બામણબોર, સામા કાંઠે, એવરેસ્ટ પાર્ક અને થોરાળા વિસ્તારમાંથી 251 બોટલ શરાબ, બે ફોર વ્હીલ, બાઇક અને ત્રણ મોબાઇલ મળી રૂ. 5.70 લાખનો મુદામાલ કબ્જે
રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર, સામા કાંઠે વાકળા નજીક એવરેસ્ટ પાર્કમાં અને થોરાળા વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂના દરોડો પાડી એક મહિલા સહિત પાંચ શખ્સોને ઝડપી રપ1 બોટલ દારૂ એક યુટીલીટી, આઇ -ર0 કાર, એક બાઇક અને ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. 5.70 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર બામણબોર ગામ નજીક એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, જીજે 03 ઝેડ 7994 નંબરની યુટીલીટી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. તેમ જ એક શખ્સ બાઇકમાં પાયલોટીંગ કરી રહ્યો છે. જેના આધારે પોલીસ સ્ટાફ વોચમાં રહી માહીતી મળેલી યુટીલીટી અને બાઇક ચાલક પસાર થતા તેમને રોકી, ગાડીની તલાસી લેતા તેમાંથી 152 બોટલ દારૂ મળી આવતા, ફોર વ્હીલ, બાઇક અને શરાબ મળી કુલ રૂ. 3.70 લાખના મુદામાલ સાથે રાજકોટ તાલુકાના ગુંદાડા ગામના મશરુ ઉર્ફે મછો મેરાભાઇ ભરવાડ અને કિશન રસીકભાઇ જીંજરીયા નામના શખસોને પી.આઇ. એમ.સી.વાળા, પી.એસ.આઇ. એચ.આર. હેરભા, હેડ કોન્સ્ટેબલ સામજીભાઇ ગઢવીએ મહાવીરસિંહ ચુડાસમાસહીતના સ્ટાફે કબ્જે કર્યો છે.
જયારે બીજો વિદેશી દારૂનો દરોડો નાગબાઇ પાન વાળા શેરી આસ્થા હોસ્પિટલ નજીક આવેલ વોકળા નજીક પાડી જી.જે 03 જેસી 2066 નંબરની કારમાંથી 120 બોટલ ઝડપી કાર અને શરાબ મળી કુલ રૂ. 1.98 લાખના મુદામાલ સાથે રાજમોતી મીલ પાછળ આવેલા મયુર નગરમાં રહેતો મેહુલભાઇ શામજીભાઇ ચૌહાણને બી ડીવીઝન પી.આઇ એમ.બી. ઔસુરા, પી.એસ. આઇ. એમ.એફ. રાઠોડ, એ.એસ.આઇ. વિરમભાઇ ધગલ હેડ કોન્સ્ટેબલ અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, કોન્સ્ટેબલ પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મિયાત્રા અને હેમેન્દ્રભાઇ વાધીયાએ ઝડપી લીધો છે.જયારે ત્રીજો દરોડો કાલાવડ રોડ પર આવેલા એવરેસ્ટ પાર્ક શેર નં.4, બ્લોક નં. 19માં રહેતો વિજય ઉર્ફે બંટી રમણીકલાલ સોલંકીના મકાનમાં પાડી વિદેશી દારૂની નાની 267 બોટલ અને ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. 86 હજારનો મુદામાલ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. વી.જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત:, રાજદિપસિંહ ગોહિલ, ચેતનસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા અને ભરતસિંહ પરમાર સહીતના સ્ટાફે વિજયને ઝડપી લીધો છે.જયારે ચોથો વિદેશી દારૂનો દરોડો ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે મયુરનગર શેરી નં.1 માં રહેતી વનીતા વલ્લભભાઇ ચૌહાણ નામની મહિલાને રૂ. 6 હજારની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ સાથે થોરાળા પોલીસ ઝડપી લીધી છે.