લોધિકા જીલ્લા પંચાયત ની ૨ સિટ તેમજ તાલુકા પંચાયતની ૧૬ સિટ માટે કોંગ્રેસ ની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે.લોધીકા-૧ જીલ્લા પંચાયત સિટ મા ખીરસરાના ભીખાભાઈ સાગઠીયા, પારડીથી સવજીભાઈ પરમાર કોંગ્રેસ ના પ્રભારી મનોજભાઈ રાઠોડ બહાદુરભાઇ પરમાર અશોકભાઈ વાળા તો પારડી-૨ જીલ્લા પંચાયત ની સિટીમાં તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઈ સોજીત્રા ના પત્ની ગીતાબેન સોજીત્રા એ દાવેદારી નોંધાવી ૨૦૧૫ મા મેટોડા તા.પં.સિટમા સંજયભાઈ સોજીત્રા અપક્ષમાં લડેલા તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા ના પરીવાર માં થી દિવ્યાબા જાડેજા તેમજ જયશ્રીબા હરિશચંદ્રસિહ( સુરૂભા) જાડેજા રાવકી વાળા એ દાવેદારી નોંધાવી છે તાલુકા પંચાયત મા લોધીકા-૧ સિટ ઉપરથી લોધીકા તાલુકા કોંગ્રેસ અગ્રણી મેધજીભાઇ સાકરીયા એ દાવેદારી નોંધાવી છે તો લોધીકા-૨ તાલુકા પંચાયત ની સિટીમાં લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મયુરસિહ જાડેજા ની ઉમેદવારી ની નિરીક્ષકો ને લોધીકા કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ જાડેજા એ કરેલછે તો ખીરસરા તા.પં.સિટમા તાજેતરમાં કોંગ્રેસ માં ગયેલા ખીરસરા ના શયામભાઇ સોલંકી ના પરીવાર ના અવનિબેન  તેમજ રાતૈયા ગામ ના પૂર્વ સરપંચ  વિજયસિંહ જાડેજા ના પરીવાર ના વષોબા જાડેજા એ દાવેદારી નોંધાવી છે પારડી-૨સિટ ઉપરથી સરપંચ રાજભા જાડેજા ગોવિંદભાઈ પરમારે દાવેદારી નોંધાવી છે નિરીક્ષક તરીકે ભીખુભાઈ વાડોતરીયા, વશરામભાઇ સાગઠીયા, વિશાલભાઈ દોંગા તેમજ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ હિતેશભાઈ વોરા ઉપસ્થિત રહેલ તેમજ લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મયુરસિહ જાડેજા તેમજ કાયેકરોની ઉપસ્થિત મા સેન્સ પ્રક્રિયા શાંતિ પૂર્ણ પુરી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.