આગામી સ્થાનિક સ્વરાજય ની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા યુવાનોને ૨૫ ટકા ટિકિટ આપવામાં આવે તેવી વંથલી તાલુકા યુવા ભાજપ દ્વારા માંગ કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ યોજવા અંગેની જાહેરાત થતાની સાથે જ સ્થાનિક ચૂંટણીઓ લડવા પોતાને ટિકીટ મળે તે માટે ઉમેદવારી કરવા લોકો લાઇનમાં જાડાઇ રહયા છે
આ તકે નરેડી ગામના યુવા આગેવાન અને વંથલી તાલુકા યુવા ભાજપ પ્રમુખ મનોજભાઇ ઠુંમરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને એક પત્ર પાઠવી ચૂંટણીઓમાં ૨૫% યુવાનોને ટિકીટો આપવા માગણી કરી છે.
મનોજભાઇ એ જણાવ્યું છે કે આપના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેઓએ પેઇજ સમિતિ બનાવી હોય તેવા લોકોએજ ટિકીટ માગવી આ પેઇજ સમિતિ નું કામ મોટે ભાગે યુવા કાર્યકરોએ જ કર્યું હોય છે. માટે પંચાવન વર્ષથી વધારે ઉંમર ધરાવનારને ટિકીટ આપવામાં નહી આવે. યુવાનો પક્ષના કાર્યકર તરીકે ૨૦-૨૫ વર્ષ ની ઉમરે જોડાતા હોય છે. તેમાં એક કે બે વખત પક્ષના પ્રમુખ કે મંત્રી તરીકે રહેતા હોય છે. અને ૪૫ વર્ષ સુધી મોરચામાં કામ કરતા હોય છે જો આ સમયે તેમને ટિકીટ આપવામાં ન આવે તો જનરલ પાંચ વર્ષ ઓબીસી પાંચ વર્ષ એ.સી.,પાંચ વર્ષ એસ.ટી., પાંચ વર્ષ જનરલ એમ વીશ વર્ષ નો સમય જતો રહે છે.આ ચૂંટણીઓમાં પચીસ ટકા યુવાનોને ટિકીટો આપવા ઠુંમરે માગણી સાથે કહયું છે કે આ યુવાનોને ચૂંટાઇને વડીલો સાથે કામ કરવાને લીધે તેનામાં અનુભવ પણ વધશે અને વિશ્ર્વમાં યુવા ભારત તરીકે નામ પણ વધારશે.