ચીનના દાદાગીરીથી અનેક લોકો કંટાળી ગયા છે. ત્યારે ચીને પોતાની વિસ્તારવાદી નીતિને આગળ ધપાવવા તમામ તૈયારી કરી હોવાનું ફલિત થાય છે. અમેરિકાને પરાજિત કરવાનું અને વિશ્વની સૌથી મોટી મહાસત્તા બનવાનું સ્વપ્ન જોતા ચીને તેની ખતરનાક યોજના પર ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે. ચીને 1000 પરમાણુ બોમ્બ બનાવ્યા છે અને તેમાંથી તેણે 100 પરમાણુ બોમ્બનો ઉપયોગ થઈ શકે તેવી રીતે રાખ્યા છે. આટલું જ નહીં, ચીન હવે લાંબા અંતરની કિલર મિસાઇલો બનાવવામાં પણ વ્યસ્ત છે. જે અમેરિકા સુધી અંતરની મારકક્ષમાતા ધરાવે છે.
વિશ્વના 90 ટકા પરમાણુ શસ્ત્રો યુ.એસ., રશિયા અને ચીન પાસે છે. 1980 ના દાયકામાં, સોવિયત સંઘ અને યુનાઇટેડ સ્ટેટ્સ પાસે 10,000 થી વધુ પરમાણુ બોમ્બ હતા, જે નવી શરૂઆત સંધિ દ્વારા અનુક્રમે 6500 અને 5000 થઈ ગયા છે. આ સંધિનો હેતુ કુલ પરમાણુ બોમ્બને ઘટાડીને 1550 કરવાનો છે. જ્યારે અમેરિકા અને રશિયાએ તેમના પરમાણુ શસ્ત્રોની સંખ્યા જાહેર કરી છે, ત્યારે ખંધા ચીને મૌન સેવી લીધું છે.
ચીનમાં 1000 પરમાણુ બોમ્બ છે. આમાંથી 100 અણુ બોમ્બ સક્રિય છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હુમલો કરવા માટે આ અણુ બોમ્બ રોકેટ ફોર્સને આપવામાં આવશે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના આદેશની જરૂર પડશે. નિષ્ણાંતો કહે છે કે રશિયા અને અમેરિકા વચ્ચેના કરાર બાદ હવે ચીનને તેના પરમાણુ શસ્ત્રોમાં વધારો કરવાની તક મળી છે.