કોવિડ-૧૯ પેન્ડેમિકની પરિસ્થિતિ ધ્યાને લેતા ચુંટણી સંચાલન અન્વયે ચૂંટણી અધિકારીઓ, રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે અનુસરવાની આરોગ્યલક્ષી માર્ગદર્શીકા જાહેર કરેલ છે. જે માર્ગદર્શિકાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા જે.બી.પટેલ, જીલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા દ્વારા જાહેરનામું બહાર પડાયુ છે.
જાહેરનામા અનુસાર ડોર ટુ ડોર ઝુંબેશ અમલમાં હોય તેવી કોરોના માર્ગદર્શિકા સહિતના વખતો વખતના કોઇપણ અન્ય પ્રતિબંધોને આધિન ઉમેદવાર સહિત વધુમાં વધુ ૫ (પાંચ) વ્યક્તિઓ (સુરક્ષા કર્મચારીઓને બાદ કરતાં) ડોર ટુ ડોર ઝુંબેશમાં જઇ શકશે રોડ શો દરમ્યાન ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અમલમાં હોય તેવા આદેશોને આધિન વાહનોને કાફલો દર પાંચ વાહન પછી છૂટો પાડવાનો રહેશે (સુરક્ષા વાહનોને બાદ કરતાં) આ વાહનોના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરના બદલે અડધો કલાકનો અંતરાલ રાખવાનો રહેશે અને ગૃહ વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે ચુંટણી સભાઓ માટે કોરોના ના દિશાનિર્દેશોનું પાલન કરીને જાહેર સભાઓ/રેલીઓ યોજવા માટે કોરોના દિશાનિર્દેશોનું અને કેન્દ્ર/રાજય સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ આ હેતુ માટે જણાવ્યા મુજબ પગલા ભરવાના રહેશે, જાહેર સભા યોજવા માટે સ્પષ્ટ પણે નિયત કરેલ એન્ટ્રી/એકઝીટ પોઇન્ટ સહિતના મેદાનો અગાઉથી મુકરર કરી લેવાના રહેશે, આવા નિયત મેદાનોમાં હાજરી આપનાર લોકો માટે સામાજિક અંતરના ધોરણોને સુનિશ્ચિત કરવામાં આવે તે અગાઉથી સુનિશ્ચિત કરવાનું રહેશે, રાજય ડીઝાસ્ટાર મનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ સરકારની પ્રવર્તમાન સુચનાઓ મુજબ મેળાવડામાં ઉપસ્થિતિઓની સંખ્યા મર્યાદાથી વધુ ન હોય તે માટે જિલ્લા ચુંટણી અધિકારીએ અને પોલીસ અધિક્ષકએ કાળજી લેવાની રહેશે, અને કોરોના દરમ્યાન સામાન્ય ચુંટણી સંબંધી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે, કોવિડ-૧૯ ની સૂચનાઓ/માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન થાય તે બાબત જિલ્લા આરોગ્ય નોડલ અધિકારી, પોલીસ અધિક્ષક અને ચુંટણી અધિકારીના સંપર્કમાં રહી સુનિશ્ચિત કરશે.