આપણાં દેશમાં એક તરફ લોકો HiV રોગ પ્રત્યે જન જાગૃતિ લાવવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે વિવિધ અભિયાનો ચલાવવામાં આવતા હોય છે જેથી HIV ગ્રસ્ત લોકો સાથે કોઈ ગેરવર્તન કરે નહિ.સરકારના આ અભિયાન પર પાણી ફેરવતા મહારાષ્ટ્રની જિલ્લા પરિષદ સ્કૂલના એક અધ્યાપક દ્વારા એચઆઈવી ( HIV) ગ્રસ્ત વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે.
એચઆઈવી ગ્રસ્ત બાળકોને ખૂબ પ્રેમ અને સ્નેહથી સારવાર આપવી પડે છે પરંતુ બીડ પાલી જિલ્લા પરિષદના શિક્ષકોએ એચ.આય.વી વાળા બાળકોને શાળામાંથી જ હાંકી કાઢવામાં આવ્યા છે. આ બાળકો અન્ય બાળકોથી પણ એચઆઈવી સંક્રમણ મેળવી શકે છે. આ ડરને કારણે, તેઓને શાળાની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો. આ સમાચારથી પાલી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક લોકો દ્વારા સંબંધિત વ્યક્તિ ઉપર સતત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
શિક્ષક કે જેને ન્યાય ની મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે જે કોઈપણ વિદ્યાર્થીઓમાં ભેદભાવ કરતો નથી તેના દ્વારા આવા કૃત્ય ને જાણ થતા તંત્ર આશ્ચર્યમાં મૂકાયુ છે.સ્થાનિક લોકો દ્વારા સંબંધિત વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
જિલ્લા વહીવટીતંત્ર તરફથી પગલા લેવાની માંગ:
ઇન્ફન્ટ ઈન્ડિયા નામના સંગઠનના પ્રમુખ દત્તા બારાગજેએ જિલ્લા વહીવટી તંત્ર પાસેથી કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે કહ્યું છે કે જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે તેની સામે વહેલી તકે સખત કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ.