કામ ધંધેથી નવરા થઇને ચોકમાં કે ઘરના ઓટલે બેસીને કરાતી ટાઇમપાસ મિટીંગોમાં સલાહ-સુચન સાથે સૌ કોઇ વાણી સ્વતંત્રતાના હકક સાથે ગમે તે બોલે, વિકસતા વિકાસે અને મોબાઇલ યુગમાં આ પ્રથા લુપ્ત થતી જાય છે
ઓટલા પરિષદ આ શબ્દ બધાને સાંભળ્યો હશે ને તેમાં ભાગ લીધો હશે, આજે કોઇપાસે સમય નથી તેથી તે લુપ્ત થવાના આરે છે પણ કોરોના હાલના લોકડાઉનમાં આ પ્રથા ફરી જીવંત થઇ હતી. આ એક એવો જલ્વો છે જેમાં બધાને પોતાની વાત રજુ કરવાની તક મળે છે. અલક-મલકની વાતોની વિચાર ગોષ્ઠિ એટલે ઓટલા પરિષદ શેરી કે ચોકમાં રાત્રે કે રજામાં નવરા પડીને બધા ભેગા થાયને શરૂ થાય, ઓટલા પરિષદનું ચર્ચા સંમેલન પુરૂષો જ ભાગ લે તેવું જરુરી નથી સ્ત્રીઓ પણ ઝુંડ બનાવીને ચાપડાજીકર્તાને પંચાયત કરતા પંચાયતી સભા ભારે છે.
જે કરન્ટ વિષય હોય તેના પર ચર્ચા, સલાહ, સુચવો વિશેષ થાય છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં હજી ચોરે બેસીને આજ ઓટલા પરિષદ જીવંત છે. મોટી ઉંમરના વડીલો બીડીયું પીતા પીતા આખા મલકની વાતો કરતાં હોય છે. શહેરોમાં નિવૃત કે સિનિયરો પણ સવારે 10 થી 1ર ને સાંજે 4 થી 6 નિયમિત મળે ને અલક-મલકની વાતો કરે એમાંય જો મોંધવારી વધારો જાહેર કરાય તો તેની ચર્ચા બાદ ટી પાર્ટી પણ કરાય છે.
બદલાતી લાઇફ સ્ટાઇલે હવે ચાની હોટેલે કે પાનનાં ગલ્લે યુવા ધનનું ટોળુ ભેગું થાય ને કલાકોની બેઠક બાદ અંતે ઘર ભેગા થઇ જાય છે. ઓટલા પરિષદના રૂપરંગ બદલાય ગયા છે. પહેલા તો શહેરનાં કે ગામડાના અમુક ચોક નકકી જ હતા જયાં નવરા ધૂપના ટોળાઓ વિવિધ ચર્ચાઓમાં મહાગુણ હોય તો અમુક કેરમ, ચોકડી, છકડી કે રમી રમતાં હોય છે. જુના ગીતોના શોખીનો ગીતો સાંભળતા ગીત ગુનગુનાવતા હોય છે. જો કે આવા દ્રશ્યો હવે જાુજ મળે છે. આજે તો બધા ટોળી બનાવીને બેસે તો ખરા પણ બધા પોત પોતાના મોબાઇલમાં વ્યસ્ત હોય, આજે તો સ્ત્રીઓ પણ સ્માર્ટ ફોન લઇને આંગણે બેઠી જોવા મળે છે.
પહેલા ટી.વી. મોબાઇલ કશું જ ન હતું ત્યારે ઓટલા કે ઉંમરે બેસીને ટોળું કલાકો સુધી વાતો કરતું, એ જમાનામાં કોઇ ફિલ્મ જોઇ આવે તો આખી સ્ટોરી પણ કરે, ક્રિકેટ મેચની વાત પણ આવી જાય, ટુંકમાં આ બધી સિસ્ટમથી માનવી ટ્રેસ મુકિત થઇ જતાં, ઓટલા પરિષદમાં જો કોઇ નવું વ્યકિત આવે તો બધા ચૂપ થઇ જતાં હતા. દરરોજ સાથે બેસતા લોકોનું ફૂલ કોરમ હોય તો ઓટલાની ચર્ચા સભા ખુબ જ જામે છે. કેટલાક સાથે સંબંધ બગડયા હોય તો ચર્ચાની વાતમાં ટોણો પણ મારતા જોવા મળે છે. ચર્ચામાં ભૂત-પ્રેતની વાત, રાજકારણની વાતો કોઇના અવસાનની વાત, તહેવારોની ઉજવણીની વાતો સાથે દરિયા પારના દેશો પાડોશી દેશોની વાતો પણ ચર્ચામાં આવી જાય છે. કોઇ વિદેશ ગમન કરી આવ્યું હોય તો બધા તેનીવાતો રસપૂર્વક સાંભળીને લાંબી ચર્ચા ચાલે છે. ઓટલા પરિષદમાં વાણી સ્વાતંત્ર્યનો પૂરો હકક હોવાથી ગમે તે સલાહ સુચન કે નિયમો બનાવવાની વાતો બેધડક કરતાં જોવા મળે છે.
