કેન્સરના દર્દીઓ માટે તેની માનસિક સ્થિતિ મટાડવા માટે સકારાત્મક હોવી વધારે જરૂરી, એટલે કે ‘ડર કે આગે જીત હૈ’ આ વાત અહીં વધુ કારગર નીવડે છે
‘કેન્સર’ એટલે ‘કેન્સર’ આ વાકય પ્રચલિત છે. જો કે વર્તમાન સમયમાં આનું અપવાદરૂપ રિઝલ્ટ પણ જોવા મળે છે. એટલે કે કેન્સર મટી પણ જાય છે. ખેર આજે આપણે મોઢાના કેન્સર પાછળ જવાબદાર અન્ય કારણે વિશે જાણીશું.
સિગરેટ તંબાકુનું સેવન કરનારા લોકોને જ કેન્સર થાય છે. તેવું નથી. કેન્સર ભારતની સૌથી મોટી બિમારી છે. જેના કારણે હજારો લોકો જીવ ગુમાવે છે. પણ ઘણી વખત એવું પણ બને છે કે જે લોકોએ કયારેય પણ સિગરેટ, શરાબ અને તંબાકુનું સેવન ના કર્યુ હોય તેઓને પણ કેન્સર થઇ જાય છે.
જેના કેટલાંક અન્ય કારણો પણ સામેલ છે.
તડકામાં વધારે સમય સુધી રહેવુ
તડકામાં વધારે સમય રહેવાથી કેન્સરનું જોખમ રહેલુ છે. તાપમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે. જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે તડકાથી ત્વચાનું કેન્સર થાય છે. પરંતુ ઘણી વખત જડબાના હાડકા અને હોઠનું પણ કેન્સર થાય છે. યુ.વી. કિરણો ખુબ જ નુકશાન પહોંચાડે છે. કારણ કે તેમાં સેલુલર મ્યુટેશન હોય છે. તે કેન્સર થવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
અયોગ્ય ખાનપાનના કારણે
આજકાલ બજારમાં મળતા ખાદ્યપદાથોમાં અનેક પ્રકારની મિલાવટના કિસ્સાઓ અનેક વાર પ્રકાશમાં આવે છે.
ખાદ્ય સામગ્રીઓનાં વધારે વળતર મેળવવા હળદર, મરી, લાલ મરચુ પાઉડર, ધાણાજીરૂ, તેલ, લોટ, ચોખા વગેરે ચીજોમાં મિલાવટ કરવામાં આવે છે. જેના કારણે કેન્સર થવાનું જોખમ વધી જાય છે. એ સિવાય ઘણીવાર આપણે એમ વિચારીએ કે ફાસ્ટફૂડસ અને ફાઇડ ફૂડસ ખાવાથી માત્ર મેદસ્વીતાના શિકાર બની જવાય છે. પણ એવું નથી વધારે ચરબીયુકત આહારો અને ખરાબ તેલમાં બનેલા ખોરાકનું સેવન કરવાથી પણ કેન્સર થાય છે.
દાંતોના રોગથી મોનું કેન્સર
મોંની સારી રીતે સાફ સફાઇ ન કરવાથી અથવા મોનું ઇન્ફેકશન થવાથી પણ કેન્સર થાય છે. દાતની સમસ્યા જડબાના હાડકામાં કેન્સરનું કારણ બની શકે છે. દાંતમાં સડો, તૂટેલા દાંત અને તેના સંક્રમણ કેન્સરની સમસ્યા થાય છે.
એચપીવીના કારણે
એચપીવી એટલે હયુમન પૈપિલોમા વાયરસ ૨૦૦થી વધારે વાયરસનો સમૂહ છે. જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં અસુરક્ષિત યૌન સંબંધ, સ્પર્શ કરવાથી અથવા શરદી-ઉધરસના સંપર્કમાં આવવાથી થાય છે. જોકે આમાના વધુ પડતા વાયરસ કેન્સર નથી ફેલાવતા પરંતુ વૈજ્ઞાનિકોએ લગભગ ૧૨ વાયરસોને ‘હાઇ રિસ્ક એચપીવી’ તરીકે ગણયા છે. જે કેન્સરનું કારણ બની શકે છે.
દારૂ પીવાથી
માત્ર તંબાકુ ખાવાથી નહીં શરાબ પીવાથી પણ મોઢાનું કેન્સર થવાનું જોખમ રહેલું છે. જે લોકો વધુ પડતી શરાબ પીવે છે તેઓ માટે શરાબ ન પીનારા લોકો કરતા ૬ ગણુ વધારે જોખમ રહેલું છે.
આમ ‘કેન્સર એટલે કેન્સર’ વર્તમાન સમયમાં આ વાકય અપવાદરૂપ સાબિત થયું છે. કેન્સરના દર્દીઓ માટે તેની માનસિક સ્થિતિ મટાડવા માટે સકારાત્મક હોવી જરૂરી, એટલે ‘ડર કે આગે જીત હૈ આ વાત અહીં વધુ કારગર નીવડે છે.