કેન્સરથી મૃત્યુનો રેશીયો 35 ટકાથી વધુ છે ત્યારે આપણા ભારતમાં દર વર્ષે 20 લાખ નવા દર્દીઓ વધે છે: વિશ્ર્વમાં દર મિનિટે 17 લોકોના મોત થાય છે
વિશ્ર્વમાં દર વર્ષે આજે 4 ફેબ્રુઆરીએ કેન્સર વિરોધી દિવસ ઉજવાય છે. વૈશ્ર્વિક કેન્સર કંટ્રોલ યુનિયને 2019 થી 2022 સુધીનાં ગાળામાં ‘આઈ એમ એન્ડ આઈ વીલ’ સ્લોગ્ન તળે દરેક વ્યકિતએ નિર્ણય કરવાનો છે કે ‘હું તમાકુ નો ઉપયોગ કરીશ નહીને બીજાને પણ કરતા અટકાવીશ’ ગુજરાતમાં યુવાધનમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પાન-માવા-તમાકુ અને ધુમ્રપાન પરત્વે અટકાવ જરૂરી છે. તમાકુના સેવનથી ઘણા રોગો થાય છે.તેમાં કેન્સર સૌથી વધુ જોખમકારક છે.આને અટકાવવા સરકારો તેની પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ કરે છે. છતા દર વર્ષે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં દર વર્ષે 20 લાખ તો આપણા રાજકોટમાં દર વર્ષે 1000 તથા દર્દી કેન્સરનાં ઉમેરાય છે. આનો મતલબ દરરોજ ત્રણ નવા દર્દી કેન્સરનાં જન્મે છે.
કેન્સરનાં નિયંત્રણ માટે વહેલુ નિદાન સારવાર સૌથી અગત્યની બાબત છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વિશ્ર્વમાં દર મિનિટે 17 કેન્સરનાં દર્દીઓ મોત થાય છે. નોન કમ્યુનિકેબલ બીમારીઓમાં મૃત્યુનું મુખ્યકારણ કેન્સર છે. અતિશય આલ્કોહોલ તમાકુના સેવન જેવા જોખ્મી પરિબળોથી સાવચેત રહેવું જરૂરી છે. બ્રેસ્ટ કેન્સરમાં જો વહેલુ નિદાન થાય તોતેના બચાવ ઉપાયો સૌથી વધુ કારગત નીવડે છે.
ત્રીજા સ્ટેજના આવા દર્દીઓને બચાવીને આજે તેનું આયુષ્ય લંબાવી શકાય છે. આજે વૈશ્ર્વિક લેવલે અને આપણાં ભારતમાં કેન્સર માટે સર્જરી-કિમોથેરાપી રેડિયેશન જેવી વિવિધ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. આપણા સૌરાષ્ટ્રમાં મો-જડબા અને જીભનાં વધતા કેન્સરના ચોંકાવનારા આંકડા મળ્યા છે. ત્યારે જનજાગૃતિ એક જ રામબાણ ઈલાજ હોય સૌએ જાગૃત રહેવું જરૂરી છે.
કેન્સર મૃત્યુનું સૌથી મોટું કારણ
વિશ્ર્વમાં દર મિનિટે 17 કેન્સર દર્દીઓનાં મોત થાય છે. એટલે કે દરરોજ ચોવીસ હજાર થી વધુ મોત કેન્સરમા જ થઈ રહ્યા છે.