કારખાના વર્ગમાં મંગળવારની રાત્રી અને સરકારી નોકરિયાત શનિવારની રાત્રીમાં લાંબા સમય જોડાય છે અને હા… સ્ત્રીઓને તો કોઇ બંધન નહીં તે વીક ના બધા દિવસ મુકત મને ટોળા બનાવીને આંગળાની બહારનાં ઓટલે સભા શરૂ કરી શકે છે. આજે તો મોબાઇલમાં આવતા વિડીયો વિશે પણ બધાને ખબર હોય તો પણ કલાકો સુધી તેની ચર્ચા આ ઓટલા પરિષદે કરાય છે. ઘણીવાર તો આવા જાુથ નાના મોટા
સેવાકિય આયોજન કરીને બીજાને મદદરૂપ થતાં જોવા પણ મળે છે. મોબાઇલનું ચલણ વધતા ટીવી જોવાનું પણ લોકોએ ઓછું કર્યુ છે. સ્ત્રીઓ સિરિયલ અચુક જોવે છે. વન-ડે કે ટી-ર0 હોય તો પુરૂષો પણ ટીવી સામે બેસે છે. બાળકોને તો હમેંશા કાર્ટુન જોવા ગમે છે.મુકત વાતાવરણમાં ઉછરેલ આજના મા-બાપો જ પોતાના સંતાનોને મુકત વાતાવરણ આપતાં નથી.
ગામડાનો જલ્વો અનેરો હોય છે. જાુનીજાુની વાતોતો દોર ચાલુ થાય તો એક બીજા પોત-પોતાના જમાનાની વાતું એ ચડી જાય છે. અભણનાં ટોળા વચ્ચે કોક ભણેલ છાપું વાંચીને બધાને વાત કરતો પણ જોવા મળે છે. ઓટલા પરિષદમાં નવી કડી વાતોમાં મીઠું ભભરાવીને રસપુચુર રજુ કરવામાં ઘણા માહિર હોય છે, ટ્રમ્પ હોય કે બીડેન, ચીન હોય કે જાપાન બધા દેશો સાથે આખા વિશ્ર્વની વાતો, વર્લ્ડ બેંક, અર્થતંત્ર વિગેરે તમામ વિષયોની અહિં ચર્ચા થતી જોવા મળે છે. ઓટલા પરિષદમાં રાજકારણની ચર્ચા રાજીનામા પાર્ટી બદલું વિગેરેમાં સલાહ સુચનની ભરમાર જોવા મળતી હોય છે.
નાના બાળકોની ટોળી, તરૂણો, કિશોરોની ટોળી, યુવાનોની ટોળી, વડિલોની ટોળી વિગેરે આવી વિવિધ જાુથો વચ્ચેની બેઠકો મોડી રાત સુધી ચાલતી હોય છે. પહેલા તો વિવિધ રમતો દેશી રમતો રમતાને બાકીના ચોવટ કરતા પણ આજે બદલાતા યુગે તેમાં પણ પરિવર્તન જોવા મળે છે. ઓટલો એવો શબ્દ છે જે અલખ સાથે પણ આપણે જોડયો છે. કેટલાક ગ્રુપો હારમોન્યિમ, તબલા, મંજીરા જેવા સાજ લઇને ભજતો પણ લલકારતા હોય છે. સંઘ્યાટાળે મંદિરે આવા દ્રશ્યો બહુ જોવા મળે છે. પહેલા સ્ટ્રીટ લાઇટના થાંભલા નીચે ટોળા ભેગા થતા આજે બજારે કે શેરી નાકે આવેલા ચોકમાં ટોળા ભેગા થાય છે. શેરીમાં આવેલ મોટા ઓટલે બધા ભેગા થાયને ધીંગા મસ્તી કરે ને મકાન માલિક તેને તગડી મૂકે તેવા બનાવો પણ બનતા હતા.
