વોર્ડ નં.9ના કોંગી મહિલા ઉમેદવારનું ફોર્મ સમયસર નહીં પહોંચતા અસ્વીકાર કરાયો
મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકની ચૂંટણી પૈકી કોંગ્રેસ પાર્ટી 63 બેઠકો પર ચૂંટણી લડશે. એક બેઠક મા છબરડો સર્જાયો છે. વોર્ડ નંબર નવના મહિલા કોર્પોરેટર નિર્ધારિત સમય સુધીમાં ફોર્મ ભરવા પહોંચી નહીં શકતાં કોંગ્રેસ પાર્ટીને 63 બેઠક પરથી ચૂંટણી લડવાનો વારો આવ્યો છે મહાનગર પાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટેની યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે દોડધામ થઇ હતી, અને ફોર્મ ભરવા માટે ભાજપ-કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને એનસીપી સહિતના ઉમેદવારો તથા અન્ય પક્ષોએ રીતસર લાઇનો લગાવી હતી. જેમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા એક વોર્ડમાં છબરડો થયો છે. 16 વોર્ડની 64 બેઠકો પૈકી વોર્ડ નંબર 9ની બેઠકના મહિલા ઉમેદવાર જોસના બેન સોલંકી કે જેઓ નિર્ધારિત સમય સુધી ફોર્મ ભરવા માટે પહોંચી શક્યા ન હતા. તેઓ ફોર્મ લઈને પહોંચ્યા ત્યારે સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તેઓનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું ન હતું. દરમિયાન કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓએ ભારે ઘર્ષણ કર્યું હતું પરંતુ વહીવટીતંત્રે મચક આપી ન હતી. અને આખરે વોર્ડ નંબર નવના એક મહિલા ઉમેદવાર જોસના બેન સોલંકી ફોર્મ ભરી શક્યા ન હતા, અને કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે 63 બેઠકો પર ઉમેદવારોને ઉભા રખાયા છે અને ચૂંટણી જંગ લડવામાં આવી રહ્યો છે. જેથી વોર્ડ નંબર નવમાં ભાજપના એક મહિલા ઉમેદવાર માટે ચૂંટણી જંગ થોડો આશાન બન્યો છે.