ચંદ્રની 29.5 દિવસની કળાઓ દરમિયાન મનુષ્યના સુવાના સમયમાં લગભગ 30 થી 80 મિનિટ સુધીનો ફેરફાર જોવા મળ્યો: આ અભ્યાસ એવું સાબિત કરાવતો હતો કે મનુષ્યના નિંદ્રાચક્ર પર પ્રકાશની નહીં ચંદ્રની કળાઓની અસર પડે છે!
સાહેબ મારા ગ્રહો ખરાબ ચાલે છે! જે કરું એમાં પાછો પડું છુ! તારી કુંડળી માં જ શનિ નો દોષ છે! અરે યાર આ સાડાસાતી ક્યારે જશે? આવું ઘણી વાર સાંભળ્યુ હશે. કોઈ વખત જ્યારે સમય ખરાબ હોય ત્યારે આપણે લાખો કિલોમીટર દૂર આવેલ ગ્રહો ની અસરો વર્ણવીએ છીએ. જન્મ થતાં ની સાથે જ જન્મ સમય અને સ્થળ થી નક્ષત્રો જોવાઈ જાય છે. કુંડળીઓ નીકળી જાય છે. જીવનભર ના બધા જ નિર્ણયો આપણે આ કુંડળી જોઈ ને કરીએ છીએ. કુંડળી ના દોષ વ્યક્તિ ના દોષ તરીકે અંકિત થઈ જાય છે. પરંતુ શું ગ્રહો અને ચંદ્ર ની આ અસરો ખરેખર આપણાં જીવન ને કે આપણાં શરીર ને અસર કરે છે? શું આની પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્યો છે?
પ્રાચીન ભારત ખગોળશાસ્ત્ર માં ખૂબ જ અગ્રેસર હતું. ગ્રહો અને તારાઓ ની ચાલ દ્વારા ઘણા અભ્યાસ અને તથ્યો નું વર્ણન થતું. એ જ વર્ષો જૂની મૂડીને આપણે આજે ખગોળશાસ્ત્ર ના ધાર્મિક સ્વરૂપ એટલે કે જ્યોતિષશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. ચંદ્ર ની કળાઓ પરથી પૃથ્વી પર ઘણી ઘટનાઓ નું વર્ણન થાય છે. કોઈક વાર મનુષ્ય ના મગજ પર પણ ચંદ્ર ની કળાઓ ની અસર નો ઉલ્લેખ થયેલો છે.
વોશિંગ્ટન યુનિવર્સિટી, કિલમિસ(ચીશહળયત) યુનિવર્સિટી તથા યેલ યુનિવર્સિટી દ્વારા આપણી સ્લીપ સાઇકલ એટલે કે નિદ્રાચક્ર વિશે અભ્યાસ કરવામાં આવ્યો. જાન્યુઆરી 27, 2021 ના સાઇન્સ એડવાંસિસ નામની જર્નલ માં છપાયેલ આ અહેવાલ મુજબ મનુષ્ય નું નિદ્રાચક્ર 29.5 દિવસ ની ચંદ્રકળા સાથે બદલે છે. પુનમ પહેલા ના દિવસો માં લોકો ને મોડી નિદ્રા આવે છે અથવા ઓછો સમય નિદ્રા કરે છે.
