રાજકોટ જિલ્લાના ૧૨ તાલુકામાં જિલ્લા ભાજપના નિયુક્ત નિરીક્ષકો તાલુકા દીઠ તા.૨૬ અને તા.૨૭ના રોજ જિલ્લા, તાલુકા, નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુકોને સાંભળશે.

રાજ્યમાં ભાજપના મજબૂત સંગઠન અને કેન્દ્ર, રાજ્ય સરકારની વિકાસલક્ષી કામગીરીને કારણે ભાજપનો ઐતિહાસિક વિજય થશે તેવું જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાન ચાવડા, મનિષ ચાંગેલા, મનસુખભાઈ રામાણીએ જણાવ્યું હતું.

ગુજરાતમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગી ચુક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા નિરીક્ષકો અને મહિલા નિરીક્ષકોની  નિમણુકો કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકોટ જીલ્લાના નિરીક્ષક તરીકે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, જીલ્લા પ્રભારી પ્રકાશભાઈ સોની અને મહિલા નિરીક્ષક તરીકે ધારાસભ્ય નીમાબેન આચાર્યની નિમણુક કરવામાં આવી છે.

ભાજપા દ્વારા નિયુક્ત થયેલ ત્રણ-ત્રણ નિરીક્ષકોની પેનલ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને તાલુકા વાઈઝ તા.૨૬ અને ૨૭ બે દિવસ નિરીક્ષકો સાંભળશે. તા.૨૬ જાન્યુઆરીએ જીલ્લા ભાજપા દ્વારા નિયુક્ત થયેલા નિરીક્ષક અને મહિલા નિરીક્ષક ઉપલેટા તાલુકામા નિરીક્ષક લાખાભાઈ સાગઠીયા, વિજયભાઈ કોરાટ,  મુકતાબેન વઘાસીયા, ઉપલેટા તાલુકો, તા.૨૬/૦૧/૨૦૨૧, મંગળવાર, બપોરે ૩:૦૦ કલાકે, માર્કેટિંગ યાર્ડ, મુ.ઉપલેટા, જામકંડોરણા તાલુકો, પ્રવીણભાઈ માંકડિયા, લલીતભાઈ વોરા, કુસુમબેન સખરેલીયા, તા.૨૬/૦૧/૨૦૨૧, મંગળવાર, બપોરે ૩:૦૦ કલાકે, ભાજપ કાર્યાલય, ક્ધયા છાત્રાલયની બાજુમાં, મુ.જામકંડોરણા, જેતપુર તાલુકો, નીતિનભાઈ ઢાંકેચા, ભાસ્કરભાઈ જશાણી, રીનાબેન ભોજાણી, તા.૨૬/૦૧/૨૦૨૧, મંગળવાર, સવારે ૯:૦૦ કલાકે, લેઉવા પટેલ સમાજ, ધોરાજી રોડ,  જેતપુર, ગોંડલ , ભાનુબેન બાબરિયા, જયસુખભાઈ ઠેસીયા, તળશીભાઈ તાલપરા, તા.૨૬/૦૧/૨૦૨૧, મંગળવાર, સવારે ૯:૦૦ કલાકે, કિશાન હોલ, નવા માર્કેટિંગ યાર્ડ, મુ.ગોંડલ, ગોંડલ નગરપાલિકા, કિશોરભાઈ શાહ, ઇન્દ્રજીતસિંહ ચુડાસમા, જીજ્ઞાબેન પટેલ, તા.૨૬/૦૧/૨૦૨૧, મંગળવાર, બપોરે ૩:૦૦ કલાકે, કિશાન હોલ, નવા માર્કેટિંગ યાર્ડ, મુ.ગોંડલ,  કોટડાસાંગાણી તાલુકો, જશુમતીબેન કોરાટ, મોહનભાઈ દાફડા,  પ્રફુલભાઈ ટોળીયા, તા.૨૬/૦૧/૨૦૨૧, મંગળવાર, બપોરે ૩:૦૦ કલાકે, દત્ત મંદિર, મુ.કોટડાસાંગાણી, લોધિકા તાલુકો, ખોડાભાઈ ખાસિયા, શૈલેશભાઈ શિંગાળા, નીતાબેન ગુંદારીયા, તા.૨૬/૦૧/૨૦૨૧, મંગળવાર, બપોરે ૩:૦૦ કલાકે, ડેકોરા ભવન, જી.આઈ.ડી.સી., મુ.મેટોડા, તા.લોધિકા, પડધરી તાલુકો, ગીરીશભાઈ પરમાર, વલ્લભભાઈ શેખલીયા, મીનાક્ષીબેન સોજીત્રા, તા.૨૬/૦૧/૨૦૨૧, મંગળવાર, બપોરે ૩:૦૦ કલાકે, નવયુગ સ્કુલ, ટોલનાકાથી આગળ, જામનગર રોડ, મુ.પડધરી, જસદણ તાલુકો, ચેતનભાઈ રામાણી, ભુપતભાઈ ડાભી, મનીષાબેન ગોવાણી, તા.૨૬/૦૧/૨૦૨૧, મંગળવાર, સવારે ૯:૦૦ કલાકે, ઓમકાર સ્કુલ, આટકોટ રોડ, મુ.જસદણ, વિંછીયા તાલુકો, ગોવિંદભાઈ રાણપરીયા, શશીકાંતભાઈ રૈયાણી, નરેન્દ્રસિંહ જાડેજા, રમાબેન મકવાણા, તા.૨૬/૦૧/૨૦૨૧, મંગળવારે સવારે ૯:૦૦ કલાકે, અમરાપુર શૈક્ષણિક સંકુલ, મુ.અમરાપુર, તા.વિંછીયા ખાતે કાર્યકરોને સાંભળશે. ધોરાજી તાલુકો, ડિ.કે.સખીયા, રાજાભાઈ સુવા, બિંદીયાબેન મકવાણા, તા.૨૭/૦૧/૨૦૨૧, બુધવાર, બપોરે ૨:૦૦ કલાકે, કડવા પાટીદાર સમાજ, મુ.પીપળીયા, તા.ધોરાજી, રાજકોટ તાલુકો, મહેન્દ્રભાઈ પાડલીયા, અલ્પેશભાઈ ઢોલરીયા, સીમાબેન જોશી, તા.૨૭/૦૧/૨૦૨૧, બુધવાર,સવારે ૯:૦૦ કલાકે,પટેલવાડી, બેડીપરા, મુ.રાજકોટ ખાતે બે દિવસ નિરીક્ષક અને મહિલા નિરીક્ષક દ્વારા સેન્સ પ્રક્રિયા રાખવામાં આવેલ છે. જેમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામા આવશે.

આગામી ચૂંટણીમા પેજ કમિટીના કારણે ઘર-ઘર ભાજપનો સભ્ય બન્યો છે. તમામ તાલુકા અને જીલ્લા અને નગરપાલિકાની તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી જીતશે તેવો ખાચરીયા, ચાવડા, રામાણી અને ચાંગેલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.