ધરપકડના ઘેરા પ્રત્યાઘાત: મુકત કરવા માંગ
લુવારા ગામની સામસામે ગોળીબારની ઘટનામાં કરણી સેનાની આગેવાની હેઠળના કાર્યક્રમમાં જતા યુવાનોને અટકાવતા રોષ
લુવારામાં સામસામા ગોળીબારની કહેવાતી ઘટનામાં પોલીસની પાલ ખુલી પડી જતા વીડિયો ઉતારનાર બહેન સામે ત્યારે કલમ હેઠળ ગુનો નોંધ ધરપકડ કરવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બહેન સામેનો કેસ પાછો ખેંચી જેલમુકત કરવા માગણી ઉઠી છે.
સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે ગત 26 તારીખ નાં રોજ એલ.સી.બી.અને એસ.ઓ.જી. ની ટીમ દ્વારા અગાઉ નાં ગુનામાં સંડોવાયેલા આરોપી અશોકભાઈ બોરીચા ની ધરપકડ કરવા માટે સવારે જાય છે તેમાં પોલીસ લીબડજસ ખાટવા માટે સામસામે ફાયરિંગ થાય છે અને અશોકભાઈ બોરીચા ની ધરપકડ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા હાથે ફાયરિંગ કરી ને સામસામે ફાયરિંગ થયાં તેમ ગોઠવણી કરે છે તેનો વિડીયો મોબાઇલ થી અશોકભાઈ બોરીચા નાં બહેન ઘરે થી ઉતારે છે તેમાં પોલીસ ની તમામ પોલ છતી થાય છે. આ વિડીયો ઉતારતા બહેનને પોલીસ જોઈ જતાં ગાળ બોલી અટકાવવા અને મોબાઇલ ઝુટવવાનો પ્રયાસ કરી બહેનને પોલીસ ગાડીમાં બેસાડી લઈ જાય છે જેમાં એકપણ મહિલા પોલીસ નથી, વિડિયો ઉતારવો તે ગુનો છે? નથી તેમ છતાં પોલીસ દ્વારા આ બહેન ઉપર 307 સહિત 3 કલમો હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવે છે બહેને જે વિડિયો ઉતારેલ તે છે નાનો પણ પોલીસ ની ખોટી રીતે ફાયરિંગ ની ઉપજાવી કાઢેલી ઘટનાં એકદમ છતી થાય છે અને પોલીસ તદન ખોટી સાબિત થાય છે માટે તેમની હરકતો બહાર આવેલ અને પોલીસ બેબાકળી બની પોતાનાં બચાવ માટે બહેન ઉપર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. સત્ય છુપાતુ નથી તે સાબિત થાય છે અને આ વિડીયો વાયરલ થતાં બુધ્ધિશાળી માણસો ને લોકશાહી ખત્મ થતી અટકાવવા માટે મેદાનમાં આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની યુવાનો માં એકી અવાજે હાંકલ થતાં કરણીસેના અને યુવાનો દ્વારા “ચલો લુવારા” નો કાર્યક્રમ ગોઠવ્યો તે અનુસંધાને 4 ફેબ્રુઆરી એ લુવારા જ્ઈ અન્યાય સામે અવાજ ઉઠાવવા એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું તેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી યુવાનો ઉમટી પડવાની સંભાવના વધી તેનાં કારણે પોલીસ દ્વારા વાહનો રોકી કોઈપણ સંજોગોમાં માણસો લુવારા મુકામે ન પહોંચે તે માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી અને તમામ રસ્તાઓ સીલ કરવામાં આવેલ હતાં. કરણીસેનાનાં રાજ શેખાવત ની મોડીરાત્રે અમદાવાદ ધરપકડ કરવામાં આવી જે.પી.જાડેજા અને અન્ય આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી તેમ છતાં ગામડાં નાં રસ્તો પકડી આશરે પાંચ હજાર યુવાનો કાઠી ક્ષત્રિય સમાજના લુવારા મુકામે મોટીસંખ્યામાં જોડાયા હતા પોલીસ પણ મોટા પ્રમાણમાં ગોઠવી દેવામાં આવી હતી.આ એક નિર્દોષ બહેનને ન્યાય અપાવવા માટે કાઠી ક્ષત્રિય સમાજ નાં યુવાનો માં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો તેમ છતાં ઘણી સહનશીલતા રાખી કાયદાનાં દાયરામાં રહીને સભા યોજાઈ નહીં કોઈ આગેવાનો તેમ છતાં યુવાનો એ ન્યાય અપાવવા માટે ગમે તે કરી છુટવા તૈયાર હતા. હવે આગામી સમય માં આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે જ પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે હેરાનગતિ થતી આવી છે.હવે તો મહિલા ઓ વિડિયો શુટિંગ જેવી સામાન્ય ઘટનામાં 307 જેવી કલમનો દુર ઉપયોગ વધી ગયો છે આ બાબતે તાત્કાલિક બહેન ઉપર નાં ખોટા કેસ પાછા લે અને તેમને જેલમુક્ત કરે તેવી લોક માગણી છે.
કરણી સેનાના 50 કાર્યકારોની ઢસા પોલીસે કરી અટકાયત
શ્રી રાજપુત કરણી સેના સૌરાષ્ટ્ર ના અધ્યક્ષ અને લડાયક આગેવાન એવા જે પી જાડેજા કાઠી ક્ષીત્રય આગેવાન ભરતભાઈ ધાધલ, દીપકભાઈ કાઠી, સત્યેન્દ્રભાઈ ખાચર સુરેશભાઈ ધાધલ રાજુભાઇ ધાધલ પુથ્વીભાઈ ખાચર હાર્દિકભાઈ ધાધલ પવુભાઈ ખાચર પ્રતાપભાઈ ધાધલ ગભરુભાઈ ખાચર, ચંદ્રશભાઈ ડાવેરા નટુભાઈ પરમાર, આશીશભાઈ ગઢવી અને 50 કાર્યકરો ઢસા પોલીસએ અટકાયત કરે છે અને આ બધા ડાયરોને 12 વાગ્યે લુવારા જતા હતા અને રસ્તા માં રોકી રાખવામાં. આ લોકોને રોકવામાં આવિયા અને ધરપકડ કરવામાં આવી જે લોક શાહી એક ખૂન છે જે બેનને ન્યાય મળવાં જવા પણ આ પોલીસ જવા નથી દેતી આ ગુજરાતમાં આજે લોકશાહી ખૂન છે જે આજે સરકાર જોઈ રહી છે જે બિલકુલ વાજબી નથી. આજે જે પી જાડેજા કીધું કે અમને તમને ન્યાય આપવામા રોકી નહિ શકો. આમરી લડત ચાલુ રહે છે જ્યાં સુધી આમરા ક્ષીત્રય સમાજના બેન ને ન્યાય નહિ મળે ત્યાં સુધી આમો સમાજની સાથે છીએ.