રાજકોટની જનતા છેલ્લા 40 વર્ષથી કમળ પર પ્રેમ અને હુંફ વરસાવી રહી છે, આજે પક્ષ વટવૃક્ષ બની વિકાસનો છાયો આપી રહ્યો છે: શહેર ભાજપ પ્રમુખ
ભાજપના 72 ઉમેદવારોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરી શિશ ઝુકાવી ઉમેદવારીપત્રો ભર્યા: કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટે ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોના નામની ઘોષણા કરાયા બાદ આજે 12 કલાક અને 39 મિનિટના શુભમુહૂર્તે ભાજપના તમામ 72 ઉમેદવારોએ અડિખમ વિજય વિશ્ર્વાસ સાથે ફોર્મ ભર્યા હતા.
આ તકે કાર્યક્રમના પ્રારંભમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થશે અને 72 કમળ ખીલશે, મહાનગરપાલિકાના ભાજપના 40 વર્ષના શાસનમાં પ્રજાએ પ્રેમ, હુંફ, લાગણી કમળ પર વરસાવી છે. પક્ષના વિવિધ મહાનુભવોએ ભાજપને વટવૃક્ષ બનાવેલ છે. કેન્દ્ર સરકારમાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અનેકવિધ વિકાસ કામો અને પ્રજાલક્ષી કલ્યાણના કાર્યો રહ્યા છે.
કોંગ્રેસમુકત ગુજરાતના મંત્રને આ ચૂંટણીમાં રાજકોટના મતદારો ભાજપ તરફી તોતીંગ મતદાન કરી સાર્થક બનાવશે: ધનસુખભાઈ ભંડેરી
તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભીનંદન આપતા જણાવ્યું કે, તેઓએ પ્રજાની અપેક્ષાના અનેકવિધ કાર્ય કર્યા છે. રાજકોટને એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બસપોર્ટ, નવી ઝનાના હોસ્પિટલ, નવું રેસકોર્સ, અટલ સરોવર સહિતની તમામ સુવિધાઓ આપેલ છે. ભાજપ મહાનગરપાલિકાના શાસન સમય દરમિયાન 18 વોર્ડોનો સમતોલ વિકાસ કરેલ છે અને એક સરખુ બજેટ ફાળવીને પ્રાથમિક સુવિધાઓ આપી છે. તેમજ મહત્વકાંક્ષી મોટા પ્રોજેક્ટ પણ આપ્યા છે. આગામી દિવસોમાં 24 કલાક પાણી શહેરને મળે તે દિશામાં જઈ રહ્યા છીએ. આપણું રાજકોટ અન્ય શહેરોની હરોળમાં ઉભુ રહે તે આપણી ફરજ છે. પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યએ જણાવ્યું કે, રાજકોટ શહેરના તમામ વિસ્તારોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ચાર બ્રિજનું ખાતમુર્હૂર્ત અને એક બ્રિજનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીમાં 72 બેઠકો પર કમળ ખીલશે અને ભાજપ શાસનમાં આવશે. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું, કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેકવિધ વિકાસકામોને ઉજાગર કરીને લોકો પાસે જવાનું છે. રાજકોટ સમૃદ્ધ અને વિકસીત બને તે દિશામાં જઈ રહ્યા છીએ. આ તકે ચૂંટણીના કાર્યમાં કાર્યકરોને કટિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, કોંગ્રેસ મુક્ત ગુજરાતના મંત્રને ચૂંટણીમાં રાજકોટના મતદારો ભાજપ તરફી મતદાન કરી કોંગ્રેસ મુક્ત રાજકોટ બનાવશે.
