદારોની અદાલતમાં ઉભા થઇ ગયા છે ત્યારે મતદારો કોના ઉપર રીઝશે? કોનો રાજયોગ ચમ ક શે? તે પરિણામ પછી નક્કી થશે પરંતુ એક વાત હકીકત છે કે મતદારોએ તો નક્કી કરી જ લીધું હશે કે કોને “વિજય” માળા પહેરાવવી ભારતનું પરિપકવ લોકતંત્ર અને તેના મતદારો દેશહિત નું વિશેષ વિચારતા થયા હોય તે સ્વાભાવિક છે રાજકારણમાં અગાઉની જેમ ધર્મ જ્ઞાતિ જાતિ વ્યક્તિ અને પ્રાદેશિક વાદ ના મુદ્દાથી મતદારોને રિઝવવાનું હવે ભૂતકાળ નિરસમ બની ગઈ, હવે લોકો દેશહિત અને વિકાસના અભિગમ પર પોતાનો મત નિછાવર કરવાનું મુનાસીબ સમજતા થઈ ગયા છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં પ્રાદેશિક પ્રશ્નો અને પાયાની જરૂરિયાતો માં કોણ પ્રજાની સાથે ઉભો રહે છે કયા લોક સેવક જરૂર પડે અડધી રાતે કામ આવે, પાયાની જરૂરિયાતો અને સુવિધાઓ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો માટેમાપદંડ બની જતી હોય છે તેવા સંજોગોમાં જે ઉમેદવારો રાજકીય પક્ષો સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં જાગતા રહેતા હોય, વિકાસની જરૂરિયાતોને સમજતા હોય, અને આ જરૂરિયાતો પૂરી કરવા માટે સમર્થ હોય તેવા ઉમેદવારોને જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં સરળતાથી મત મળતાહોય છે, રાજકીય પક્ષો, ચોક્કસ વિચાર ધારા, અને રાષ્ટ્રીય મુદ્દાઓ ને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના મતદારો બહુ ધ્યાને લેતા નથી સ્થાનિક ચૂંટણીઓમાં પ્રાદેશિક વિકાસ અને લોકચાહના ધરાવતા મૂર્ તિયા ફાવી જતા હોય છે રાજકારણમાં સૌથી સહેલું કામ વચન આપવું, અને સૌથી અઘરું કામ આપેલું વચન પાળી બતાવ્વું,”વચન” રાજકારણનું હાર્દ ગણાય છે જાહેરજીવનમાં તેનું મહત્વ છે પણ આ વચન કેટલું પાલવામાં આવે છે તે રાજકારણ રાજકિય પક્ષ અને રાજકીય ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરે છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં પણ જે ઉમેદવાર અને રાજકીય પક્ષ લોકો વચ્ચે રહીને લોકોની જરૂરિયાતો પૂરી કરશે પ્રાદેશિક વિકાસ માં પરિણામ દાઈ કામ કરવાનો વિશ્વાસ સંપાદન કરી શકશે તેવા પક્ષ અને લોકોને મતદારોના મત મળશે તે વાત મા બેમત નથી..
Trending
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…