બહુજન સુખાય: બહુજન હિતાય:.. વસુદેવ કુટુંબકમ ની ભાવના થી રચાયેલી સામાજિક વ્યવસ્થામાં એક તબક્કે “મહાજન પ્રથા’ની સંસ્કૃતિ ની સામાજિક સુરક્ષા કવચની વ્યવસ્થામાં સમાજના નબળામાં નબળા વર્ગને પણ ક્યારેય અસલામતીની ભાવના નો કે ભયભીત અવસ્થામાં જીવવાની મજબૂરી વેઠવી પડતી ન હતી ,આર્થિક-સામાજિક ચડતી પડતી કે આફતના સમયમાં ગામડાનો ગરીબ અને આર્થિક રીતે પછાત વ્યક્તિને પણ સામાજિક સાહુકાર મહાજનોની હૂંફ મળી રહેતી હતી, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના સામાજિક જીવનમાં રાજાશાહી યુગથી લઈને સ્વતંત્રતા પછીના સામાજિક રાજકીય વિકાસના વિન્ડો પિરિયડ જેવા સમયમાં સામાજિક ધોરણે સ્વયંભૂ અસ્તિત્વમાં આવેલી “મહાજન પ્રથા “સામાજિક સમસ્યાઓ સામે સુરક્ષાકવચ બનીને પોતાનું ઉત્તરદાયિત્વ અદા કરતું હતું. ગ્રામ્ય સંસ્કૃતિમાં જ્ઞાતિ અને કુળની દ્રષ્ટિએ માત્ર એકાદ ખોરડાની મહાજન પરિવાર ની વસ્તી આખા ગામડાનું “ઢાંકણું ’બનીને સામાજિક સુરક્ષાનું કવચ બની રહેતું હતું,, મોટાભાગે વેપારી વ્યવસાય સાથે સંકળાયેલા મહાજનો ની જાહોજલાલી અને આર્થિક સામર્થ્ય પોતાની સુખ સાયબી અને વૈભવવિલાસ પૂરતા મર્યાદિત ન રહીને “વસુદેવ કુટુંબકમ’ ની ભાવના ને ઉજાગર કરીને ગામના ગરીબ અને અતિ ગરીબ દરિદ્ર નારાયણ પરિવારોને પણ પોતાની હૂંફ આપવા માં દાતારી સમજતા હતા જીવ દયા માનવસેવા અને પરમાર્થી સંસ્કારો ધરાવતા મહાજનો ભૂખ્યા દુખીયા અને દરિદ્ર નારાયણ માનવીઓની સેવામાં તો ક્યારે પાછી પાની કરતા જ નહીં ,પરંતુ અબોલ પશુ પક્ષીઓ પર પણ કૃપા રાખવામાં જરા પણ કસર કરતા નહીં ગામમાં ગાયોના વિભાવ ની વ્યવસ્થા હોય કે ગૌશાળાઓ નું નિર્માણ, પક્ષીઓ ના ચબુતરા, ગામના ધણ માટે હવેડા, ક્ધયા કેળવણી માટે ક્ધયાશાળાઓ અને દુકાળ કે અતિવૃષ્ટિના કુદરતી આપતો ના સમયમાં સામૂહિક રસોડા અને અન્ય ક્ષેત્ર ચલાવવામાં મહાજનો ક્યારેય પાછી પાની કરતા નહીં વારસાઈ કુટુંબીક સંસ્કારમાં જ ગરીબ દીન દુખિયાની સેવાને પરમોધર્મ સમજતા મહાજન સંજનનોને કોઈપણ જ્ઞાતિ જાતિ ધર્મ તે વર્ગની બહુમતી ધરાવતા ગામડાઓ સ્વયંભૂ સરપંચ ની જવાબદારી સોફા હતા અને સૌરાષ્ટ્રના ભાતીગળ પંચાયતી રાજના ઇતિહાસમાં એક જ પરિવાર નો કોઈ એક જ વ્યક્તિ મહાજન ત્રણ દાયકાઓ સુધી સરપંચ ની જવાબદારી બિનહરીફ નિભાવ્યા ના ઇતિહાસ આજે પણ મોજૂદ છે
પડધરી ગ્રામ પંચાયતના વહીવટી ઇતિહાસમાં શાંતિલાલ મહેતા ના બે દાયકાથી વધુ ના સરપંચ કાળના સમયની મહાજન સખાવત આજે પણ લોકો યાદ કરે છે કુશળ વહીવટકર્તા જાહેર સંપત્તિનો કરકસર ભર્યો વિકાસશીલ ઉપયોગ દુકાળના સમયમાં ગામની સેંકડો ગાયો અને પશુપાલકોના પશુધનને ગુજરાત સરકાર તરફથી મળતી નજીવી ગ્રાન્ટ નો કરકસર ભર્યા ઉપયોગથી ઘાસચારાની વ્યવસ્થા માટે મોંઘા ભાવનું ઘાસ ખરીદવાના બદલે આખેઆખા શેરડી ના વાળ ઉધના રાખીને પશુપાલકોની શ્રમ સેવા થી સરકારની ગ્રાન્ટ માં સારી રીતે પશુઓના નિભાવ ઉપરાંત કરકસરથી હજાર રૂપિયાની બચત કરીને શાંતિલાલ મહેતાએ મહાજન ધર્મનો ઈતિહાસ રચ્યો હતો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઘણા એવા મહાજન પરિવારોના સમાજસેવાના દાખલા છે જે ખરાંઅર્થમાં”મહાજન”સમાજના મોટા સમૂહના સફળ સુકાની પ્રતિનિધિત્વ કરનારા સાબિત થયા હતા, જે ગામ પંથકમાં મહત્વનું હોય ત્યાં સામાજિક દુ:ખ સંતા કુદરતી આફતો કે કાયદાકીય મુશ્કેલીઓ આવે તો તેનું સઘળું ભારણ મહાજન પોતે લઈને છેવાડાના લોકોનું સામાજિક રક્ષણ કરતા હતા મહાજન પ્રથાનું અસ્તિત્વ પંચાયતીરાજ સુદ્રઢીકરણ સાથે સાથે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પણ આશીર્વાદરૂપ બનતું હતું નાના-મોટા ઝઘડા ઓની પતાવટ દારૂ જુગાર જેવી સામાજિક બદીઓ ને ગામમાં આવતા અટકાવવામાં મહાજન સમુદાય ઢાલ બનીને સમાજની સુરક્ષા કરતું હતું કોઈપણ સબંધી કે બારવટીયા જેવી અસામાજિક આસુરી શક્તિઓ સામે મહાજન નીડરતાથી લડી લેતા હતા, જે ગામ તાલુકા જિલ્લામાં રાજકીય સામાજિક રીતે મહાજન-મોવડીઓ જાહેરજીવનમાં સક્રિય હોય ત્યાં સામાજિક શાંતિ અને ગુનાખોરી વગરની જીવનશૈલીનું સ્વયંભૂ નિર્માણ થતું હતું જૂના જમાનાની વીતેલા દાયકાના સામાજિક જાહોજલાલી ઉત્તરદાયિત્વ ના પ્રતિક બનેલ મહાજન પ્રથા સમાજ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ બની રહી હતી આજે પણ લોકો મહાજનોની પરમાર્થ વૃત્તિ, સખાવત, દાન-પુણ્ય, માનવતા, પશુ પક્ષી દીન દુખિયાની સેવા ગૌરવગાથા ઓ યાદ કરી રહ્યા છે