મહિન્દ્રા દ્વારા ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કાર કૃષિ અને સંબંધિત સેવાઓમાં પરિવર્તન લાવવા માટે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને બિરદાવે છે અને સન્માનિત કરાય છે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર ભારતનું અગ્રણી ટ્રેક્ટર ઉત્પાદક છે અને ૧૯.૪ અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપની કંપની છે. આ સેક્ટરે ૩૦ જાન્યુઆરીના રોજ પહેલાંક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરી હતી. આ પુરસ્કારો મહિન્દ્રા સમૃદ્ધિ ઇન્ડિયા એગ્રિ પુરસ્કારોના જુસ્સાને આગળ વધારશે, જેની શરૂઆત વર્ષ ૨૦૧૧માં થઈ હતી. ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારોની પ્રથમ એડિશનમાં ૧૦ રાષ્ટ્રીય વિજેતાઓને ૪ કેટેગરીઓણાં વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.
ખરીફ અને રવિ સિઝન સાથે જોડાયેલી આ દર વર્ષે બે વાર યોજાતો ક્રિશ ઇ-પુરસ્કારો ખેડૂતો અને સંસ્થાઓને બિરદાવે છે, ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારો દ્વારા મહિન્દ્રાનો ઉદ્દેશ લાખો ખેડૂતો અને કૃષિ ઉદ્યોગ સાહસિકોને દેશ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રોત્સાહન આપવાનો છે.
ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારોના પ્રાદેશિક રાઉન્ડમાં ભારતનાં ૨૯ ક્રિશ-ઇ સેન્ટર્સમાંથી ખેડૂતો સહભાગી થયા હતા. પછી પ્રાદેશિક પુરસ્કાર વિજેતાઓ રાષ્ટ્રીય પુરસ્કારો માટે આ કેટેગરીઓ માટે નોમિનેટ થયા હતા. આ પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેન્ટરના પ્રેસિડન્ટ હેમંત સિક્કાએ કહ્યું હતું કે, પરિવર્તનકારોને સન્માનિત કરવાની મજબૂત પરંપરાને આગળ લઈ જઈ અને અગાઉના સમૃદ્ધિ પુરસ્કારોની પ્રચંડ સફળતાને આગળ વધારીને અમને ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારો શરૂ કરવાની ખુશી છે. આ લગભગ દાયકાથી ખેડૂતોને બિરદાવવાની પરંપરાને આગળ વધારતો પુરસ્કાર છે અને અમને વિશ્વાસ છે કે, આ પુરસ્કારો ભવિષ્યના ચેમ્પિયન ખેડૂતોને પ્રેરિત કરશે તથા ભારતના કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનને વેગ આપશે.
એમએન્ડએમ લિમિટેડની એફઇએસ સ્ટ્રેટેજી અને એફએએએસના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ રમેશ રામચંદ્રને જણાવ્યું હતું કે, અમે શ્રેષ્ઠ એગ્રોનોમી, મિકેનાઇઝેશન અને ડિજિટાઇઝેશન ના ફાયદા ખેડૂતો સુધી પહોંચાડવા કૃષિલક્ષી સેવાઓ પૂરી પાડીને કૃષિલક્ષી પરિણામોમાં ફરક લાવવા ક્રિશ-ઇ બ્રાન્ડ શરૂ કરી હતી. અત્યાર સુધી ક્રિશ-ઇથી ખેડૂતોની ઉપજમાં ૧૫ ટકા સુધીનો વધારો કર્યો છે, ખેતીવાડીના ખર્ચમાં આશરે ૮ ટકાથી ૧૨ ટકાનો ઘટાડો કર્યો છે અને એકર દીઠ નફામાં . ૬,૦૦૦ સુધીનો વધારો કર્યો છે. આ પ્રગતિશીલ ખેડૂતોના ઉત્સાહનું પ્રતિબિંબ છે, જેમણે કૃષિ ઉત્પાદનો વધારવા નવી પદ્ધતિઓ અપનાવી છે. ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારો અમારી સાથે અતિ મહત્વપૂર્ણ પગલું લેનાર અને અદ્યતન ટેકનોલોજીને સૌપ્રથમ અપનાવનાર ખેડૂતોની પ્રગતિને બિરદાવે છે. ‘એક્ષ્પર્ટ તકનીક, નયે ઉપાય. પરિણામ દિખાયે’ સાથે ક્રિશ-ઇ એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ફાર્મિંગ એઝ એ સર્વિસ બિઝનેસ વર્ટિકલ છે.
ક્રિશ-ઇ ટેકનોલોજી સંચાલિત સેવાઓ પ્રદાન કરે છે, જે પ્રગતિશીલ, વાજબી અને ખેડૂતોને સરળતાથી સુલભ છે. ક્રિશ-ઇનો ઉદ્દેશ પાકના સંપૂર્ણ ચક્રમાં ડિજિટલી અનેબલ સેવાઓ દ્વારા ખેડૂતોની આવક વધારવાનો છે. એમાં એગ્રોનોમી સલાહ, અદ્યતન ફાર્મ ઇક્વિપમેન્ટ રેન્ટલ્સની સુલભતા અને આધુનિક સચોટ કૃષિ સોલ્યુશનો સામેલ છે, જે તમામ સંપૂર્ણ ખર્ચ ઘટાડવા અને પાકની ઉત્પાદકતા વધારવા અને આ રીતે ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મહિન્દ્રાની કેટલીક ડિલરશિપ ક્રિશ-ઇ સેન્ટર ધરાવે છે, જે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓ, જમીન પરીક્ષણની સુવિધાઓ, પ્લોટનું પ્રદર્શન, ઇક્વિપમેન્ટ રેન્ટલ સોલ્યુશનો અને સચોટ કૃષિ સમાધાનો, બિયારણો અને રસાયણો જેવા પાક માટે જરૂરી સામગ્રીનું વેચાણ, ડ્રિપ ઇરિગેશન ઇક્વિપમેન્ટ તેમજ ટ્રેક્ટર્સ, હાર્વેસ્ટર્સ અને અન્ય કૃષિલક્ષી ઉપકરણનું વેચાણ અને સર્વિસ જેવી સેવાઓ પૂરી પાડે છે.