જેમ માથાના વાળ સફેદ થઇ જાય છે એમ ધણા પુરુષોને દાઢી અને મુછના વાળ પણ સફેદ થઇ જવાની સમસ્યા નડતી હોય છે નાની ઉંંમરે આ વાળ સફેદ થઇ જાય તો ઘણા બોઇઝ પાસે ક્લીન શેવ રાખવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી.
પરંતુ જો તમે અહીં આપેલ ટિપ્સ ફોલો કરશો તો તમારા દાઢી અને મૂછના વાળ સફેદ નહી થાય…..જે આ પ્રમાણે છે.
૧- આમળા અને નારિયેલનું તેલ :
– આમળાના એક ટુકડાને ૨ મોટા ચમચા નારિયેળ તેલમાં નાખી એટલુ ગરમ કરો કે તેનો રંગ બદલાઇ જાય. અને તેલને ઠંડુ કરીને દાઢીના વાળ પર સવાર-સાંજ લગાવીને માલીશ કરો. આમ કરવાથી વાળ સફેદ નહિ થાય.
૨- ગાયના દૂધનું માખણ :
– ગાયના દૂધમાંથી બનાવેલ માખણ મૂછ અને દાઢી પર લગાડીને માલિશ કરવાથી વાળ કાળા અને ઘટ્ટ રહેશે.
૩- ખાંડ અને લીંબુનો રસ :
– અડધો કપ પાણીમાં ૨ ચમચી ખાંડ અને અડધી ચમચી લીંબુનો રસ મેળવીને મૂછ અને દાઢીના વાળ પર લગાવવાથી વાળ કાળા રહે છે.
૪- ફુદીનાની ચા :
– રોજ ફુદીનાવાળી ચા પીવાથી પણ વાળ સફેદ નહિ થાય તેમજ ફુદિનો વાળ માટે ફાયદેમંદ ગણાય છે.
૫- અડદનીદાળ અને બટેટાનો રસ :
– અડધો કપ અડદ નીદાળ અને એક બટેટાને પીસી લો. આ પેસ્ટ લગાવવાથી દાઢી, મૂછના વાળની ચમક જળવાઇ રહે છે. આથી વાળ સફેદ નથી થતા.
૬- ગુલાબ જળ અને ફટકડી :
– એક ટુકડો ફટકડી અને ૨ ચમચી ગુલાબજળને મિક્સ કરો લો. તેને નિયમિત દાઢી મૂછ પર લગાવવાથી વાળ કાળા અને ઘટ્ટ રહેશે.