જે લોકો ઘરની જવાબદારી સંભાળતા હોય છે તેમને મહિનામાં કેટલા પૈસા ખર્ચ કરવાનાં છે તેની યોજના બનાવતા હોય આ યોજનાને બજેટ કહેવામાં આવે છે. બજેટ બનાવીને તમે અગાઉથી નક્કી કરી શકે છે કે તમારે કઈ જગ્યાએ કેટલો ખર્ચ કરવાનો છે. બજેટ ફક્ત તમારી આવક સાથે તમારા ખર્ચને સંતુલિત કરે છે.આ વાત થઈ ઘર ચલાવવાની દેશને ચલાવવા માટે સરકારને બજેટ રજૂ કરવું પડે છે.
સામાન્ય ઘરનું બજેટ બનાવવામાં અને સરકાર જે બજેટ બનાવે છે તે બન્ને અલગ હોય છે.
*સરકારી બજેટ કયા પ્રકારનું છે ?*
સરકારનું બજેટ ત્રણ પ્રકારનું હોય છે: ઓપરેટિંગ અથવા વર્તમાન બજેટ, મૂડી અથવા રોકાણોનું બજેટ અને રોકડ અને રોકડ પ્રવાહ બજેટ.
*બજેટ કોણ બનાવે છે ?*
નાણાં મંત્રાલય, એનઆઈટીઆઈ આયોગ અને અન્ય સરકારી મંત્રાલયો બજેટ બનાવવાની પ્રક્રિયામાં જોડાય છે. નાણાં મંત્રાલય દર વર્ષે ખર્ચના આધારે માર્ગદર્શિકા જાહેર કરે છે. બજેટ તમામ મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સ્વાયત્ત સંસ્થાઓ, સંરક્ષણ દળ અને સામાન્ય જનતા માટે હોય છે.
અંદાજે 100 લોકોનો સ્ટાફ બજેટ બનાવવાની પ્રક્રિયામાં જોડાયેલો હોય છે જે 2-3 અઠવાડિયા સુધી નોર્થ બ્લોકની ઓફિસમાં જ રહે છે.આ પ્રક્રિયા દરમિયાન તેમણે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવાની અને મળવાની મંજૂરી હોતી નથી.
*પીએમ સાથે ચર્ચા કરવામાં આવે છે:*
બજેટમાં ટેક્સ અંગેનો અંતિમ નિર્ણય નાણામંત્રી સાથે લેવામાં આવે છે અને બજેટ રૂજુ કર્યા પહેલા દેશના વડાપ્રધાન સાથે પણ ચર્ચા કરવામાં આવે છે.
*બજેટનો ઇતિહાસ:*
દેશમાં બજેટનો ઇતિહાસ ઘણો લાંબો છે. બ્રિટિશ સરકારે 7 એપ્રિલ 1860 ના રોજ પ્રથમ વખત ભારત માટેનું બજેટ રજૂ કર્યું હતું. આ પછી, 18 ફેબ્રુઆરી 1869 ના રોજ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ફાઇનાન્સ સભ્ય શ્રીમાન વિલ્સનએ ભારત માટેનું બજેટ રજૂ કર્યું. બ્રિટીશ રાજના અંત પછી, 26 નવેમ્બર 1947 ના રોજ, સ્વતંત્ર ભારતના પ્રથમ નાણા મંત્રી, સર આર.કે. શાનમુખમ ચેટીએ બજેટ રજૂ કર્યું પરંતુ આ તમામ બજેટ અંગ્રેજીમાં હતા. આઝાદી પછી, સતત આઠ વખત અંગ્રેજીમાં બજેટ બનાવવામાં આવ્યું હતું. વર્ષ 1955-56 માં પ્રથમ વખત, બજેટ બંધારણ પણ સત્તાવાર ભાષા હિન્દીમાં પ્રકાશિત થયું. આ પછી, બજેટ અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવે છે.