જંકફૂડના જમાનામાં પનીર, ચીઝ, બટર, મેયોનીઝ વગેરે ખૂબ સારી માત્રામાં આરોગય છે. ત્યારે ‘પનીર’નું સેવન આમ તો સ્વાસ્થ્ય માટે લાભદાયી છે પણ તેનો અતિરેક શરીરને નુકશાન કરે છે. જરૂરિયાત કરતા વધારે પનીરનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે તે જાણીએ
(૧) જો તમે તમામ હ્રદયને સ્વસ્થ રાખવા માંગતા હો અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં કરવા ઇચ્છતા હો તો વધારે પડતું પનીરનનું સેવન ન કરવું
(ર) પનીરમાં નમકની માત્રા પણ હોય છે અને આજ કારણ છે કે તેમાં સોડિયમની માત્રા વધારે હોય છે. જેથી હાઇ બ્લડ પ્રેશર થવાની સંભાવનાઓ વધી જાય છે..
(૩) એસિડીટીની સમસ્યાથી પીડાતા લોકોએ પણ પનીરનું સેવન ઓછું કરવું જોઇએ અને તેમા પણ રાત્રે ખાસ કરીને પનીર બીલકુલ ન ખાવું જોઇએ રાત્રે પનીર ખાવાથી એસિડીટીની સાથે પેટ ખરાબ થવાની સમસ્યા પણ વધી જાય છે.
(૪) પનીરને પ્રોટીનનો ખુબ સારો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ શરીરમાં પ્રોટીનની માત્રા વધારે પણ ન હોવી જોઇએ, કારણ કે તેનાથી ડાયરીયા થવાનું જોખમ પણ રહેલું છે.
(પ) બાળકોથી માંડી સૌ કોઇને કાચુ પનીર ખુબ પસંદ હોય છે, પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે કાચુ પનીર ખાવાથી ઇન્ફેકશન થવાનું જોખમ પણ વધી જાય છે.