જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ પ્રથમ દિવસે નોંધપાત્ર ફોર્મ ઉપડયા
સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને હવે નામાકન પત્રો ભરવાનુ શરૂ થઇ ગયું છે. જેમાં ગઇકાલથી જ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ઉપાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પાલિકા-પંચાયતની ચૂંટણી લડવા ઉમેદવારોનો જાણે રાફડો ફાટયો હોય તેમ ફોર્મ ઉપાડવા ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. હવે ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજયની છ મહાનગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે જયારે ગઇકાલથી જ અન્ય જિલ્લામાં પંચાયતની ચૂંટણી લડવા ઉમેદવારો સજજ થઇ ગયા છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ગોડલ, પડધરી, દામનગર, જૂનાગઢ, હળવદ અને ગીર-ગઢડા સહિતના પંથકમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇ ઉમેદવારોનો રાફડો ફાટયો છે. સૌરાષ્ટ્રમાં તાલુકા અને જીલ્લા પંચાયતની વિવિધ બેઠકો પર ચૂંટણીના ફોર્મ ઉ૫ાડવા ભારે ગરમાવો જોવા મળ્યો હતો. તાલુકા અને જીલ્લા પંચાયતમાં ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ જાહેર કરવામાં આવી છે.
ત્યારે જોડિયા તાલુકાના ૩૭ ગામો આવેલા છે. તે પેકીના ૯ જોડિયા જિલ્લા પંચાયતની બેઠક તથા તે હેઠળની તાલુકા પંચાયતની બેઠકો માટે મામલતદાર જોડિયાની કચેરી ખાતેથી અને ૨૧ પીઠળ જિલ્લા પંચાયત તથા હેઠળની તાલુકા પંચાયતની બેઠકો માટે તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મનું વિતરણ કરવા વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હાલમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જોડિયા મામલતદાર કચેરીમાંથી જિલ્લા પંચાયત માટેનું ફોર્મ અને તાલુકા પંચાયત માટે ટોટલ ૨૦ ફોર્મ અને જોડિયા તાલુકા પંચાયત કચેરી માંથી જિલ્લા પંચાયત માટે ૩ અને જોડિયા તાલુકા પંચાયત માટે ૧૮ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દામનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારો એ ૩૬ ફોમ ઉપાડ્યા છે એન સી પી એ ૧૬ ફોમ અને સાત ફોમ ભાજપ આપ અપક્ષ મળી કુલ ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે પ્રથમ દિવસે ૩૬ ફોમ ઉપડ્યા હતા. વર્ષો જૂની રિકવરી અને બાકી લેણા વસુલાત માં ભારે આવક જોવા મળી હતી.
દામનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ને લઈ ચાર રાજકીય પાર્ટી ઉપરાંત અનેક અપક્ષ ચૂંટણી મેદાન માં ઉતરી રહ્યા છે ત્યારે બાકી વેરા વસુલાત અને ૧૫ વર્ષ પહેલાં ની રિકવરી ની પણ મોટી આવક થઈ પાલિકા ની ચૂંટણી ને પાલિકા કચેરી ખાતે ૩૬ ઉમેદવારી ફોમ ઉપડ્યા હતા.
હળવદમાં પાલિકાની ચૂંટણી તો નથી પરંતુ જિલ્લા પંચાયતની ૫ સીટ અને તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે ફોર્મ વિતરણ શરૂ થયું છે જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આજે ફોર્મ ઉપાડવાનું ઉમેદવારોએ શરૂ કર્યું હતું.
હળવદ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે તાલુકાના પંચાયત ની ૨૦ બેઠકો માટે આજે પ્રથમ દિવસે ૪૮ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે જીલ્લા પંચાયતની ૫ સીટો માટે ૨૪ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જે પૈકી તાલુકા પંચાયતમાંથી ૨૬અને મામલતદાર કચેરીમાંથી ૨૨ ફોર્મ ઉપડ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની ૫ બેઠકો માટે આજે કુલ ૨૪ ફોર્મ ઉપડ્યા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થવાની સાથે જ પડધરી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચુંટણી લડવા ઉમેદવારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે આજે ઉમેદવારીપત્ર વિતરણના પ્રથમ દિવસે તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે કુલ ૨૨ અને જિલ્લા પંચાયતની ૨ બેઠકો માટે ૭ ફોર્મ ઉપડ્યા હતા.
આગામી તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત પડધરી તાલુકા પંચાયતની ૧૬ બેઠક અને પડધરી તાલુકાની જિલ્લા પંચાયતની ૨ બેઠકો માટે ઉમેદવારી પત્રો આપવાનું શરૂ થતાં જ રાજકીય પક્ષો માં ચપોચપ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. આજે ઉમેદવારી પત્રો વિતરણનો શુભારંભ થતાંની સાથે જ પડધરી તાલુકા હેઠળ આવતી જિલ્લા પંચાયતની ૨ બેઠકો માટે રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા કુલ ૭ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા.જો કે આજના દિવસે એક પણ ઉમેદવારીપત્ર ભરાઈ ને પરત આવ્યું નથી. ગીર ગઢડા તાલુકાના પંચાયત ચૂંટણી દરમિયાન આજે ગીર ગઢડા મા ત્રણ જીલ્લા પંચાયત અને સાડત્રીસ ફોર્મ ભર્યા કુલ ૪૦ ફોમ ભરાયા ગીર ગઢડા તાલુકા પંચાયત ની ચુંટણી ના નગારા આજે વાગ્યા આજે તાલુકા માથી ૪૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હવે જોવાનું એ રહ્યું કે સ્થાનીક સ્વરાજની ચૂંટણી મા કોણ બાજી મારશે?
આગામી દિવસોમાં યોજાવાની વિવિધ પંચાયતોની ચૂંટણી અંતર્ગત દેવભૂમિ દ્વારકામાં ઉમેદવારી પત્રો ભરવાના પ્રથમ દિવસે ફોમ ભરવાની શ્રી ગણેશ થયા હતા જેમાં જિલ્લા પંચાયતના બે ફોમ તાલુકા પંચાયતમાં ચાર ફોમ તથા નગરપાલીકામાં એક ફોર્મ સાથે સાતના શુભ આંકળા સાથે ફોમ ભરવામાં આવ્યા હતા.
દ્વારકા જિલ્લાની ૨૨ જિલ્લા પંચાયત બેઠકો પૈકી કલ્યાણપૂર તાલુકાની જિલ્લા પંચાયત બેઠકોમાં વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સોનગરા તથા મણીબેન મેરગભાઈ ચાવડાએ ફોમ ભર્યા હતા. જયારે કલ્યાણપૂર તાલુકા પંચાયતમાંથી સરલાબેન ભીમાભાઈ મકવાણા, રાધાબેન કરશનભાઈ માડમ, કેયુરભાઈ ભાયાભાઈ ચાવડા તથા સંતોકબેન અમભાઈ ચાવડાએ ફોમ ભર્યા હતા. જયારે ખંભાળીયા નગરપાલીકામાંથી યાશીનભાઈ જુનુસભાઈ કેરે ઉમેદવારી રજુસ્ટર કરાવી હતી.