ભાજપના શાસકોએ હંમેશા શહેરના સર્વાંગી વિકાસને જ પ્રાધાન્ય આપ્યું છે: પૂર્વ મેયર બીનાબેન આચાર્ય
શહેરનાં રેસકોર્સ બહુમાળી ચોકમાં રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી રાજકોટ વિજય ભવ: અંતર્ગત એક સભાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, રાજકોટ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, હરિભાઈ પટેલ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, રક્ષાબેન બોળિયા, મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, પૂર્વ મેયર જૈમન ઉપાધ્યાય, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, પૂર્વ ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, પૂર્વ સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડ, કમલેશભાઈ જોશીપુરા, કશ્યપભાઈ શુક્લ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, આગેવાનીમાં તેમજ પાર્ટીના વરીષ્ઠ આગેવાનો તથા વિવિધ સમાજના આગેવાનો અને 18 વોર્ડના 72 બેઠકોના ઉમેદવાર બહેનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ સમૃદ્ધ અને વિકસિત બને તે દિશામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો કામ કરી રહ્યા છે: ગોવિંદભાઈ પટેલ
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી અને આભાર દર્શન શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે કર્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા શહેર ભાજપના કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશીએ સંભાળી હતી. ઉમેદવારી પત્રની કામગીરી નીતિનભાઈ ભૂત, અંશ ભારદ્વાજ, વિક્રમભાઈ પૂજારા, વિજયભાઈ ઠાકુર, મહેશ રાઠોડ, કુલદિપસિંહ જાડેજા, ચેતન રાવલ રાજનભાઈ ઠક્કર, માધવ દવે, હિતેષ દવે, દિલસુખ રાઠોડ, મનસુખલાલ પીપળીયા, વિજય વ્યાસ, પ્રશાંત લાઠીગરા, વિમલ ડાંગર, મિતેષભાઈ નંદાણી, જયેશ બોઘરા, જયસુખ બોઘરા, આર.ડી.દવે, જયપ્રકાશ, સી.એચ.પટેલ, કિશન સોરઠીયા, ભરત બદાણી, વિજય રૈયાણી, આનંદ પરમાર, ગૌરવ ઘ્રુવ, નિલેશભાઈ, ધર્મેશ સખીયા, ધવલ ત્રિવેદી, જીતેન્દ્રગીરી ગોસ્વામી, જીતેન્દ્રસિંહ જાડેજા, દિલીપ જોશી, સંજય પરમાર, નરોત્તમ જેઠવા દ્વારા કરવામાં આવી હતી.
લોકો ભાજપે કરેલા કામોમાં વિશ્ર્વાસ મુકી મત આપશે: ભાનુબેન બાબરીયા (વોર્ડ નં. 1)
ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે. લોકો ભાજપની વિચારધારાને વરેલા છે. ત્યારે આ વખતે પણ લોકો ભાજપ પર વિશ્ર્વાસ મુકી ભાજપને મત આપશે. ભાજપા સ્વચ્છતાની આગ્રહી છે. વખતો વખત લોકોએ ભાજપ પર વિશ્ર્વાસ મુક્યો છે ત્યારે આ વર્ષે પણ મતદારો ભાજપને જ ચૂંટશે.
