200 સાયકલ સવારોએ આપ્યો ‘ઈંધણ’ બચાવવાનો સંદેશ
ભારત પેટ્રોલીયમે યોજી ‘સક્ષમ સાયકલોથોન 2021’
રાજમાર્ગો પર 10 કિ.મી. ફરી સાયકલ ચાલકોએ આપ્યો સંદેશ, રાજકોટ રેન્ડોનીયર્સના સાયકલ ચાલકો પણ જોડાયા
ભારત પેટ્રોલીયમ દ્વારા રાજકોટ રેન્ડોનીયર્સનાં સહકારથી યોજાયેલી સક્ષમ સાયકલોથોનમાં 200 સાયકલ ચાલકોએ ઈંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.
ભારત પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા દર વર્ષે સંરક્ષણ ક્ષમતા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેનો ઉદેશ લોકોને પ્રાકૃતિક ઉર્જાના વપરાશ માટે જાગૃતક કરવાનો હોય છે. આ મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં એક જ દિવસે એક સાયકલોથોનનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે ભારત સરકારના આ ઉદેશને સાકાર કરવા રાજકોટની પ્રતિષ્ઠિત સાયકલીંગ સંસ્થા રાજકોટ રેન્ડોનીયર્સ પણ આ આયોજનમાં સહભાગી થઈ છે. ભારત પેટ્રોલીયમનાં એલપીજી યુનિટ ભારત ગેસ અને રાજકોટની સાયકલીંગ સંસ્થા રાજકોટ રેન્ડોનીયર્સ દ્વારા સક્ષમ સાયકલોથોન 2021નામથી એક સાયકલીંગ રેલીનું આયોજન કરવામાં તા.31ને રવિવારના રોજ કરવામાં આવ્યું હતુ.
હાલની કોરોના મહામારીના કારણે મર્યાદિત સંખ્યામાં સાયકલીસ્ટના રજીસ્ટ્રેશન કરવાનાં હોય માત્ર 200 સાયકલીસ્ટસ આ રેલીમાં ભાગ લઈ શકયા હતા ભાગ લેનાર દરેક સાયકલીસ્ટને ટી શર્ટ, માસ્ક સેનિટાઈઝર, સર્ટીફીકેટ, આકર્ષક ભેટ અને સાથે સાથે રિફ્રેશમેન્ટ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ રેલીમાં 15 વર્ષથી ઉપરનાં 200 સાયકલીસ્ટ ભાગ લીધો હતો.
સમગ્ર આયોજનમાં સરકારની કોરોના અંગેની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતુ દરેક સાયકલીસ્ટનું બોડી ટેમ્પરેચર ચેક કરીને ગ્રાઉન્ડ પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને માસ્ક અને સેનિટાઈઝર આપી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતે સ્થાન આપવામાં આવ્યું હતુ.
રેલીમાં પ્રસ્થાન સમયે પણ થોડા થોડા સાયકલીસ્ટને પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ આ સાયકલ રેલીને ભારત ગેસના ટેરીટરી મેનેજર મહેશ કામ્બલે ટેરીટરી કો ઓર્ડિનેટર અજયભાઈ, રાજકોટ રેન્ડોનીયર્સનાં પરાગ તન્ના રાજકોટ રેન્ડોનીયર્સના જ અલ્ટ્રા સાયકલીસ્ટસ પરેશ બાબરીયા, વિજય દોંગા, સત્યજીત ગેસના વિજય પારેખ, ભારત ગેસના શુભમ ગોયલ, ઉમેશ કાગડે સહિતનાઓએ ફલેગ ઓફ કરીને શરૂ કરાવી હતી.
આ રેલી ભારત સાયકલ, નાનામવા મેન રોડ પરથી શરૂ થઈ શહેરના 10 કીમી ના રાજમાર્ગો પર ફરી ભારત સાયકલ ખાતે પૂર્ણ થઈ હતી પરત આવેલ તમામ સાયકલીસ્ટને આકર્ષક સર્ટિફીકેટ તથા ભેટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન બિગ એફ.એમ.ના આર.જે. વિનોદે કર્યું હતુ આયોજનમાં ભારત સાયકલના અનિકેત રૂપારેલ જીગ્ના રૂપારેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
સમગ્ર આયોજન સરળતા પૂર્વક પાર પડે તે માટે રાજકોટ રેન્ડોનીયર્સના પરાગ તન્ના, પરેશ બાબરીયા, વિજય દોંગા, દીપા થડેશ્ર્વર, હિતેશ વાગડીયા, સહિતનાઓએ ખૂબજ જહેમત ઉઠાવી હતી.