આ કંપનીએ વિકસાવ્યુ શાનદાર ફીચર……
ફોનની સ્ક્રીન તૂટી જાય તો દિમાગમાં પહેલો સવાલ એ જ આવે છે કે તેની પાછળ કેટલો ખર્ચ થશે? હવે મોટોરીલા એ એવી ડિપ્સ્લે બનાવી છે જે તૂટ્યા બાદ આપમેળે રિપેર થઇ જશે આ ટેક્નોલોજીને સેલ્ફ હિલીંગ ટેક્નોલોજી કહે છે.
– મોટોરોલાએ પહેલી વખત ક્યારેયના તૂટનાર સ્ક્રિન સાથે સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. હવે કં૫ની પહેલો એવો સ્માર્ટફોનની તૈયારી જણાઇ રહી છે. જેની સ્ક્રિન તૂટ્યા બાદ આપો આપ ઠીક થઇ જશે.
– જેમાં પેટેન્ટ અનુસાર સ્ક્રિન ડેમેજ થવા પર મેમોરી પોલિમર અને હિટ દ્વારા ઠિક કરવામાં આવી શકે છે. તે માટે એક એપ ડિઝાઇન કરવામાં આવી શકે છે તે એપ બતાવી શકે છે કે ફોનની રિપેંરિગ ક્યાંથી શ‚ થશે.
– હિટ જનરેટ કરવા માટે કોઇ પ્લગ પેનલનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
– એપ દ્વારા યુઝર્સને સ્ક્રિન ડેમેજની જાણકારી મળશે. ત્યાર બાદ યુઝર્સ ગ્લાસ પર હિટ આપશે જેનાથી સ્ક્રેચ ઠિક થઇ જશે.
૨૦૧૧માં પહેલીવાર કર્યો હતો પ્રયોગ
– પેટેન્ટની ઇમેજથી એક રસપ્રદ વાત સામે આવી છે કે મોટારોલા આમા ડ્યુઅલ પોર્ટ કનેક્શનનો ઉપયોગ કરશે. જેને વર્ષમાં ૨૦૧૧માં motorola Atrix માં પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યું હતું. આનાથી જાણ થાય છે કે કંપની લાંબા સમયથી તેના સમાધાન પર કામ કરી રહી હતી અને હવે તેને સફળતા મળી છે.