તમામ એસી ૬૮,૬૯,૭૦-૭૧ના સુપરવાઈઝર અને બી.એલ.ઓ. ઉપસ્થિત રહ્યા
૧૧મા રાષ્ટ્રીય મતદાર દિવસની આજરોજ કલેકટર કચેરી ખાતે સરકારી ગાઈડલાઈન મુજબ સાદગી ભરી ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ અધ્યક્ષ સ્થાને કલેકટર રેમ્યામોહન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ૬૮,૬૯,૭૦-૭૧ એ.સી.ના સુપરવાઈઝર બી.એલ.ઓ. ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ. સુપરવાઈઝરનું સન્માન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં અધિક કલેકટર પરિમલ પંડયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધાંધલ, પૂરવઠા અધિકારી પૂજા બાવડા સાથે તમામ પ્રાંત અધિકારી, મતદાર યાદીનાં નાયબ મામલતદાર, ડી.ઈ.ઓ. કૈલા, ડી.પી.ઈ.ઓ, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર સહિતના અધિકારી હાજર રહ્યા હતા.
ચારેય એસીના શ્રેષ્ઠ બી.એલ.ઓ. સુપર વાઈઝરમાં હિતેશ રાઠોડ, પિયુષ ભુવા, મિહિર મલ્કાણ તથા મિરાબેન ડોડીયા સહિતના સુપરવાઈઝર બી.એલ.ઓનું સન્માન કરાયું હતુ.પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારી ધાંધલ દ્વારા સ્વાગત પ્રવચન કરેલ રાષ્ટ્રીય મતદાર દિવસ ઉપર કલેકટર રેમ્યા મોહને પ્રાસંગિક ઉદબોધન કરેલ હતુ. આ તકે ઈ. ઈપીક આજથી ડાઉનલોડ થઈ શકશે તેવી જાહેરાત કરાઈ હતીઆ ઉપરાંત દજ્ઞયિંિ ાજ્ઞિફિં દ્વારા ઈ-ઈપીકની માહિતી મળી શકશે.રાજયપાલ દ્વારા ઓનલાઈન ઉદબોધન કરેલ હતુ. મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ અરોરા તથા ગુજરાતનાં ચૂંટણી અધિકારી મૂરલી ક્રિશ્ર્નને પણ મતદાર દિવસ સંદર્ભે પ્રાસંગિક ઉદબોધન કરેલ હતુ.
ઈ.ઈપીક માટે આજથી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે-કલેટર રેમ્યા મોહન
૧૧મા રાષ્ટ્રિય મતદાર દિવસ ઉજવણી સંદર્ભે યોજાયેલા કાર્યક્રમમાં કલેકટર રેમ્યા મોહને જણાવેલ કે ઈ.ઈપીક કાર્ડ માટે આજથી ચૂંટણી પંચના વોટર પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આજનાદિવસે બધા એસીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ. તથા સુપરવાઈઝરની શ્રેષ્ઠ કામગીરી ને બિરદાવી ને અભિનંદન પાઠવ્યા હતા. આજના રાષ્ટ્રીય મતદાર દિવસે તમામને શુભેચ્છા પાઠવી હતી.