અત્યાર સુધી આપણે પ્રકાશ ની હાજરી ને આપણાં નિદ્રાચક્ર સાથે સાંકળતા હતા. જ્યારે વીજળી ની શોધ નહોતી થઈ ત્યારે ભ્રમણશીલ સમૂહો સૂર્ય ના અસ્ત થયા બાદ પ્રકાશ ની ગેરહાજરી ના લીધે શિકાર કે બીજી પ્રવૃત્તિઓને વિરામ આપતા. વીજળી ની શોધ બાદ પણ એવું જ મનાતું કે પ્રકાશ ની ઉપલબ્ધિ એ નિદ્રા નું સમયચક્ર નક્કી કરે છે. આર્જેંટીના માં 3 પ્રકાર ની વ્યવસ્થા માં માણસ ના નિદ્રાચક્ર પર પ્રકાશ અસર કરે છે કે કેમ તેના વિશે અભ્યાસ કરવામાં આવ્યો. રાત્રિ ના સમય માં એક ગ્રામ્ય વ્યવસ્થા જ્યાં વીજળી ની અછત હતી, એક એવી ગ્રામ્ય વ્યવસ્થા જ્યાં વીજળી આંશિક રીતે ઉપલભ્ધ હતી અને એક શહેરી વ્યવસ્થા જ્યાં વીજળી સંપૂર્ણ રીતે ઉપલબ્ધ હતી. આ ત્રણેય પરિસ્થિતીઓ માં અકટિમેટરી સેન્સર (જે આપણાં કાંડા ની નાડીઓ મારફતે આપણાં હલનચલન અને શરીર ની નિદ્રા ને માપી શકે) દ્વારા લોકો નું નિદ્રાચક્ર માપવા માં આવ્યું. આશ્ચર્યજનક રીતે ત્રણેય પરિસ્થિતિઓ માં એક સરખું નિદ્રાચક્ર જોવા મળ્યું. આ સાથે ચંદ્ર ની કળાઓ ની નિદ્રા ના સમય સાથે અસર જોવા મળી. ચંદ્ર ની 29.5 દિવસ ની કળાઓ દરમિયાન મનુષ્ય ના સુવા ના સમય માં લગભગ 30 થી 80 મિનટ સુધી નો ફેરફાર જોવા મળ્યો. આ અભ્યાસ એવું સાબિત કરાવતો હતો કે મનુષ્ય નું નિદ્રાચક્ર પર પ્રકાશ ની નહીં ચંદ્ર ની કળાઓ ની અસર પડે છે!
ફક્ત નિદ્રાચક્ર જ નહીં પરંતુ સ્ત્રીઓ ના માસિકચક્ર પર પણ ચંદ્ર ની 29.5 દિવસ ની કળાઓ ની અસર પડે છે. હકીકત માં તો કૃત્રિમ પ્રકાશ ના ઉપયોગ બાદ ચંદ્ર ની કળાઓ સાથે સ્ત્રીઓ ના માસિકચક્ર નો સુમેળ થોડો અવ્યવસ્થિત થયો છે. સાઇન્સ એડવાંસિસ ના અહેવાલ મુજબ 22 યુવતીઓ પર લગભગ 32 વર્ષ સુધી થયેલા અભ્યાસ થી જાણવા મળ્યું છે કે જે સ્ત્રીઓ નું માસિકચક્ર 27 દિવસ ચાલ્યું તે ચંદ્ર ની કળાઓ સાથે સુમેળ ધરાવતું જણાયું. ચંદ્રની તેજસ્વિતા તેમના માસિકચક્ર પર સમયાંતરે અસર જોવા મળી! પ્રાણીઓ માં આ ઘટના તો સામાન્ય છે પરંતુ આ અહેવાલે મનુષ્ય પર પણ ચંદ્ર ની અસર સાબિત કરી આપી.