વિજય રાગ સાથે અમે વોર્ડના નવા કામોમાં વળગી અને સ્થાનિકો તમામ પ્રશ્ર્નોને વાચા આપવા કમરકસી છે:
ડો. અલ્પેશભાઈ મોરજરીયા (વોર્ડ નં. 1)
અલ્પેશભાઈ મોરજરીયા એ અબતક સાથેની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે અમારા વિસ્તર માં ડ્રેનેજ નું કામ કરી અમે સ્થાનિકોના ગંદકી ની સમસ્યાનું નિરાકરણ લઈ આવ્યા તેવીજ રીતે હવે નવા વિકાસ ના કોમો માટે હું ખડેપગે ઉભો રહીસ તેમજ ભારતીય જનતા પાર્ટી ની અને વોર્ડના સ્થાનિકો ની અપેક્ષા માં ખરો ઉત્તરીશ વોર્ડ ના તમામ વિકાસ ના કામો ને નવા રંગ રૂપ સાથે સ્થાનિકો ને બધી સુવિધાઓ આપીશું આજે ફોર્મ ભરી મેં નવી જવાબદારી ઓ ને મારા ખમભા પર લઈ લીધી છે જેટલા વોર્ડ ના સ્થાનિકો છે તે તમામ ના નાનાં મોટાં દરેક કામો ને ધ્યાન પૂર્વક પુરા કરીશુ વોર્ડ ના રોડ રસ્તા, પાણી, લાઈટ ના પ્રશ્નો ને વાચા આપસી તેમજ રેહવસિયો ના સુખાકારી અને પ્રાથમિક સુવિધાઓ ની તકેદારીઓ ધ્યાન માં રાખીશ આજે વિસ્તાર માં જે શુખ સુવિધા ઝંખે છે તે બધી પુરી પાડસુ હાલ જે રીતે વોર્ડ માં નવા વિસ્તાર ભાળિયા છે તેના પણ પ્રશ્નો ને વાચા આપીશું તેમજ નવા વિકાસ ના કામો ને વેગવંતા કરશુ સ્થાનિકો ના સુખાકારી ના પ્રશ્નો ને વાચા આપીશું
પાર્ટીએ વિશ્ર્વાસ મુકી ટિકિટ આપી તે બદલ આભાર: ડો.દર્શિતાબેન શાહ
ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમને તક આપી છે તે બદલ અમો મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને મવડી મંડળનો આભાર માનીએ છીએ જે વિશ્ર્વાસ સાથે અમને ટિકિટ આપી છે તે વિશ્ર્વાસ અમે જાળવી રાખીશું. આ વખતે અમે વોર્ડ નં.2માં, મહાનગરપાલિકામાં ભાજપને ભવ્ય વિજય અપાવીશું.
પ્રચાર-પ્રસારને બહોળો પ્રતિસાદ: મનિષભાઈ રાડીયા (વોર્ડ નં.2)
ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદા ઉપર ચૂંટણી લડી રહી છે. રાજકોટવાસીઓએ ભાજપા પર વિશ્ર્વાસ મુકયો છે અને છેલ્લા 40 વર્ષથી પક્ષ ટકી રહ્યો છે. નગરજનોએ ન માંગેલી ભેટ રાજકોટને મળી છે. હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહેલા પ્રચાર પ્રસારમાં પણ લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
ભાજપના 700થી વધુ ઉમેદવારો પ્રજા વચ્ચે: જયમીન ઠાકર (વોર્ડ નં 2)
લોકશાહીનું મહાપર્વ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના 700થી વધુ ઉમેદવારો પ્રજા વચ્ચે જઈ રહ્યાં છે. આ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે યુવાનોને તક આપી છે. એટલે કે નગરજનોને ભાજપનો યુવા ઉમેદવાર મળશે. અમારે લોકોના કામ કરવા છે અને અગાઉ કરેલા કામોથી જ ભાજપને વર્ષોથી લોકો સ્વીકારતા આવ્યા છે.
ભાજપનો ભગવો લહેરાશે: બાબુભાઇ ઉધરેજા (વોર્ડ નં.3)
ખાસ કરીને રાજકોટની ભાગોળે જ વિસ્તાર ડેવલપ થઇ રહ્યો છે એટલે કે માધાપર વગેરે જગ્યાએ અમો અવશ્ય વિકાસ કરીશું લોકોને જે સગવડ આપી શકાય તેટલી આપીશું ભાજપ કામ કરીને મત લેવા જાય છે અને વોર્ડ નં.3ની પરિસ્થિતી જોના અહીં માત્ર ભાજપનો જ ભગવો લહેરાશે કારણ કે શેરીએ શેરીએ ભાજપને આવકાર મળી રહ્યો છે.
વિકાસના મુદ્દે જીત મેળવીશું: અલ્પાબેન દવે (વોર્ડ નં.3)
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને જીતાડવા અમે તમામ પ્રયત્નો કરીશું પ્રજાનો સર્વાગી વિકાસ કરીશું પાણી, ગટરના જે કોઇ પ્રશ્ર્નો છે તે ચોકકસ ઉકેલીશું. મને પુરો વિશ્ર્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી અવશ્ય વીજય મેળવશે.
