વિશ્વ પ્રસિદ્ધ એશિયાટીક સિહોની એકમાત્ર જન્મભૂમિ ગીરમાં સિંહોની પ્રજાતિ પર કુદરતી અને માનવસર્જિત સંકટ વારંવાર આવતું રહે છે ભૂતકાળમાં સિંહનો શિકાર કરતી ટોળકી સક્રિય હોવાની હકીકતનો પર્દાફાશ થયો હતો અને શેતાન સિંઘ નામનો શિકારી આખા પરિવાર સાથે ઝડપી લેવાયો હતો અને તેની પાસે થી સિંહ ના અવશેષો મળી આવ્યા હતા ત્યારે સિંહ નો શિકાર કરી તેના અંગો ની તસ્કરી નું મોટું રેકેટ ઝડપાયું હતું જોકે ત્યારબાદ ગિરનાર જંગલમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી….
સિંહનો શિકાર કરતી ટોળકી પકડાયા બાદ ગીરના સિંહોને રેડિયો કોલર નું કવર અને અનેક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી જો કે દર વસ્તીગણતરીમાં સિંહોની વસતી વધતી જ જાય છે હવે તો સિંહ ગીરમાંથી બહાર નીકળીને છેક અમદાવાદ સુધી પોતાની ટેરીટેટી બનાવી ચૂક્યા છે તેવા સંજોગોમાં આજે ફરીથી તાલાલા નજીકના પ્રાચી ગામની સીમમાં અગાઉથી એક તૈયાર કરવામાં આવેલા ફાંસલામાં સિંહબાળ ફસાયું હોવાની જાણ વનખાતાને કરવામાં આવતા વન ખાતાએ તાત્કાલિક ઘટનાસ્થળે જઈને ફાંસલામાં જીવન મરણ વચ્ચે ધકકા ખાઇ રહેલું સિંહબાળ મળી આવ્યું હતું અને તેને શાસનના એનીમલ કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યું છે તંત્રે આ અંગેની તપાસ શરૂ કરીને ફરીથી ગીરમાં કોઈ શિકારી ટોળકી સક્રિય થઇ નથી ને તેની તપાસ હાથ ધરી છે