ગોળ, મધ, ખજુર, કોકોનટ સુગર અને સ્ટીવિયામાં શરીરને હેલ્ધી બનાવવાના ગુણો મોજુદ
‘મીઠાશ’ માટે આપણે ‘ખાંડ’ ને જ અથવા તો કયારેક ‘ગોળ’ ને નેચુરલ વિકલ્પ માનીએ છીએ અને તેને ઉપયોગમાં લાવીએ છીએ, પરંતુ મીઠાશ માટે ‘ખાંડ’ સિવાયના અન્ય નેચુરલ વિકલ્પો પણ મોજુદ છે. કદાચ તેને આપણે નજર અંદાજ કરીએ છીએ પણ આજે આપણે મીઠાશના અનય સ્ત્રોત વિશે જાણીશું, જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
નમકની જેમ ખાંડ પણ આપણા ડાયટનું અભિન્ન અંગ છે અને ‘મીઠાશ’ વગર આપણું ભોજન અધુરુ માનવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે ઘરમાં ઉપયોગ કરવામાં આવતી સફેદ રિફાઇન્ડ સુગર – ખાંડ સ્વાસ્થ્ય માટે ‘સારી’ નથી માનવામાં આવતી.
અને ‘ખાંડ’નું વધારે સેવન કરવાથી ડાયાબિટીસ, ઓબેસીટી, હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓ અને દાંતમાં સડો થવાની સમસ્યાઓ પણ થાય છે. આ જ કારણ છે કે વર્તમાન સમયમાં માર્કેટમાં કૃત્રિમ ‘મીઠાશ’ ની પણ ભરમાર છે.
ગળપણના નેચરલ વિકલ્પ
ગોળ:- ગળપણ ખાવાના શોખીનો માટે ગોળનો ઉપયોગ હિતાવહ છે, કારણ કે ગોળ પાચન ક્રિયા માટે, અસ્થમા માટે અને શરદી, ઉઘરસમાં રાહત આપવા માટે પણ લાભદાયી છે. ગોળમાંથી મિનરલ્સ અને વિટામીનની સાથે આયર્ન, કેલ્શિયન અનેઝીંક વગેરે મળી આવે છે. જે રકતમાં હેમોગ્લોબીનનું લેવલ વધારવામાં મદદ કરે છે. તેથી એનિમીયાના દર્દીઓ પણ ગોળનું સેવન કરી શકે છે. ગોળ ઇમ્યુનિટી વધારવા માટેનો પણ સુંદર વિકલ્પ છે.
મધ:- મધને હેલ્ધી અને સુપરફુડની કેેટેગરીમાં સામેલ કરવામાં આવે છે. અને તેથી જ મધનો સમાવેશ ‘પંચામૃત’માં પણ સમાવેશ કરાયો છે. મધમાં વિટામીન-બી 6, ઝીંક, આયર્ન, પોટેશિયમ એન્ટી ઓકિસડેટસ જેવા અનેક ન્યુટ્રીશન્સ રહેલા છે. એ સિવાય મધ પાચનક્રિયાને સુદ્રઢ બનાવવા માટે પણ મદદરૂપ થાય છે અને રોગ પ્રતિકારક શકિતને પણ સ્ટ્રોંગ બનાવે છે. આ સાથે એક ચમચી મધમાં માત્ર 64 કેલરીઝ હોય છે. તેથી વેટલોસ માટે ફાયદેમંદ છે. મીઠાશ માટે ખાંડના સ્થાને મધનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય.
ખજૂર:- મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ વગેરેથી ભરપુર ખજૂર સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે. સાથે તેમાં રહેલા પોષક તત્વોથી શરીરને હેલ્ધી બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખજૂર કાર્બ્સ, ફેટ અને પ્રોટીનને અવશોષિત કરવા તથા તેને પચાવવામાં પણ મદદ કરે છે. આ સાથે જ રકતમાં કોલસ્ટ્રોલ લેવલ પણ ઘટાડે છે.
કોકોનેટ સુગર:- નારિયળ પાણી, નારિયળ દૂધ અને તેના તેલના ઉપયોગ વિશે આપણે સૌ જાણીએ છીએ પરંતુ હાલમાં વધુ એક ચીજ પ્રખ્યાત થઇ છે અને તે છે કોકોનટ સુગર, જેને સૌથી બેસ્ટ નેચુરલ સ્વીટનર માનવામાં આવે છે. તેનું ગ્લાઇસિમીક ઇન્ડેકસ ઓછું હોય છે તથા મિનરલ્સથી ભરપૂર હોય છે. નારિયલના રસમાંથી કોકોનટ સુગર તૈયાર કરવામાં આવે છે. જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ થાય છે.
સ્ટીવિયા:- સ્ટીવિયા પણ એક નેચરલ સ્ટીટનર છે અને સ્ટીવિયા સુગરને સ્ટીવિયા રેબોડીઆના નામના છોડના પાંદડાઓમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. 1પ00 વર્ષ પહેલાથી દક્ષિણ અમેરિકાના લોકો સ્ટીવિયાના છોડનો મીઠાશ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. સ્ટીવિયામાં ઝીરો કાર્બોહાઇડ્રેટ, ઝીરો કેલરી હોય છે. અને તેની કોઇ આડઅસર પણ નથી થતી.
સ્વસ્થ રહેવા ‘મીઠાશ’ નહીં તેના સ્ત્રોતને બદલો
માનવ શરીર માટે કૃત્રિમ મીઠાશ અને ‘ખાંડ’ બન્ને સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. તેની ઘણી આડઅસર થાય છ. જેમ કે વજન વધવું, બ્રેઇન ટયુમર, બ્લેડરમાં કેન્સર વગેરે એવામાં કોઇ ફાઇબર અને પ્રોટીનની હાઇ કેલોરીયુકત ખાંડ અથવા માર્કેટમાં મળતા આર્ટીફીશીયલ સ્વીટનર (કૃત્રિમ મીઠાશ) આ બન્ને સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારે નુકશાન પહોચાડે છે. તેથી સ્વસ્થ રહેવા ‘મીઠાશ’ નહીં તેના સ્ત્રોતને બદલવાની જરૂર છે.