વિદેશી સ્માર્ટ ફોન મોંઘા થશે પણ ઘર આંગણે બનતા સ્માર્ટફોન અને ચાર્જર સસ્તા થાય તેવી રણનીતિ
કેન્દ્રીય સામાન્ય બજેટ 2021-22 રજૂ થઈ ચૂક્યું છે. બજેટમાં ઈલેકટ્રોનિક આઈટમને લઈને પણ ઘણું કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રીના બજેટમાં જણાવાયું છે કે, રેફ્રીજરેટર અને એર કંડીશન, એલઈડી લેમ્પ, મોબાઈલ ફોન અને પાવર બેન્ક માટે ઈમ્પોર્ટેડ પ્રોડકટની કસ્ટમ ડયૂટી વધારવામાં આવી છે. આવી રીતે 2021માં મોબાઈલ ફોનના સ્પેર પાર્ટસ, પાવર બેંક પર 2.5 ટકાની કસ્ટમ ડયૂટી જાહેર કરવામાં આવી છે. એસી અને રેફ્રીજરેટરના કમ્પ્રેસર પર કસ્ટમ ડયૂટી 12.5 ટકારી વધારી 15 ટકા કરવામાં આવી છે.
આ 2.5 ટકાની વૃદ્ધિનો અમલ 1લી એપ્રીલથી શરૂ કરવામાં આવ્યો છે. સામાન્ય બજેટ પછી આવનારા ફેરફારોમાં ઘરેલું ઉત્પાદનને વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ પ્રયાસો એવા લોકો માટે છે જેઓ લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો અંતર્ગત રોજગારી મેળવે છે. મોબાઈલ ખરીદી મોંઘી થઈ જશે. બજેટમાં મોબાઈલના સ્પેર પાર્ટસમાં ચાર્જરમાં કસ્ટમ ડયૂટીવધારવામાં આવી છે.
ભારતમાં બનનારા મોબાઈલનું વેંચાણ વધશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. ભારતના સ્માર્ટ ફોન તરફ લોકો વળે તે માટે સાઓમી, પપલ, સેમસંગ, સ્માર્ટ ફોનની કિંમતો વધશે. જો કે ભારતમાં એપલના અનેક મોડેલો બનાવવામાં આવે છે. આવા મેઈડ ઈન ઈન્ડિયા ફોનમાં રાહત મળશે.
ચાર્જરના કેટલાક સ્પેર પાર્ટસ અને મોબાઈલના તમામ સ્પેર પાર્ટસ પર છુટ પણ આપવામાં આવી છે. ડિજીટલ ચૂકવણી અંગે પણ બજેટમાં ઘણુ બધુ કહેવામાં આવ્યું છે. આ માટે 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે.