મેષ
આ સપ્તાહ દરમ્યાન લાંબા સમયથી વણસેલાં નજીકી સંબંધોમાં સુમેળ સધાવાના સંયોગો. નવા વાહનો જેવાં કે બાઈક તથા કારની ખરીદી થવાંનાં સારા સંયોગો. વાત પિતની મિશ્ર પ્રકૃતિ વાળાએ આરોગ્યની હળવી કાળજી રાખવી. નાના ઔદ્યોગિક એકમનાં જાતકો તથા તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. રેસ્તોરાં, હોટેલ તથા ટ્રાવેલ એજંસીઝના જાતકો માટે આ સપ્તાહ આંશિક રીતે લાભકારક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ મધ્યમ જણાશે. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. ૩ તથા ૪ ફેબ્રુઆરી સામાન્ય રહેશે.
વૃષભ
અગ્નિ સંબંધિત કોઈ પણ ઓદ્યોગિક એકમ કે વ્યાપારી એકમ તથા ફૂડ ઈંડસ્ટ્રીઝ રેસ્તોરાંનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. રેડીમેડ ગાર્મેંટ્સનાં નાના ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ નાનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવુ લાભકારી જણાશે. અન્ય ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પણ ચડાવ ઉતાર વાળુ પરંતુ લાભદાયક નીવડશે. રીટેઈલર્સ માટે લાભદાયક સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૫ તથા ૬ ફેબ્રુઆરી સાધારણ નીવડશે.
મિથુન
પ્રિંટીંગ અને સ્ટેશનરી સંબંધિત ઓદ્યોગિક એકમનાં જાતકો એવમ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી/ખાનગી વકીલ, જજ, નોટરી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સેલેબલ તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. બેંકીગ ક્ષેત્રના જાતકો માટે મધ્યમ સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે ખુબ જ લાભદાયક સપ્તાહ. સરકારી તેમજ ખાનગી એકમના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સપ્તાહ દરમ્યાન પરિવાર જનો કે સગાં સાથે હળવાં હળવાં વાદ વિવાદનાં સંયોગો. નિવૃત તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૩૧ જાન્યુઆરી તથા ૪ ફેબ્રુઆરીનો દિવસ જ સામાન્ય રહેશે.
કર્ક
નાનાં તથા મોટા તમામ ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નીવડશે. જલ તત્વ સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. ઈંટીરીયર ડેકોરેશન સંબંધિત એસેસરીઝ કે આર્ટીફાઈસનાં ઉત્પાદક / વ્યાપારીઓ માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. રંગ, રસાયણનાં ઉત્પાદકોથી લઈને છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ. મેડીકલ- ફાર્મસીનાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. ૬ ફેબ્રુઆરીનો દિવસ સામાન્ય રહેશે.
સિંહ
હ્યુજ હેવી મશીનરી તથા વિદ્યુત સંબંધિત તમામ નાના મોટાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ તેનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્મા- કેમિકલ્સ ત્થા ફાર્માસ્યુટીક્લ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું નીવડશે. બાકી, અન્ય, જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજક્નાં તમામ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. નાનાં છુટક, ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. વિદ્યાર્થીઓ નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. ૬ ફેબ્રુઆરીનો દિવસો સાધારણ જણાશે.
કન્યા
લઘુ, તથા કુટિર, હસ્ત કે નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ હળવું ફાયદાકરક નીવડશે સાથોસાથ ઉદ્યોગ-ધંધા માટે નવી નવી તકો મળવાંની સંભાવના. કૃષિ બાગાયતી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. જથ્થાબંધ વ્યાપાર તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક રહેશે. ગોથે ચડી ગયેલા કામકાજને યોગ્ય દિશા મળવાંનાં સંયોગો. માતા-પિતા સાથે હળવા મતભેદની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઠીકઠીક સપ્તાહ. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. ૩ તથા ૫ ફેબ્રુઆરી સામાન્ય રહેશે
તુલા
ફેશન સંબધિત ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમનાં જાતકો તથા જાહેરાત સંબંધિત એજન્સીનાં જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ રહેશે. જાહેર ક્ષેત્ર તેમજ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ–સેલીબ્રીટી માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અનેક અણધાર્યા ફાયદા જણાશે. મધ્યમ કદના વ્યાપાર વણિજ, સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા, સાથ-સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો તથા યુવા વર્ગ, ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨ તથા ૪ ફેબ્રુઆરી મધ્યમ રહેશે.
વૃશ્ચિક
ખાનગી સીક્યોરીટીઝ કંપની/એજંસીઝનાં જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી રહેશે. લો એન્ફોર્સમેંટ ડિપા. માં રહેલ તમામ વિભાગનાં સર્વ કર્મચારીઓ માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત રહેશે, સાથોસાથ હળવું લાભકારી પણ નીવડશે. સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં તમામ જાતકો માટે સામાન્ય સપ્તાહ. ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી અને નવી તકો વાળુ રહેશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ લાભદાયી સપ્તાહ. ૨ ફેબ્રુઆરી અર્ધ મધ્યમ જણાશે.
ધન
સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ માટે સંઘર્ષ વાળું સપ્તાહ. સાથોસાથ બદલી થવાંનાં પણ સંયોગો. ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ધનલાભ થવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. સર્વિસ બિઝ્નેશનાં જાતકો, ફાઈનાંસ એજન્સીઝ્નાં જાતકો તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ ફાયદાકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર રહેશે. મહિલા કર્મીઓ ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. ૫ ફેબ્રુઆરી મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સંઘર્ષ વાળું અથવા ચડાવ ઉતાર વાળું રહે તેવાં સંયોગો, શેર બજાર તથા કોમોડીટી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ હેવી મશીનરીઝ, એવમ ધાતુ ઉદ્યોગ સમેત અન્ય મોટા ઓદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. અન્ય ઔદ્યોગિક, વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. છુટક વ્યાપારી, રીટેઈલર્સ, પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાંના સંયોગો. ખાનગી કર્મચારીઓ માટે ફાયદાકારક સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૨ તથા ૫ ફેબ્રુઆરી મધ્યમ રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
સરકારી શૈક્ષણિક સંસ્થા તથા ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત અને ભાગદોડ વાળું જણાશે. નાનાં નાનાં ઉદ્યોગ–ધંધા- નાં જાતકો શરુઆત માટે આ સપ્તાહ ખુબ જ લાભકારક અને સાનુકુળ નીવડશે. સાથોસાથ નવા ટૂંકા ગાળાનાં રોકાણ માટે પણ આ સપ્તાહ ફાયદાકારક જણાશે. નાના મોટા તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વાણિજ્યક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડ્શે. નાના ત્થા છુટક તેમજ પરિશ્રમી ધંધા વ્યવસાયનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ. કુટુંબથી સાથ સહકાર અકબંધ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. ૩૧ જાન્યુઆરી સામાન્ય રહેશે.(પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
મશીનરીઝ, તથા ધાતુ સંબંધિત ઓદ્યોગિક એકમ તથા તેનાં જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. પશુપાલન તથાડેરીનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી જણાશે. આયુર્વેદીક- હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટનાં ઉત્પાદક, વિક્રેતાઓ માટે લાભકારી સપ્તાહ. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. ગ્રેઈન ગ્રોસરીઝનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે. ખાણીપીણી રેસ્તોરાંનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવુ લાભકારી નીવડશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. ૨ તથા ૩ ફેબ્રુઆરીનો દિવસ સાધારણ રહેશે