અમારા ગામ, વિસ્તારમાં મત માગવા આવશો નહીં
કોડીનાર તાલુકાના ગામોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
કોડીનાર તાલુકા સુગર ફેકટરી નહીં તો મત નહીં તેમ કોડીનાર તાલુકાના ગામોમાં બેનેરો લાગ્યા છે. બંધ સુગર ફેકટરી મુદ્દે તાલુકાની જનતાએ તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણીનો બહિષ્કાર કર્યો છે.
કોડીનાર તાલુકા ના તેમજ આજુબાજુના વિસ્તારનાં ખેડૂતો,સભાસદો, કર્મચારીઓ માટે જીવાદોરી સમાન સુગર ફેક્ટરી બંધ હોવાથી ખેડૂતો ની પરિસ્થિતિ કફોડી બની છે,ખેડૂતો દ્વારા દરેક પ્રકાર આંદોલન કરવા છતાં પણ સરકાર તેમજ સંચાલકો દ્વારા કોઈ એ પણ ખેડૂતો ની વાત સાંભળી નથી, ખેડૂતો, સભાસદો, કર્મચારીઓ મા આક્રોશ વધતો જાય છે, આથી આવતા દિવસો મા કોડીનાર તાલુકા ના ખેડૂતો,સભાસદો, કર્મચારીઓ નક્કી કર્યુ કે આવતા સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચુંટણી મા કોઈપણ રાજકીય પાર્ટી એ કોડીનાર તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારનાં ગામોમાં પ્રવેશ કરવો નહીં કે મત માગવા આવવા નહીં,દરેક ગામોમાં માં આવનારા દિવસોમાં માં બેનરો લાગશે તેમ જણાવાયું છે.