સિદ્ધાંતમાં કોઇ બાંધછોડ નહીં!!
‘ડર કે આગે જીત હૈ’ના સિદ્ધાંત સાથે ‘યંગ ઇન્ડિયા’ને મહત્વ આપી નવા ચહેરાઓને તક આપતું ભાજપ
બીજેપીની નવી વિચારધારામાં ‘સગાવાદ’નો છેદ વડાપ્રધાનની ભત્રીજી સોનલ મોદીને પણ ન આપી ટિકિટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની વિજય પતાકા લહેરાવવા તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ વખતેની ચૂંટણીમાં ભાજપે નવો તખ્તો ઘડી કાઢ્યો છે. ડર કે આગે જીત હે…ના નવા સિધ્ધાંત સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નવી પધ્ધતિ અમલમાં મૂકી છે. જે અંતર્ગત 3 ટર્મથી જીતેલા ઉમેદવારો, માજી ધારાસભ્યો, તેમજ 60 વર્ષથી વધુ વયના ઉમેદવારોને તક ન આપવાનો નિર્ણય કરાયો છે. ભાજપની આ નવી નપાટીલથ પધ્ધતિ પાર્ટીની દિશા અને દશા બદલી નાખશે !!
ભાજપે જીતેલા ઉમેદવારોને કાઢયા છે તો કોંગ્રેસે હારેલાઓને રાખ્યા છે. પાર્ટીની રણનીતિ કોઈ પણ એંગલથી હોય, પરંતુ ઉદેશ્ય એક જ છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જીત, પરંતુ હાલના નવા સમય પ્રમાણે નવા ફેરફારો કરવા પણ ખૂબ જરૂરી છે. વિકાસ કરવો છે તો જૂની પુરાણી રૂઢીચૂસ્ત પધ્ધતિઓમાંથી બહાર નીકળી નવા ધરખમ ફેરફારો કરવા અતિ આવશ્યક છે.
કોઈ નવુ પગલુ ભરીએ ત્યારે આ નવ સાહસની સાથે જોખમ જરૂરથી આવે છે. પરંતુ તેનાથી ડર્યા વગર આગળ વધવું જ ખરી તાકાત છે. ભાજપે પણ આ જ કિમીયો અપનાવી યંગ ઈન્ડિયાને મહત્વ આપી નવ ચહેરાઓને તક આપી છે. આમાં જોખમ જરૂર છે. પરંતુ ગુમાવવા જેવું કંઈ નથી આ પ્રયાસથી ભાજપે જનતા સમક્ષ નવી ઈમેજ, નવી તક ઉભી કરી છે. જનતાને નવો વિકલ્પ પ્રદાન કર્યો છે.
સી.આર. પાટીલની આ પધ્ધતિથી ભારતીય જનતાપાર્ટીની દિશા અને દશા જરૂર નવો વળાંક લેશે. ટીકીટ ફાળવણીમાં પણ પાર્ટીના સિધ્ધાંતવાદમાં કોઈ બાંધછોડ નહિ નો સ્પષ્ટ સંદેશો પ્રદેશ પ્રમુખે આપ્યો છે. એ ખ્યાલ આ વાત પરથી આવે છે કે, અમદાવાદ નગરપાલીકાની ચૂંટણી માટે બોડકદેવ વોર્ડમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સોનલ મોદીએ ટિકિટ માંગી હતી. પરંતુ પાર્ટીએ તેમને પણ ટિકીટ ન આપી નવી વિચારધારામાં નસગાવાદથનો છેડ પાડયો છે.
પીએમ મોદીનાં મોટાભાઈ પ્રહલાદમોદીની પુત્રી સોનલ મોદીની ટિકિટ કપાઈ આ મુદે સી.આર. પાટીલને પૂછાતા તેમણે કહ્યું કે, નિયમો બધા માટે અકે સરખા છે. પાર્ટીએ જાહેરાત કરી છેકે પાર્ટીના નેતા કે આગેવાનોના સગા સંબંધીઓને ટિકિટ આપવામાં આવશે નહી અને અમે આજ નિયમને અનુસરી સોનલ મોદીને તક આપી નથી.
વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના રાજકારણમાં વર્તમાન શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી અગાઉના કોંગ્રેસ ની તુલના માં શાસક તરીકે ભલે ઓછો અનુભવ કરાવતો બીજા ક્રમનું પક્ષ હોય પરંતુ ટૂંકાગાળામાં વિકાસવાદ અને સતત પરિવર્તનશીલ પ્રયાસો થકી રાષ્ટ્ર રાજકારણમાં ખૂબ જ ટૂંકા ગાળામાં વિરાટ રૂપ ધારણ કરવામાં ભાજપ અત્યારે સૌથી મોખરે છે આવતીકાલની જરૂરિયાત અને વિકાસવાદ માટે જરૂરી સુધારાઓ કરવામાં ભારતીય જનતા પાર્ટી ક્યારેય પાછુ વળીને જોતી નથી, રાજકારણમાં હંમેશા મત બેંક અને ચૂંટણીમાં બેઠકોની સલામતીના પરિબળોને ધ્યાને લય રાજકીય પક્ષો અત્યાર સુધી બીપી હડમતા મુદ્દાઓ છોડવાની હિંમત કરવાને રાજકીય મૂર્ખતામાં ખવડાવતા હતા પરંતુ સમયની સાથે બદલાવ પણ જરૂરી છે આ વાતને સમજી ડર કે આગે જીત હે…ના સિદ્ધાંત સાથેની નવી “પાટીલ” પદ્ધતિ ભાજપની દિશા અને દશા બદલી નાખશે.