અમારા વોર્ડની તમામ સમસ્યા ઉકેલશું: કુસુમબેન ટેકવાની
ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં અવશ્ય જીત મેળવશે અમો વોર્ડ નં.3માં ચોકકસ વિકાસ કરીશું અમારા વોર્ડમાં જે કંઇ સમસ્યા છે જેમકે વરસાદી પાણીનો નિકાલ, ગટરની સમસ્યા વગેરે ઉકેલીશું.
પ્રજાના કામો અને વોર્ડની તમામ વ્યવસ્થાઓની જવાબદારી સાથે વિકાસના કામોની કામગીરીમાં ખડેપગે રહેશું: નરેન્દ્રસિંહ જાડેજા (વોર્ડ નં. 3)
નરેન્દ્રસિંહ જાડેજા એ અબતક સાથે ની ખાસ મુલાકત માં જાણવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ જે જવાબદારી મારા ખમભા પર મૂકી છે તેને હું નિષ્ઠાપૂણ નિભાવિષ વોર્ડ ના રોડ રસ્તા, પાણી, લાઈટ ના પ્રશ્નો ને વાચા આપસી તેમજ રેહવસિયો ના સુખાકારી અને પ્રાથમિક સુવિધાઓ ની તકેદારીઓ ધ્યાન માં રાખીશ આવનારા દિવસો માં વોર્ડ ના તમામ વિકાસ ના કામો ને નવા રંગ રૂપ સાથે સ્થાનિકો ને બધી સુવિધાઓ આપીશું આજે ફોર્મ ભરી મેં નવી જવાબદારી ઓ ને મારા ખમભા પર લઈ લીધી છે જેટલા વોર્ડ ના સ્થાનિકો છે તે તમામ ના નાનાં મોટાં દરેક કામો ને ધ્યાન પૂર્વક પુરા કરીશુ લોકો માટે આજે વિસ્તાર માં જે શુખ સુવિધા ઝંખે છે તે બધી પુરી પાડસુ હાલ જે રીતે વોર્ડ માં નવા વિસ્તાર ભાળિયા છે તેના પણ પ્રશ્નો ને વાચા આપીશું.
મોટી લીડથી ભાજપને વિજયી બનાવીશું: વોર્ડ નં.4ના ઉમેદવારોનો હુંકાર
વોર્ડ નં.4ના ભાજપના ઉમેદવાર કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુગશીયા, પરેશ પીપળીયા સહિતના ઉમેદવારોએ એક સુરે કહ્યું હતું કે, મોટી લીડથી ભાજપને જીતાડશું. પાર્ટી કહેશે તે પ્રમાણે કામ કરીશું. પડતર કામોને પ્રાયોરીટી આપવામાં આવશે. લોકોને સુખાકારી માટેના પ્રયત્નો થશે. લોકો પ્રેમ આપે છે, લોકોના પ્રશ્ર્નો ઉકેલવા પ્રયત્ન કરીશું.
પાર્ટીએ જે વિશ્ર્વાસ મુક્યો તેને કાયમ જાળવીશું: વોર્ડ નં.5ના ઉમેદવારોનો વિશ્ર્વાસ
વોર્ડ નં.5માં ભાજપના ઉમેદવાર રસીલાબેન સાકરીયા, હાર્દિકભાઈ ગોહિલ અને દિલીપભાઈ લુણાગરીયાએ કહ્યું હતું કે, પાર્ટીએ જે વિશ્ર્વાસ મુક્યો છે તે કાયમ જાળવી રાખીશું. જે કામ લોકો સુધી પહોંચ્યું નથી તે કરવા પ્રયત્ન કરીશું. શિક્ષણ, લાઈટ, રસ્તા, પાણી, ગટર સહિતની પ્રાથમિક જરૂરીયાતો પૂરી કરીશું તેવી ખાતરી આપીએ છીએ. યુવાઓ માટેના કાર્ય કરવાનો અમારો મુળ હેતુ રહેશે.
