અંગ્રેજકાળમાં બ્રિટીશ હૂકુમતની સર્વોપરિતા પ્રસ્થાપિત કરવા માટે કલમ 124-એનો 1860માં અમલ શરૂ થયો હતો, આજે આ કલમ ભારતના નાગરિકો માટે બંધારણના અધિકારોના ભંગ સમાન બની રહી છે
સુપ્રીમ કોર્ટે આઈપીસી કલમ 124-એ અંતર્ગત રાજદ્રોહના કાયદાને ભારતના બંધારણને અતિશય ભારરૂપ ગણાવ્યું હતું અને અગાઉ થયેલી એક અરજીમાં જણાવાયું છે કે, આઈપીસી 124-એ નું અસ્તિત્વ બ્રિટીશ હુકુમતના સર્વભૌમત્વને બ્રિટીશના તાજની અવગણના કરવાના ગુના સબબ સજા કરવાના હેતુથી રચવામાં આવી હતી. બ્રિટીશ સરતનતના કાયદાઓનું માન જાળવવા માટે બનાવવામાં આવેલી આ કલમ હવે લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્રમાં ચાલુ રાખવાની જોગવાઈ જ ન હોવી જોઈએ.
કલમ 124-એ ના અમલને ગેરબંધારણીય ગણાવવાની જાહેર હિતની અરજી કરનાર આદિત્ય રંજન, વરૂણ ઠાકુર અને અરજદારોએ જણાવ્યું છે કે, બંધારણ લોકશાહી અને મુળભુત અધિકાર અને કલમ 19 (1) હેઠળ આઈપીસીની કલમ 124-એના સ્પષ્ટ દુરઉપયોગના વધતા જતા બનાવો માટે હવે કલમ 124-એનો નિવેડો લાવવો જોઈએ. ભારતની એપેક્ષ કોર્ટ દ્વારા કલમ 124-એ અંતર્ગત કરેલા અર્થઘટનની સ્પષ્ટ અવગણના થાય છે. પત્રકારો, મહિલાઓ, બાળકો, વિદ્યાર્થીઓ અને ભારતના નાગરિકો સામે રાજદ્રોહના કાયદાનો આડેધડ અને ગેરકાયદેસર ઉપયોગથી સમગ્ર દેશના કાયદાપ્રિય લોકો નારાજ છે.
કલમ 124-એ અંતર્ગત કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં જણાવાયું છે કે, લોકશાહીના સિઘ્ધાંતો અને આઈપીસી કલમ 144 એ બંધારણનું રૂપ છે. ભારતમાં હજુ પણ વાણી અને અભિવ્યકિતની સ્વતંત્રતાને દબાવતી આવી કલમો નાગરીકોના જીવન અને સ્વતંત્રતાને જોખમમાં મુકે છે. ભારતમાં આવી કલમોની હવે જરૂર નથી.
અરજી મુજબ 124-એ બ્રિટીશ હુકુમતની સર્વોપરીતા નાગરીકો માથે થોપવા માટે બનાવવામાં આવી છે. બ્રિટીશ શાસનનો માર્ગ ન જાળવનારને રાજદ્રોહ ઠેરવવાની કલમ હવે સ્વતંત્ર ભારતના નાગરિકો પર થોપવામાં આવી રહી છે. 1860માં અસ્તિત્વમાં આવેલી કલમ 124-એ નો હવે મુકત વાણી સ્વતંત્રતા ધરાવતા દેશના પત્રકારો, મહિલા દેખાવકારો, બાળકો સામે લગાવવામાં આવે તે બંધારણનું જ અપમાન છે. કોઈ નાગરિક સામે રાજદ્રોહનો આરોપ લગાવવો એ બંધારણની ગરીમા વિરોધ છે. મીડિયા આવી વ્યકિતઓને દેશ દ્રોહીઓ તરીકે રજુ કરે છે અને રાજદ્રોહની કલમ લાગુ પડે છે.
સુપ્રીમ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં જણાવાયું છે કે લોકશાહીનો વિચાર પ્રતિનિધિઓને સરકાર અને તંત્રની ટીકા કરવી અને બદલવાનો અધિકાર લોકોને છે પરંતુ આવા અધિકારો સામે કલમ 124-એ લગાવીને દેશદ્રોહી ચિતરવામાં આવે છે. લેખિત અથવા બોલાતા શબ્દોમાં 124-એ લગાવવામાં આવે છે. સુત્રોચ્ચાર કર્યા હોય કે દેખાવ કર્યા હોય તેની સામે આવી કલમો ન લગાવવી જોઈએ. ખરેખર તો કલમ 124-એ બ્રિટીશ હુકુમુતની દમણકારી શાસન વ્યવસ્થાનું એ જમાનામાં શસ્ત્ર હતું હવે તે લોકતંત્રમાં લાગુ રહેવી ન જોઈએ.
જાહેર હિતની અરજીમાં કલમ 124-એ રાજદ્રોહનો ગુનો લગાવવો એ ભારતના બંધારણે નાગરિકત્વને આપેલા મૂળભૂત અધિકારોનો ભંગ છે.