રાષ્ટ્રસંતના સાનિધ્યમાં ઉજવાઇ રહેલા નવ-નવ આત્માઓના ‘અભયદયાણ-આત્મકલ્યાણ’: આત્મયાત્રા દીક્ષા મહોત્સવ અંતર્ગત અપાયેલા શબ્દાશિષ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ મ.સાના સાંનિધ્યે ઉંચા શિખરોથી શોભતાં ગિરનારના ગભારે સ્થિત પ્રભુ નેમનાથના પાવન પરમાણુઓની સાક્ષીએ ગિરનાર જૈન દીક્ષા મહોત્સવના ઉપક્રમે આયોજિતનવ-નવ આત્માઓના દીક્ષા મહોત્સવનો આજનો અવસરહજારોની હૃદયધરા પર ગુરુભક્તિ રસઝરણાના અમીછાંટણા કરીને ઉજવાયો હતો. આત્મનત બનીને ત્યાગધર્મની અનુમોદના કરતાંસમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા બીનાબેન શેઠ પરિવાર તેમજ લાભાર્થી નટવરલાલ ચોકસી પરિવારના સહયોગે(મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ નિધિબેન મડીયા, મુમુક્ષુ મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ દીયાબેન કામદારના) દીક્ષા મહોત્સવના અષ્ટમ દિવસે વી જૈન એક જૈન સાથે જોડાએલાં સમગ્ર ભારતના ૧૦૮ થી વધુ સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજ્ય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે ગુરુતત્વ પ્રત્યે અહોભાવિત બન્યાં હતાં.
ગુરુ તત્વની અમાપ ગુણ સમૃધ્ધિ, અસીમ ઉપકારો અને અનંતી કણાના સૂર શૃંગારિત શબ્દોના મધુર ગીતોની સાથે હજારો હૃદયના રોમ-રોમમાં ગુરુ પ્રેમનો થનગનાટ કરતી ભક્તિ સ્તવના બાદ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે આ અવસરે અંતરધરાના ઊંડાણથી ગરુત્વ અને શિષ્યત્વનું અલૌકિક વર્ણન કરતાં કહ્યું હતું કે, જીવનની અજાણી રાહ પર ચાલતાં-ચાલતાં જ્યારે કોઈ રાહબરની-સહયોગીની જર પડે છે ત્યારે, ક્યારેક શિષ્ય ગુરુની શોધ કરતાં હોય છે અને ક્યારેક સ્વયં ગુરુ પણ શિષ્યની શોધ કરતાં હોય છે અને જ્યારે ગુરુ-શિષ્યનો સંયોગ સર્જાય છે ત્યારે યોગીત્વનો માર્ગ કંડારાઈ જતો હોય છે. જેના મન, વચન અને કાયાના યોગો સંયમમાં હોય તે યોગી હોય છે અને યોગીના યોગોને સંયમના ઉપયોગમાં જોડી દેનારું તત્વ તે ગુરુ તત્વ હોય છે. જેમના સંયોગે મન સહજપણે આપણાં હાથમાં ન રહે તે ગુરુ તત્વ હોય છે. સંસારના દરેક સંબંધો જેમાં સમાઈ જાય, દરેક સંબંધની સંવેદનાઓ જેમાં અનુભવાતી હોય તેવું ભવોભવનું ઋણાનુબંધનું તત્વ તે જ ગુરુ તત્વ હોય છે. અનંતકાળના સંસારની ઊંઘનું વેરણ કરી દે તે ગુરુતત્વ હોય છે. શિષ્ય હૃદયમાં શ્વાસે શ્વાસે જીવંત રહે તે ગુરુ હોય.
સાથે જ, આ અવસરે દીક્ષાર્થીઓના શ્રીમુખેથી ગુરુ પ્રત્યેના અનંત ઉપકારની સુંદર અભિવ્યક્તિ કરતાં સહું નત મસ્તક બન્યાં હતાં. એ સાથે જ, આ અવસરે સુવિખ્યાત ગાયક કલાકાર પિયુષભાઈ શાહ, અસ્મિતાબેન શાહ, મેહુલભાઈ શાહ અને ચિતનભાઈ રાણાના મધઉર સ્વરે કરાવવામાં આવેલી ગુરુ ભક્તની સ્તવનામાં દરેક હદૃય ભકિતભાવથી ઝબોળાઈ ગયાં હતાં.
સંસારની વ્યર્થતા અને સંયમની યથાર્થતાનું સનાતન સત્ય દર્શાવીને ઉજવાઈ રહેલાં અવસરો અંતર્ગતઆવતીકાલ તા. ૦૫.૦૨.૨૦૨૧ શુક્રવાર સવારના ૦૮.૩૦ કલાકે ધ ફાઇન ફૂલ સ્ટોપ કાર્યક્રમ અંતર્ગતદીક્ષાર્થી આયુષીબેનના જીવનની પ્રેરણાત્મક પ્રસ્તુતિ દ્વારા સહુને પ્રેરિત કરવામાં આવશે. ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી દરેક કલ્યાણપ્રેમી ભાવિકોને લાઈવના માધ્યમે જોડાઈને જીવન સાર્થકતાની દિશા પામવા આમંત્રિત કરવામાં આવ્યાં છે.