સેવાની તક આપી તે બદલ ભાજપનો આભાર: વોર્ડ નં.6ના ઉમેદવારો
દેવુબેન જાદવ, મંજુબેન કુંગસીયા, ભાવેશભાઈ દેથરીયા અને પરેશભાઈ પીપળીયા સહિતના વોર્ડ નં.6ના ભાજપના ઉમેદવારોએ કહ્યું હતું કે, બધાને સાથે રાખી કામ કરીશું. અમારા પર વિશ્ર્વાસ મુકી ટિકિટ આપી છે તેને સાર્થક કરીશું. પુસ્તકાલય, હોલ તેમજ પાણીના ટાંકા માટેના કામ પુરા થાય તે માટેનો પ્રયાસ કરીશું. અમને સેવાની તક આપી છે તે બદલ ભારતીય જનતા પક્ષનો આભાર.
લોક વિશ્ર્વાસે પહેલા મને ચુંટી હતી, ત્યારે પાર્ટીના વિશ્ર્વાસથી ફરી તક: વર્ષાબેન રાણપરા (વોર્ડ નં.14)
વોર્ડ નં.14નાં દાવેદાર વર્ષાબેન રાણપરા કે જેવો પહેલાની ટીમમાં પણ કોર્પોરેટર રહી ચુકયા છે. ત્યારે અબતક સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યુ કે, પહેલા જે રીતે લોકોએ મારા પર વિશ્ર્વાસ મુકી મને જીતાળી હતી ત્યારે આ વખતે પણ મને વિશ્ર્વાસ છે કે લોકો ભાજપને જ મત આપશે. ખાસ વોર્ડ નં.14 ભાજપનો ગઢ રહ્યો છે. આ વોર્ડએ અનેક ધુરંધર નેતાઓ આપ્યા છે. ત્યારે આવતા દિવસોમાં વોર્ડ નં.14માં જે રોડ રસ્તાના બાકી કામો છે. તેને પૂર્ણ કરીશ. પાર્ટી તથા પક્ષને ધ્યાનમાં લઇ મારી તમામ કામગીરી કરીશ.
ભાજપે પાંચ વર્ષમાં અગણીત વિકાસ કાર્યો કર્યા: પુષ્કરભાઈ પટેલ (વોર્ડ નં.9)
ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા પાંચ વર્ષમાં અગણીત વિકાસ કામો કર્યા છે. લાઈબ્રેરી, સ્વીમીંગ પુલ, કોમ્યુનિટી હોલ વગેરે બનાવ્યા છે. લાઈટ, રસ્તા, ડ્રેનેજની પણ સંપૂર્ણ સુવિધાઓ આપી છે. ત્યારે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી અવશ્ય જીત મેળવશે.
જનતાના પ્રશ્ર્નો ઉકેલવા અમે અડીખમ: જયાબેન ડાંગર (વોર્ડ નં.13)
વોર્ડ નં.13ના ભાજપના દાવેદાર જયાબેન ડાંગરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જનતાએ તેમની પર વિશ્ર્વાસ મુકીને તેમને આજે આ તક આપી છે અને અમે તેને અમલ કરવા અને જનતાના બધા જ પ્રશ્ર્નોના ઉકેલ લાવવા અડીખમ છીએ. જનતા કમળને મત આપી જીતાડશે એવો એવો પૂર્ણ વિશ્ર્વાસ છે.
સર્વેજન હિતાય, સર્વેજન સુખાઇ: વરજાંગભાઇ હુંબલ(વોર્ડ નં.15)
વોર્ડ નં.-15ની દાવેદારી નોધાવેલી એવા વરરજોગભાઇ હુંબલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓ આજી ડેમ ખાતે પાર્ટી પ્લોટ બનાવશે. સેકેન્ડરી સ્કુલો બનાવશે વોર્ડ નં.15માં કોંગ્રેસના કોપોરેટરો હોવાથી કોઇ પણ પ્રજાલક્ષી કામો થયા નથી. તેથી લોકોના કામો થાય તેમા પૂરતુ ધ્યાન આપીશું.