મોડીરાત્રે જાહેર કરાયેલી બીજી યાદીમાં 39 ઉમેદવારો: બાકી રહેતા 11 પૈકી 9 ઉમેદવારોના નામ બપોરે જાહેર કરાયા: 2 નામો જાહેર કરવાના બાકી: કાર્યકરોને ફોર્મ ભરાવી દેશે, મેન્ડેટ પાછળથી અપાશે
રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપનાકાળથી અત્યાર સુધીના ઈતિહાસમાં 2000માં યોજાયેલી સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી સાથે સત્તા પ્રાપ્ત થઈ હતી. અન્ય 7 પૈકી બે ચુંટણીમાં કોંગ્રેસ સતા નજીક ચોકકસ પહોંચ્યું હતું પરંતુ બહુમતીથી વંચિત રહ્યું હતું. બાકીની પાંચ ચુંટણીમાં ધોબી પછડાટ મળી હતી. 2001નું પુનરાવર્તન કરવામાં અડિખમ વિશ્ર્વાસ સાથે કોંગ્રેસના બાકી રહેતા ઉમેદવારોએ આજે નામાંકન પત્ર દાખલ કર્યા હતા.
કોંગ્રેસે પ્રથમ યાદીમાં શહેરના 18 વોર્ડ પૈકી 14 વોર્ડ માટે 22 ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. દરમિયાન ગઈકાલે 9 ઉમેદવારોના નામની જાહેરાત કર્યા વિના જ ડાયરેકટ ફોર્મ ભરાવી દીધા હતા. મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા રાજકોટ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ગઈકાલે જે નવ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેઓના નામ સહિત કુલ 39 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. બપોર સુધીમાં ટુકડે-ટુકડે વધુ 9 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. હજી વોર્ડ નં.1 અને 16માં ડખ્ખો ચાલી રહ્યો છે જેના કારણે આ બે વોર્ડમાં એક-એક ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. વર્ષ 2000માં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસ પ્રથમ અને એક જ વાર મહાપાલિકામાં સતારૂઢ થઈ છે જેમાં રાજકોટવાસીઓએ સ્પષ્ટ બહુમતી સાથે 44 બેઠકો પર વિજેતા બનાવી હતી. 20 વર્ષ પહેલાનું પુનરાવર્તન કરવાના ઈરાદા સાથે આજે કોંગ્રેસના ઉમેદવારોએ નામાંકનપત્ર દાખલ કર્યા હતા. અમુક વોર્ડ માટે એક બેઠક પર બે-બે ઉમેદવારોને ફોન કરી ફોર્મ ભરાવવામાં આવ્યા છે જે પૈકી જેના નામનું મેન્ડેટ આવશે તે સતાવાર ઉમેદવાર રહેશે. છેલ્લી ઘડી સુધી ભારે ખેંચતાણ ચાલી હતી.
અમારા કામોથી લોકો વાકેફ છે: વોર્ડ નં. 18 ના ઉમેદવારો
વોર્ડ નં.18 ના કોંગ્રેસના ઉમેદવારો ધર્મિષ્ઠાબેન જાડેજા, નિર્મળ મારૂ, હસમુખભાઇ સોજીત્રાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ગઇ ટર્મમાં કોંગ્રેસના જ ઉમેદવારોને વિસ્તારવાસીઓએ વિજેતા બનાવ્યા હતા. અમે લોકોની વચ્ચે જઇ લોકોના પ્રશ્ર્નો સાંભળીયે છીએ અને તેનું સ્થળ પર જઇને જ નિરાકરણ લાવી પ્રશ્ર્નોને વાચા આપીએ છીએ અને કરેલા કામો લોકોને ખ્યાલ છે તેથી જ અમને વિજય મળશે તેવો વિશ્ર્વાસ છે.
અમે ગત ટર્મમાં કરેલા કામથી પ્રજાને અમારા ઉપર વિશ્ર્વાસ: વોર્ડ નં.4ના ઉમેદવાર ઠાકરશીભાઈ ગજેરા, નારાયણભાઈ આહિર
વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર ઠાકરસિંહભાઈ ગાજેરાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકીને મને ટીકીટ આપી છે ત્યારે માર વોર્ડમાં સતત કાર્યશીલ છું અને લોકોના કામો કરીશ. મારા વોર્ડમાં જે કામો બાકી રહી ગયા છે તે પુરા કરવામાં આવશે. આમેં છેલ્લી ટર્મમાં જે કામો કર્યા છે. તે જોઈને પ્રજનો વિશ્વાસ અમારા પર છે. આ ટર્મમાં પણ અમે વિકાસના કામો કરી લોકોનો વિશ્વાસ બેગણો કરી દેશું.ઉમેદવાર નારાયણભાઈ આહિરે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ મને જે ટીકીટ અપી છે. તે પાર્ટીનો ખૂબ સારો નિર્ણય છે. અને હું લોકોના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવીશ.