ગ્રહો ની દશા અને આપણી દિશા
આપણે સૌ જાણીએ જ છીએ કે પ્રાચીન ભારત ના વિદ્વાનો ગ્રહો ની દશા અને અવકાશ માં રહેલા પદાર્થો વિશે ગૂઢ અભ્યાસ કરતાં. ખગોળશાસ્ત્ર અને ગણિત ના ઘણા ખ્યાલો પ્રાચીન ભારત ના આ વિદ્વાનો એ શોધ્યા હતા. જેમ આપણને આકાશ માં ટમટમતા તારાઓ ખૂબ જ રસપ્રદ લાગે છે એમ ત્યારે પણ લોકો ને આકાશ રૂપી ચાદર માં રહેલા અસંખ્ય બિંદુઓ ના અભ્યાસ નો ઉત્સાહ હતો. આ કારણે દરેક ખગોળીય ઘટના તથા તારા અને ગ્રહો ની હિલચાલ પર તેઓ પોતાની નજર રાખતા. એક સામાન્ય શંકા ના પરિણામે દરેક ને આ ગ્રહો અને તારાઓ ની હિલચાલ ની મનુષ્ય જીવન પર અસર જાણવાની ઉત્કંઠા જાગૃત થઈ શકે. પૃથ્વી ના સૌથી વિકસિત બુદ્ધિ ધરાવતા જીવ મનુષ્ય આ ગતિઓ પાછળ કોઈ કારણ શોધવા હમેશા પ્રયત્નો કરતો રહ્યો છે. પ્રાચીન ભારત ના ખગોળશાસ્ત્ર તો લખાણસહ પોતાના ભવ્ય અભ્યાસ ની ચાડી ફૂંકે છે. પૃથ્વી પરથી જોતાં સૂર્ય અને ચંદ્ર અગ્રણી અવકાશીય પદાર્થ તરીકે જોઈ શકાય. સૂર્ય હમેશા થી જીવનદાતા અને ચંદ્ર હમેશા થી સમય સૂચક તરીકે વર્ણવાયા છે. આ કારણે તેમના ચક્ર પર સૌપ્રથમ અભ્યાસ થયો. સુરજ દરરોજ એક જ પથ પર ઊગતો કે આથમતો નથી. તે ફક્ત પૂર્વ દિશા માં ક્યાક ઊગે છે અને પશ્ચિમ દિશા માં ક્યાક આથમે છે. તેનું ચોક્કસ એક બિંદુ નથી. આ કારણે જ દિવસ અને રાત ની લંબાઈ બદલતી રહે છે. આ સાથે રાતે આકાશ માં દેખાતા તારાઓ ને તેમના સમૂહો સાથે ચિત્ર સ્વરૂપ માં વિભાજિત કરવા માં આવ્યા. ચંદ્ર ની આ ક્ષેત્રો પર પસાર થવા થી બનતી ઘટના નક્ષત્રો નામથી ઓળખાઈ. જો સૂર્ય આ તારા સમૂહો ની આસપાસ થી પસાર થાય તો તે ઘટના રાશિઓ તરીકે જાણીતી થઈ. આ નક્ષત્રો અને રાશિઓ ને મનુષ્ય ના જીવન અને શરીર માં થતાં ફેરફારો સાથે સાંકળવામાં આવ્યા.
અંદાજે પૃથ્વી પરથી રાત્રિ આકાશ માં 6000 અવકાશીય પદાર્થ જોવા મળે છે. પૃથ્વી થી અતિશય દૂર આવેલા તારો આપણને ગતિમાન પ્રતીત થતાં નથી. પરંતુ સૂર્ય અને ચંદ્ર સાથે ગ્રહો પ્રમાણ માં નજીક હોવાથી ગતિમાન જોઈ શકાય છે. તેમનો ગતિપથ પણ સૂર્ય ના પથ થી સામ્ય છે. તેમનો ગતિ નો સમય પણ નિયત છે. તેમના આ પથ અને ગતિ ને પણ મનુષ્ય સાથે સાંકળવા માં આવ્યા.
