આ કાર્યક્રમ રાત્રે 8 કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
ઈન કેબલ ચેનલ નં.561 ડેન નેટવર્ક ચેનલ નં.567 મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.540 સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.983 અને 350 કલાકાર સુભાષ જળુના કંઠે
લોકસાહિત્ય દુહા-છંદની રમઝટ
‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક દર્શકોનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે સારા અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા ‘અબતક ચેનલ’નો હંમેશા પ્રયાસ રહ્યો છે. ‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમમાં આજે બોટાદના સિતાપર ગામના કલાકાર સુભાષ જળુના કંઠે લોકસાહિત્ય રજૂ થશે. છેલ્લા ત્રણ વર્ષથી લોકસાહિત્ય દુહા-છંદના કાર્યક્રમોમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર સુભાષભાઈ જળુનું અનેક ધાર્મિક જગ્યાઓનાં સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે સંકળાયેલા અને લોકસાહિત્યની કલા ક્ષેત્રે જેનું અદકેરૂ સ્થાન છે. તેવા કલાકાર જળુ આજે લોકસાહિત્ય દુહા-છંદની રમઝટ બોલાવશે. જોવાનું ચૂકાય નહીં ‘ચાલને જીવી લઈએ’
જગદંબા
જગત જનની જોગમાયા, રાજ રાજેશ્ર્વરી, પરાશકિત મહામાયા, જગદંબાના ગુણાનુંવાદ, પ્રાર્થના સાથે ‘દિકરી વ્હાલનો દરિયો’ કહેવતને ઉજાગર કરતી વાતોને વાગોળવી એ પણ એક પ્રકારનો સતસંગ છે.
આજે પ્રસ્તુત થનાર
લોક સાહિત્ય-
દુહા-છંદ
* છંદ
* વિરરસની વાતો
* સ્તુતિ
* માતાજીની વાતો
* દિકરીની વાતો