હવે તા. ૩૧મીથી ૨૭ ફેબ્રુઆરી બીજા તબક્કાનું નિધિ સમર્પણ અભિયાન; ઘરે ઘરે જઇને અનુદાન માટે અપીલ કરાશે
ગુજરાતમાં શ્રી રામ મંદિરના નિર્માણ માટે નિધીનો ધોધ વહયો છે. અભિયાનના પ્રથમ તબક્કામાં થોડા જ દિવસોની અંદર રૂ. ૧૦૦ કરોડની નિધિ એકત્ર થઈ ગઈ છે. હવે બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. તેમાં પણ રૂ. ૧૦૦ કરોડ એકત્ર થાય તેવી સંભાવના સેવાઇ રહી છે.
રામ જન્મ ભુમિ તિર્થ ક્ષેત્રના નિધી અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પ્રથમ તબક્કામા ૧૦૦ કરોડ રૂપિયાની નિધી સમર્પણ થયું છે. ત્યારે ૩૧ જાન્યુઆરીથી બીજા તબક્કાનું અભિયાન વિશ્વ હિન્દુ પરિષદ કરવા જઇ રહી છે. હવે વિહીપ લોકોના ઘર ઘર સુધી જઇ સમર્પણ નિધી એકત્ર કરશે. પ્રચાર પ્રસાર પણ વધારે જોરશોરથી કરાશે.
ગુજરાત શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા હવેથી બીજા તબક્કાનું સમર્પણ નિધી અભિયાન શરૂ થશે. ૧૫ જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલનાર શ્રી રામ જન્મ ભુમિ તિર્થક્ષત્રના નિધી સમર્પણ અભિયાન અંતર્ગત બીજા તબક્કા વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘ અને વિચાર સંસ્થાઓના કાર્યકર્તાઓ હવે ઘરે ઘરે સંપર્ક કરી પ્રત્યેક હિન્દુને મંદિર નિર્માણ કાર્ય સાથે જોડવાના છે. અત્યાર સુધી પ્રથમ તબક્કામાં ૧૦૦ કરોડની રકમ સમર્પણ નિધીમા આવી છે.
હવે વિહિપ જશે દ્વારે દ્વારે રૂપિયા ૧૦, ૧૦૦ અને ૧૦૦૦ ની પાવતી દ્વારા ગુજરાતના ૧૮૫૫૬ ગામોમાં પ્રત્યેક ઘર સુધી પહોંચવાનો સંકલ્પ કરાયો છે. બીજા તબક્કાનું અભિયાન ૩૧ જાન્યુઆરીથી શરૂ થશે અને ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં તમામ વર્ગના લોકોએ રામ જન્મ તિર્થ ભુમિ ક્ષેત્ર માટે નિધી સમર્પણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. બીજી તબક્કામાં લાખો કાર્યકર્તા જશે પરંતુ સાથે મહિલાઓ પણ ડોર ટુ ડોર જઇ નિધી સમર્પણમાં લોકોને હિસ્સેદારી કરાવશે. એક અંદાજ મુજબ હજુ ૧૦૦ કરોડ રૂપિયા ફંડ મળી શકશે. રામ મંદિરના નિર્માણ માટે સુરતના ડાયમન્ડ ક્ષેત્રના ટોચના બિઝનેસમેન ગોવિંદભાઇ ધોળકિયાએ ૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ સિવાય સુરતમાંથી મહેશ કબૂતરવાલાએ ૫ કરોડ, લવજી બાદશાહએ ૧ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. જ્યારે અન્ય પણ વેપારીઓએ ૫ લાખથી ૨૧ લાખ સુધીનું દાન આપ્યું હતું. તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડફિયા અને ખજાનચી સુરેન્દ્ર પટેલે પણ ૫ લાખ રૂપિયાદાન આપ્યું હતું.ગત જુલાઈમાં તલગાજરડામાં યોજાયેલી ઓનલાઈન રામ કથામાં મોરારિબાપુએ મંદિરના નિર્માણમાં ૫ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ૧૬ કરોડની રકમ એકઠી થઈ હતી.કથાકાર રમેશભાઇ ઓઝાએ ૫૧ લાખના દાનની જાહેરાત કરી હતી. તેમજ બાન લેબના મૌલેશ ઉકાણીએ ૨૧ લાખ અને મારૂતી કુરિયરના રામભાઇ મોકરીયાએ ૧૧ લાખનું દાન આપ્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ રૂપિયા ૫ લાખ આપવાની જાહેરાત કરી હતી. જૠટઙ છારોડી દ્વારા પણ મંદિરના નિર્માણ માટે દાન આપવામાં આવ્યું છે. મંદિર વતી શાસ્ત્રી સ્વામી માધવપ્રિય દાસ મહારજે રૂ.૫૧ લાખનું દાન આપ્યું છે.
શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભવ્ય મંદિરના નિર્માણ માટે આખા દેશમાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં ૧૫ જાન્યુઆરીથી ૨૯ જાન્યુઆરી સુધીના પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ પ્રથમ તબક્કામાં રાજ્યના વેપારીઓ અને મહાજન મંડળોએ રામ મંદિરના નિર્માણ માટે લગભગ ૧૦૦ કરોડ જેટલી નિધિ સમર્પિત કરી છે. આ અભિયાનના બીજા તબક્કામાં ૨ લાખ કાર્યકરો જોડાશે, જે ગુજરાતના ખૂણખૂણે જઈને નિધિ એકઠી કરશે. આ અંગે ગુજરાત પ્રાંતના પ્રમુખ અશ્વિન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં દરેક જગ્યાએથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, અમારા કાર્યકરો દરેક ગામમાં ફરશે. આ મહા અભિયાનમાં તમામ વર્ગના લોકો સાથ આપશે એવી અમને આશા છે.
રામ મંદિરના નિર્માણ માટે સુરતના ડાયમન્ડ ક્ષેત્રના ટોચના બિઝનેસમેન ગોવિંદભાઇ ધોળકિયાએ ૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ સિવાય સુરતમાંથી મહેશ કબૂતરવાલાએ ૫ કરોડ, લવજી બાદશાહએ ૧ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. જ્યારે અન્ય પણ વેપારીઓએ ૫ લાખથી ૨૧ લાખ સુધીનું દાન આપ્યું હતું. તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડફિયા અને ખજાનચી સુરેન્દ્ર પટેલે પણ ૫ લાખ રૂપિયાદાન આપ્યું હતું.
ગત જુલાઈમાં તલગાજરડામાં યોજાયેલી ઓનલાઈન રામ કથામાં મોરારિબાપુએ મંદિરના નિર્માણમાં ૫ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ૧૬ કરોડની રકમ એકઠી થઈ હતી.
પાટણના સેવાભાવી મુસ્લિમ બિરાદર ર્ડા. હમીદભાઈ મન્સૂરીએ રામ રહીમના ભેદ વગર રામ મંદિરના નિર્માણ માટે રૂ. ૧.૫૧ લાખ શ્રી રામ જન્મભૂમિ નિર્માણ નીધિ સમિતિને અર્પણ કર્યા હતા. તબીબે જણાવ્યું હતું કે રામ રહિમ એક છે. દરેક ધર્મના સિદ્ધાંત એક છે. માનવે આવા વાડા ઉભા કરી ધર્મના નામે ઝઘડા ઉભા કર્યા છે. ગુજરાતના કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ અભિયાન અંતર્ગત આજે મેંદરડા કાર્યાલય ખાતે પહોંચી રૂ. ૧૧ લાખનું દાન આપ્યું હતું.
સુરતના હીરા વેપારીની દીકરીને લગ્નના ફેરા ફરતા પહેલા ક્ધયાદાનમાં રૂ.દોઢ લાખ મળ્યા હતાં, પરંતુ આ દીકરીએ રૂપિયા રામ મંદિર નિર્માણમાં દાન કરી દીધા છે. દ્રષ્ટી રમેશભાઈ ભલાણી વ્યવસાયે જ્વેલરી ડિઝાઈનર છે. તેના રવિવારે લૂમ્સના બિઝનેસમેન સિદ્ધાર્થ સાથે લગ્ન હતાં. જેમાં દૃષ્ટિના પિતાએ ક્ધયાદાનમાં રૂ.દોઢ લાખનું દાન કર્યું હતું.
આ ઉપરાંત ભુજની ભાગોળે હરિપરમાં રહેતા ગરીબ પરિવારે ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે નિધિ નોંધાવતાં તેમના ઝૂંપડે પહોંચેલા રામસેવકો ગદગદ થઇ ગયા હતા. ફાળો લેવા આવેલા સ્વયંસેવકોને આવકારતાં એક વૃદ્ધાએ નશબરીની જેમ હું તમારી રાહ જોતી હતીથ તેમ કહીને રામભક્તિની અનેરી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે નઅમારા ઘર સુધી કોઈ મંદિર માટે દાન લેવા માટે આવ્યા હોય તેવા તમો પહેલા છો, અમને આનંદ એ વાતનો છે કે તમોએ અમને તમારા માન્યા છેથ તેમ કહીને જાણે ધન્યતા અનુુભવી હતી. નહિન્દુ ધર્મ વિશે આટલા જાણકાર છો તો પછી આ ઈસ્લામિક નામ કેમથ ? તેવું પૂછતાં તેમણે પૂર્વજોએ ભૂલ કરી છે એમનો અમને રજં છે તેવો પ્રત્યુત્તર આપ્યો હતો. વાતોના દોર બાદ વૃધ્ધાને નિધિ લખાવવા જણાવાયું તો તેના ઘરમાં જેટલા સભ્યો હતા એ રઘુ જુસબ કોલી, વાલજી જુસબ કોલી, કલ્પેશ ઈબ્રાહિમ કોલી, આયશા ઈબ્રાહિમ કોલી એમ બધાના નામે જણદીઠ ૨૦૦ રૂપિયા લખાવ્યા.