જો સામાન્ય દ્રષ્ટિ થી જોવા જઈએ તો પ્રાચીન સમય માં વિકસિત થયેલ ખગોળશાસ્ત્ર એ ત્રણ પરિબળો પર નિર્ભર હતું. એક ત્યાર ના સમાજ ની જરૂરિયાત, બીજું ઉપલબ્ધ ટેક્નોલોજી અને અંતે તે સમયે લોકો ની સમજવા ની બૌદ્ધિક ક્ષમતા. જો વિવિધ અહેવાલો નું માનીએ તો ત્યારે લોકો અવકાશ માં જવા સક્ષમ નહોતા. તે કારણે તેઓએ દ્રષ્ટિ દ્વારા કરેલા અવલોકનો પરથી વિજ્ઞાન વિકસાવ્યું. આ અહેવાલો મુજબ ગ્રહો કે તારાઓ ની સ્થિતિ મનુષ્ય પર અસર કરી શકે નહીં. પરંતુ સંખ્યાબંધ પ્રયોગો એ ગ્રહો ના ગુરુત્વાકર્ષણ બળ તથા તરંગો ની મનુષ્ય પર અસર સાબિત કરી છે. ગુરુત્વાકર્ષણ ની શરીર પર ની અસર પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે. ઉપર જણાવેલ ચંદ્ર ની કળાઓ પર નો અભ્યાસ એ તાજેતર નું જ ઉદાહરણ છે.
મનુષ્ય માં માસિકચક્ર, ગર્ભાવસ્થા નો સમયગાળો, બાળપણ અને જુવાની નો સમય ક્રમશ: 1, 10, 100 અને 1000 ચંદ્ર મહિનાઓ નો સમયગાળો છે. આ જીવવિજ્ઞાનીય ઘટના અને અવકાશીય સમય વચ્ચે જે શ્રેષ્ઠ કક્ષા નો સુમેળ છે તે ફક્ત મનુષ્ય માં જ જોવા મળે છે. આ ઘટનાઓ સૂર્ય સાધના ની ચાર ઘટનાઓ (પિતૃયા, બ્રમ્હા, દિવ્ય અને પ્રજાપત્ય) સાથે પણ સાંકળી શકાય છે. સૂર્ય સાધના એ ખગોળશાસ્ત્ર ના સૌથી જૂના ગ્રંથ તરીકે મનાય છે. આ સૂર્ય સાધના સમય સમય ના નવ માનસ એટલે કે માપન વિશે નું વર્ણન કરે છે.
આજ નું જ્યોતિષશાસ્ત્ર આપણું ભાવી નક્કી કરી શકે કે નહીં એના વિશે તો મત આપવો પાયારહિત ગણાશે. પરંતુ આપણાં ભવ્ય ઇતિહાસ અને વેદો પરથી એટલું જરૂર થી કહી શકાય કે પ્રાચીન ભારત ટેક્નોલોજીરહિત તો નહોતું જ. જે વિદેશી અહેવાલો ગ્રહો ની માનવ જીવન પર અસર નકારતા હતા આજે એ જ પરદેશી અહેવાલો અને અભ્યાસો આપણાં પ્રાચીન વેદો માં લખાયેલ ખગોળીય ઘટનાઓ અને તથ્યો પર એક પછી એક સ્વીકૃતિ ધારણ કરી રહ્યા છે. ગ્રહો તમારી દિશા નક્કી કરે છે કે નહીં એ તો કહવું મુશ્કેલ છે પરંતુ તમારી દશા જરૂર થી આ ખગોળીય પદાર્થો પર આધારિત છે.
તથ્ય કોર્નર
“વિશ્વ ભાર ના પ્રાચીન ખગોળશાસ્ત્ર માં એક ભારત નું જ શાસ્ત્ર અબજો પૃથ્વીય વર્ષો પહેલા ની ઘટનાઓ નું અનુમાન લગાવી શક્યું હતું.
“પ્રાચીન ભારતીય હિન્દુ દર્શનીકો એ બિગબેંગ જેવી ઘટના ને પ્રથમ બ્રાંહાંડ ના સર્જન તરીકે નહીં પરંતુ પાછલા બ્રાંહાંડ ના અંત અને નવા બ્રાંહાંડ ની શરૂઆત તરીકે વર્ણવી હતી. આ થિયરી આજે સાઇક્લિક થિયરી તરીકે ઓળખાય છે.