દેવાંગ માંકડ, દર્શિતાબેન શાહ, નયનાબેન પેઢડીયા, કેતનભાઈ પટેલ, પ્રદિપ ડવ, અશ્ર્વિન પાંભર, સુરેન્દ્રસિંહ વાળા સહિતનાઓને કોર્પોરેશનની ટિકિટ આપી સંગઠનમાંથી ફ્રિ કરાયા
સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ઉમેદવારોની પસંદગી મામલે પ્રદેશ ભાજપ દ્વારા કેટલાક માપદંડો નકકી કરવામાં આવ્યા હતા જેમાં જો સંગઠનના હોદેદારને ટીકીટ આપવામાં આવશે તો તેને ઉમેદવારી ફોર્મ ભર્યા પૂર્વે હોદા પરથી રાજીનામું આપી દેવું પડશે. ગઈકાલે ભાજપ દ્વારા જે 72 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તે પૈકી 15 ઉમેદવારો શહેર ભાજપ મહામંત્રીથી લઈ આઈ.ટી.સેલના ક્ધવીનર સુધીની જવાબદારી સંગઠનમાં નિભાવતા હતા જેઓએ આજે ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સમક્ષ રાજીનામું આપી દીધું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા પૂર્વે જ મહામંત્રીપદેથી દેવાંગભાઈ માંકડ જયારે શહેર ભાજપ ઉપપ્રમુખપદેથી કેતનભાઈ પટેલ, કંચનબેન સિઘ્ધપુરા, પ્રદિપભાઈ ડવ, શહેર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પદેથી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મંત્રી પદેથી દશિતાબેન શાહ અને રસીલાબેન સાકરીયા, વોર્ડ પ્રમુખ પદેથી દિલીપભાઈ લુણાગરીયા, અશ્ર્વિનભાઈ પાંભર, સંજયસિંહ રાણાએ રાજીનામા આપ્યા હતા જયારે વોર્ડ પ્રભારી પદેથી વિનુભાઈ ધવા અને સુરેન્દ્રસિંહ વાળાએ યુવા ભાજપ મહામંત્રી પદેથી પરેશભાઈ પીપળીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખપદેથી નિલેશભાઈ જલુ જયારે આઈ.ટી.સેલના ક્ધવીનર પદેથી હાર્દિકભાઈ ગોહિલે રાજીનામું આપ્યું હતું.