જામનગરના ઇવાપાર્ક વિસ્તારમાં એક સપ્તાહ પહેલાં એક બિલ્ડર પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે પકડી પાડેલા સાત આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ પર લીધા છે, અને તમામની પૂછપરછ હાથ ધરી છે. જામનગર ના ઇવા પાર્ક વિસ્તારમાં એક સપ્તાહ પહેલાં વહેલી સવારે નવા મકાનના બાંધકામ ના સ્થળે ઉભેલા બિલ્ડર જયસુખ ઉર્ફે ટીનો પેઢડીયા નામના બિલ્ડર પર ફાયરિંગ કરી ખૂનની કોશિશ કરવા અંગે ફૂખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ અને તેના શાર્પ શૂટર સહિતના સાગરિતો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં એલસીબીની ટીમે ભારે રઝળપાટ કર્યા પછી મુખ્ય સૂત્રધાર ગણાતા ભરત ઉર્ફે કચો ચોપડા અને એક ટાબરિયા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં એક બાળ આરોપી ને રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલી દેવાયો છે. જ્યારે બાકીના અન્ય સાત આરોપીઓને ૧૪ દિવસની રિમાન્ડની માગણી સાથે જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે તમામ આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ પર લેવા હુકમ ફરમાવ્યો છે. સમગ્ર મામલે સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને પકડાયેલા આરોપીઓના નિવેદન નોંધવા નું શરુ કર્યું છે. આ ઉપરાંત હજુ આ પ્રકરણમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સહિત અન્ય સાત આરોપીઓ ફરાર હોવાથી તમામ ને પકડવા માટે પણ દોડધામ ચાલુ રાખી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન પૈસાની લેતીદેતી ના વ્યવહાર તેમજ ભૂમાફિયા જયેશ પટેલ સાથે મોબાઈલ ના વોટ્સએપ કોલિંગ થી થયેલી વાતચીત અંગેના પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરી દેવાઇ છે.
Trending
- ગાંધીધામ: સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
- શિયાળાના આ 6 શ્રેષ્ઠ ખોરાકને ખાવામાં ભૂલ તો નથી કરી રહ્યા ને ??
- અમદાવાદનાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ખુલ્લી તલવારે મચાવ્યો આ-તંક
- કાલાવડ પંથક માંથી વીજ કંપનીના 1700 મીટર વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયા
- ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે
- “સ્માર્ટ મીટરિંગ: એનર્જી માટે એક સ્માર્ટ ભવિષ્ય”
- રાજ્યમાં ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
- જાણો કેટલા ડેસિબલ વોઈસમાં ઇયરબડ્સને સાંભળવા જોઈએ ?