પંચાત ઉ5રથી પંચાયતી શબ્દ બન્યો હશે અગાઉ ભેગા થઇને થતી વાતો મીટીંગ સ્વરૂપે આવી હોય એવું બની શકે પણ અહીં થતી વાતોમાં ઘણીવાર દમનો જોવા મળે છે. ચુંટણી વખત તો ઘણીવાર ઉમેદવાર પણ આવીને વાતોમાં જોડાય જાય છે. ચુંટણી વખતે તો ઘણીવાર ઉમેદવાર પણ આવીને વાતોમાં જોડાય જાય છે. ઓટલે ચર્ચા કરતાંને બોલતાં, વિચારો રજુ કરતાં કેટલાક રાજકારણમાં પણ આગળ આવ્યાના દાખલા છે તો કેટલાક સારા વકતા પણ બની ગયા છે. રાત્રે વાળુ પાણી કરીને બધા એક બીજાની ડેલીમાં બહાર નીકળવાની રાહ જોતા હોય છે. કોક ન આવે કે મોડું થાય તો તેની પણ ચર્ચા લાંબી ચાલે છે. મહેમાન આવે તો તેને પણ ઓટલે તો બેસાડવામાં બધા જ લાવે, શેરી ગલ્લી કે નાના ગામોમાં કોઇની છોકરી જો કોઇ અજાણ્યા છોકરા સાથે ભાગી જાય તો અને કોઇ લફરાની વાત આવે તો ઓટલા પરિષદે ચર્ચા જામે છે. સલાહ સુચનાનો વરસાદ વરસી પડે છે. તો કેટલાક માર ધાડની વાતો કરે છે પરંતુ છેલ્લે તો આપણે શું એમ કહી બધા પોતાના ઘર ભેગા થઇ જાય છે.
પહેલાની આવી ટોળીની પંચયતમાં તો અમુકને મઝા જ પડી જતી હતી. ઘણાનો કોઇકની નેગેટીવ વાત હોય તેને મીઠું ભભરાવીને મસાલેદાર બનાવીને ચર્ચામાં રજુ કરતાં હોય છે. ઓટલા પરિષદમાં કોઇ વિષય કે સમયના બંધનો હોતા નથી. તેની ટોળાની સંખ્યા પણ નકકી ન હોય જેટલા હોય તેટલા શરુ કરી દે ને બાકી નવા આવે તે ચર્ચામાં જોડાતા જાય છે. ઓટલા પરિષદમાં કેટલાક તો ગપ્પા બાજ હોય છે. ઘણીવાર તો બધા કહે કે એલા આ તુ સાચુ તો બોલે છે ને? કલ્પના શકિત શબ્દ ભંડોળ, મૌખિક અભિવ્યકિત સાથે પોતાની વાત રજુ કરવાની કલા જ એટલી સરસ હોય કે સાંભળનાર ને સાચી લાગે ને રસ પણ પડે છે.
ટી.વી. મોબાઇલે બંધ કરી ઓટલા પરિષદો
પહેલા બધા રાત્રે જમીને શેરીમાં કે ચોકમાં સ્ટ્રીટ લાઇટના થાંભલે કે કોઇ મકાનના મોટા ઓટા પર બધા ભેગા થઇને અલક મલકની વાતો કરીને આખા દિવસનો થાક ઉતારતાં એ સમયે કોઇને ટ્રેસ રહેતું જ નથી. બધા પોતાની વાત હકકથી રજુ કરતાં હતા. એ લાઇફ સ્ટાઇલમાં ખુબ જ મઝાને આનંદ હતો પણ બદલાતા યુગે આજે ટીવી મોબાઇલ કલ્ચરે આ ઓટલા પરિષદ ને લુપ્ત કરી દીધી છે. આજે ચોકમાં ટોળા વળીને સૌ બેસે કે પાન વાળાને ત્યાં બધા ભેગા થાય પણ સૌ પોત પોતાના મોબાઇલમાં રચ્યા પચ્યા રહે છે. શેરીની બધી સ્ત્રીઓ આજે પણ રાત્રે ટોળુ વળીને બેસે છે. બાળકો પહેલા આપણે સૌ શેરીમાં રમતા તેવું આજે કયાંય જોવા મળતું નથી. વિકસતા વિજ્ઞાને અને અદ્યતન ભૌતિક સુવિધાએ આપણો ઘણો બધો આનંદ છીનવી લીધો છે. આજે તો કયારેક ગામડે જાય તો ચોરે મોટી ઉમરના બેઠેલા જોવા મળે છે.