અમારી પેનલ જીતે તે માટે પુરેપુરી મહેનત કરીશું: વોર્ડ નં.6ના ઉમેદવાર કિરણબેન સોનારા
વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવાર કિરણબેન સોનારાએ અબતક સાથે વાત કેરતા જણાવ્યું હતું. મને પાર્ટીએ ટીકીટ આપી છે એ બદલ પાર્ટીનો આભાર. અમારી પેનલ જીતે તે માટે અમે પુરે પુરી મહેનત કરશું અને હું અને અમારી પેનલ લોકોના કામ કરવા માટે હમેશા તતપર રહીશું. અમારા વોર્ડમાં વિકાસના કામો નથી થયા તે કરીશું. છેલ્લી ટર્મમાં અમારા એક પણ ઉમેદવાર જીત્યા ન હતા પરંતુ અમને લોકો ઉપર વિશ્વાસ છેકે તે અમારી પેનલને જીતાડશે અને ખાસ અમે પ્રજાના કર્યો કરવા તતપર રહીશું
વિકાસ કામો કરવા પુરતા પ્રયત્નો કરીશું: વોર્ડ નં. 13 કોંગ્રેસના ઉમેદવાર
વોર્ડ નં.13 કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન મુછડિયા, રવિભાઇ વેકરીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં જ જાગૃતિબેન ડાંગર જેવા કાર્યકર હોવાથી ઘણો બધો ફાયદો થયો છે ત્યારે આજે અમને કોંગ્રેસ પાર્ટી તરફથી ટીકીટ મળતા આભાર માનીએ છીએ અને અમારા વોર્ડમાં વિકાસ કામો હાથ ધરીશું.
લોકોનો કોંગ્રેસ પાર્ટી પર ખુબ જ વિશ્ર્વાસ: વોર્ડ નં.14 ના ઉમેદવારો
વોર્ડ નં.14 ના કોંગ્રેસના ઉમેદવારો માનસુરભાઇ વાળા, વાગડીયા શ્ર્વેતાબેન, સીયાણી અંકિતભાઇએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોનો કોંગ્રેસ પાર્ટી પર ખુબ વિશ્ર્વાસ છે અને અવશ્ય જીત મેળવીશું જાગૃતિબેન ડાંગરે અમારા વોર્ડમાં ઉમદા કાર્યો કર્યા છે રોડ, રસ્તા, ગટર, પાણીની સમસ્યા વગેરે હલ કરીશું અને લોકોનો વિશ્ર્વાસ જાળવી રાખીશું.
પ્રજાલક્ષી કાર્યો કરવા હરહંમેશા તૈયાર રહીશું: વોર્ડ નં.8 ના કોંગ્રેસના ઉમેદવારોએ બતાવી તત્પરતા
વોર્ડ નં.8 ના ઉમેદવાર દ્રષ્ટિ પટેલે કહ્યું હતું કે આ વખતે ઘણા પરિવર્તન આવવાના છે કોંગ્રેસ પાર્ટીએ તેમના પર વિશ્ર્વાસ મૂકી યુવા શકિતને એક તક આપી છે. જેના પર તેઓ ખરા ઉતરશે વધુમાં તેમણે જણાવ્યું છે તેઓ રોડ, રસ્તા, ડ્રેનેજ સહિતના પ્રજાલક્ષી કાર્યો કરવા હરહમેશ આગળ રહેશે.
ઉમેદવાર સવિતાબેન શ્રીમાળીએ જણાવ્યું હતું કે, આ વખતે તેમની જીત નિશ્ર્ચિત લોકો સમજે છે કે સત્તા પરિવર્તનની જરુર છે. તેઓ તેમના વોર્ડમાં રોડ, રસ્તા અને પાણી પર પૂરતુ ઘ્યાન આપશે. સાથે જ મહિલા સશકિતકરણ પર પણ ઘ્યાન આપશે.
ઉમેદવાર નયનભાઇ ભોરાણીયાએ જણાવ્યું હતું કે જનતા સમજી વિચારીને વોટ આપે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. યુવા શકિત દેખાડવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમના વોર્ડમાં શિક્ષણ પર વધુ ઘ્યાન આપશે. બધી સરકારી સ્કુલોમાં વધુથી વધુ બાળકો ભણી શકે તેમાં ઘ્યાન આપશે.
