AUDI નું નામ સાંભળતા જ આપણને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી તને લઇ દવ’ એવુ સોન્ગ તરત જ મનમાં યાદ આવી જાય છે. જી. હા. આ જ ચાર બંગડીવાળી ગાડી એટલે કે AUDI એ ગુરુવારે પોતાની A6 ડિઝાઇન એડિશનને ભારતમાં લોન્ચ કરી દીધુ છે.

શું છે તેની કિંમત :

– AUDI A6 ડિઝાઇન એડિશનને ભારતમાં કંપનીઅ Q7 ડિઝાઇન સાથે લોન્ચ કરી છે તેમજ AUDI A6 ડિઝાઇન એડિશનની કિંમત 56.78 લાખ ‚પિયા નક્કી કરવામાં આવી છે.

એન્જિન :

– ઓડી A6 ડિઝાઇન એડિશનની કારમાં 2.0લીટર ડીઝલ એન્જિન આપેલુ છે. જે 190 Bhp સુધીનો પાવર જનરેટ કરે છે તેમજ આ એન્જિન ૭ સ્પીડ એસ ટ્રોનિક ગિયર બોક્સથી લૈસ છે. ઓડીએ પોતાની આ કારમાં સ્ટાન્ડર્ડ મૈટ્રિક્સ એલઇડી હેડલાઇટ્સ પણ આપી છે.

એક્સટિરિયર અને ઇન્ટીરિયર :

  1. – લાઇટરિન સેન્સર્સ
  2. – હાઇ ગ્લોસ પેકેઝ
  3. – એલ ઇડી રિયર લાઇટ્સ
  4. – રિયર વ્યુ કેમેરા
  5. – ગ્લાસ સનરુફ
  6. – ઓડી ડ્રાઇવ સિલેક્ટ
  7. – અપડેટિવ સસ્પેન્શન
  8. – ઇલેક્ટ્રીક સન બ્લાઇડ
  9. – કમ્ફર્ટ કી
  10. – ડ્રાઇવર ઇન્ફોરમેશન સિસ્ટમ

એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ :

– AUDI A6 ડિઝાઇન એડિસનમાં ઓડી સ્માર્ટફઓન ઇન્ટરફેસ, રિયરસીટ એન્ટરટેઇનમેન્ટ, ઓડી લોગો સાથે ડોર પટલ પ્રોજેક્શન લૈમ્પ્સ આપેલા છે. આ સાથે કારમાં ૧૯ ઇંચના એલ્યુમિનિયમ એલોય વ્હિલસ પણ આપેલા છે.

– તેમજ ઇન્ફોટેનમેન્ટ માટે કંપનીએ કારમાં બ્લુટૂથ ઇન્ટરફેસ, એમ એમ આઇ નેવિગેશન પ્લસ, બોસ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, એમએમઆઇ ટચ અને રિમોટ કંટ્રોલ જેવા ફિસર્ચ આપ્પા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.