ઉમેદવાર જીજ્ઞેશભાઇ જોશીએ જણાવ્યું હતું કે હાલ વોર્ડ નં.8માં ટ્રાફીકની સમસ્યા બહુ મોટી છે જો તે ચુંટાઇને આવે તો બધા જ મુખ્ય માર્ગો પર ટ્રાફીકની સમસ્યાનો નિકાલ કરશે. સાથે ડ્રેનેજના પાણીનો પણ નિકાલ લાગશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. સાથે જ તેમણે વધુ કહ્યું હતું કે જો તમારે ઇ-મેમો ના દંડ ન ભરવા હોય તો કોંગ્રેસન.ે મત આપજો.
પાયાના પ્રશ્ર્નો ઉકેલીશું: વોર્ડ નં.5ના ઉમેદવાર હર્ષદભાઈ વાઘેરા
વોડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષદભાઈ વાઘેરાએ જણાવ્યું હતું કે પાર્ટીએ માર પર વિશ્વાસ મુક્યો છે. ત્યારે જનતા પણ મારા પર વિશ્વાસ મૂકીને જીતાડશે તે વિશ્વાસ છે. મારા વિસ્તારની વાત કરૂ તો પાણી, રોડ, રસ્તા જેવા અનેક પાયાની સમસ્યા છે. તેનું નિરાકરણ લાવશું. ખાસતો મોડી રાત્રે અમારે પાણી આવે છે. જેનાથી લોકોને તકલીફ પડે છે. તે સમસ્યા પહેલા હલ કરીશ. અમારો વિસ્તાર હજુ પછાત વિસ્તાર જેવી સ્થિતિ છે.
એકચક્રી શાસનથી કંટાળી ગયેલી પ્રજાનું સંપૂર્ણ સમર્થન કોંગ્રેસને: વોડર્ર્ નં.12 કોંગ્રેસના ઉમેદવાર
વોર્ડ નંબર 12 કોંગ્રેસના ઉમેદવાર સંજય અજુડિયા અને મિતાબેન મારડીયા બહુમાળી ભવન ખાતે ઉમેદવારી પત્ર ભરવા માટે સમર્થકો સાથે પહોંચ્યા હતા. આ તકે સંજયભાઈ અજુડિયા અને મિતાબેન મારડીયાએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પ્રજા હવે ભાજપના એકચક્રી શાસનથી ત્રાહિત થઈ છે. લોકો અમને કહે છે કે, આપ જલ્દીથી પ્રચાર શરૂ કરીને લોકોને સાચી વાતથી અવગત કરાવો. કાલથી વિધિવત અમે ચૂંટણી પ્રચાર શરૂ કરીશું. પ્રજા વચ્ચે પ્રજાના સાચા મુદ્દા જેવા કે, પાયાની સવલતોથી માંડીને કમરતોડ ટ્રાફિકના દંડ સહિતની બાબતોથી કંટાળી ગયેલી પ્રજા હવે ભાજપ પાસેથી મુક્તિ મેળવવા માંગે છે ત્યારે લોકોનું સમર્થન હવે કોંગ્રેસને છે. આગામી દિવસોમાં જો પ્રજા અમારી ઉપર વિશ્વાસ મુકશે તો ચોક્કસ પ્રજાના કાર્યો માટે તત્પર રહીશું.
કોંગ્રેસ લોકો વચ્ચે રહીને કાર્ય કરે છે તેથી અમારી જીત નિશ્ર્ચિત છે: વોર્ડ નં.3 ના ઉમેદવારોનો વિજય વિશ્ર્વાસ
અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.3 ના કોગ્રેસ ઉમેદવાર દાનાભાઇ હુંબલએ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં છેલ્લા વિસ વર્ષથી સ્થાનીક રહેવાસીઓએ કોંગ્રેસની કામગીરી જોઇ છે. કોંગ્રેસ લોકો વચ્ચે જઇને કામ કરે છે. તેથી આગામી સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં અમારી જ પેનલનો વિજય થશે તે નિશ્ર્ચીત છે. સામે ભાજપમાં વોર્ડ નં.3 માં આયાતી ઉમેદવારોને ટીકીટ આપી છે. સ્થાનીક હોય તો તે ઉમેદવારોને વિસ્તારના પ્રશ્ર્નોની જાણ હોય અને નિરાકરણ તે જ લાવી શકે.
અબતક સાથેની વાતચીત દરમ્યિાન વોર્ડ નં.3 ના કોંગ્રેસ ઉમેદવાર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે હવે પ્રજા ભાજપની ત્રાસી ગઇ છે. મેમો, માસ્ક માટેના દંડ વગેરે ભરવા સહિતના દંડથી લોકો કંટાળી ગયા છે. અમારા વોર્ડમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસની જ સત્તા છે કારણ કે અમે લોકોના કામોને પ્રાધાન્ય આપી તેમના પ્રશ્ર્નો સાંભળી તેમનું સ્થળ પર જઇ નિરાકરણ લાવીએ છીએ, રેલનગરમાં હાલ તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અને આગામી ચુંટણીમાં વિજય થશે તો વિકાસલક્ષી કામો કરવામાં આવશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.3 ના કોંગ્રેસ ઉમેદવાર દિલીપભાઇ આસવાણીએ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસના જ ઉમેદવારોને સ્થાનીક રહેવાસીઓ જંગી બહુમતિથી વિજયી બનાવવા પાછળનું કારણ અમારી તેમની વચ્ચે જઇએને તેમના પ્રશ્ર્નો સાંભળી તેનું નીરાકરણ કર્યુ છે તેથી લોકોનો અમારા પર દ્રઢ વિશ્ર્વાસ છે અને આગામી ચુંટણીમાં અમારો વિજય થશે તે નિશ્ર્ચિત જ છે.
કોંગ્રેસના ઉમેદવારો
વોર્ડ નં.1
અમિત ભટ્ટ
રેખાબેન ગેડિયા
જલ્પાબેન ગોહિલ
એક નામ બાકી
વોર્ડ નં.2
નિમીષાબેન રાવલ
મનિષાબા વાળા
અતુલભાઈ રાજાણી
યુનુસભાઈ જુણેજા
વોર્ડ નં.3
કાજલબેન પુરબીયા
ગાયત્રીબા વાઘેલા
દિલીપભાઈ આસવાણી
દાનાભાઈ હુંબલ
વોર્ડ નં.4
સીમીબેન જાદવ
શિતલબેન પરમાર
ઠાકરશીભાઈ ગજેરા
નારણભાઈ આહિર
વોર્ડ નં.5
લાભુબેન ઠુંગા
દક્ષાબેન ભેંસાણીયા
હર્ષદભાઈ વાઘેરા
જીતેન્દ્રભાઈ રૈયાણી
વોર્ડ નં.6
કિરણબેન સોનારા
રતનબેન મોરવાડીયા
ભરતભાઈ મકવાણા
મોહનભાઈ સોજીત્રા
વોર્ડ નં.7
પડાયા વૈશાલીબેન
અલ્કાબેન રવાણી
રણજીત મુંધવા
કેતન જરીયા
વોર્ડ નં.8
સવિતાબેન શ્રીમાળી
દ્રષ્ટિબેન પટેલ
જીજ્ઞેશભાઈ જોષી
નયનભાઈ ભોરણીયા
વોર્ડ નં.9
ચંદ્રિકાબેન ઘરસંડિયા
પ્રતિમાબેન વ્યાસ
વિશાલભાઈ દોંગા
અર્જુનભાઈ ગુજરીયા
વોર્ડ નં.10
જયશ્રીબેન મહેતા
ભાર્ગવીબા ગોહિલ
અભિષેક તાળા
મનસુખભાઈ કાલરીય
વોર્ડ નં.11
વસંતબેન માલવી
પારૂલબેન ડેર
પરેશભાઈ હરસોડા
સુરેશભાઈ બથવાર
વોર્ડ નં.12
ઉર્વશીબા જાડેજા
નીતાબેન મારડિયા
સંજયભાઈ અજુડિયા
વિજયભાઈ વાંક
વોર્ડ નં.13
ગીતાબેન મુછડિયા
જાગૃતિબેન ડાંગર
રવિભાઈ વેકરીયા
આદિત્યસિંહ ગોહિલ
વોર્ડ નં.14
સ્વેતાબેન વાગડિયા
ભારતીબેન સાગઠિયા
માણસુરભાઈ વાળા
અંકિતભાઈ શિયાળ
વોર્ડ નં.15
કોમલબેન ભારાઈ
ભાનુબેન સોરાણી
વશરામભાઈ સાગઠીયા
મકબુલ દાઉદાણી
વોર્ડ નં.16
રસિલાબેન ગરૈયા
બાબુભાઈ ઠેબા
વલ્લભભાઈ પરસાણા
એક નામ બાકી
વોર્ડ નં.17
જયાબેન ટાંક
વસંતબેન પીપળીયા
અશોકભાઈ ડાંગર
ઘનશ્યામસિંહ જાડેજા
વોર્ડ નં.18
ધર્મિષ્ઠાબા જાડેજા
નીતાબેન સોલંકી
નિર્મળભાઈ મારૂ
હસમુખભાઈ સોજીત્રા