શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિ-કચ્છ દ્વારા મહાઅભિયાન શુભારંભ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ખાતે આવેલ ‘કંડલા ટીમ્બર્સ એસોસિએશન’ સાથે ચર્ચા થતા તેને નિધી સમર્પણ સમિતિ કચ્છને રૂ. ૧,૧૧,૧૧,૧૧૧નું ફંડ દાન કંડલા ટીમ્બર એસો. દ્વારા અર્પણ કરવામાં આવેલું છે.
આ ચેક કંડલા ટીમ્બર એસો.ના પ્રમુખ નવનીતભાઇ ગજ્જર, હેમચંદ્રભાઇ યાદવ, સ્વામીનાથ દુબે, સૌરભ અગ્રવાલ, ભરતભાઇ પટેલ, પ્રવીણભાઇ બંસલ, મુકેશભાઇ ભરતીયા, ધર્મેશભાઇ જોશી, શૈલેષભાઇ, રોહિતભાઇ સાદ, દિપકભાઇ પારેખ, ગીરધરભાઇ વિઘાણી, સંજીવભાઇ ગુપ્તા, સમીરભાઇ ગર્ગ, પ્રશાંતભાઇ ગોયલ, દિનેશભાઇ બંસલ, ટીનુભાઇ ગાંધી, શિવકુમાર મિતલ, દેવકીજી બંસલ, રવજીભાઇ પટેલ, વાસુભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ, પુનિતભાઇ મિતલ સહિતના મેમ્બરો દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્ર્વરીને ચેક અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે વિશ્ર્વ હિન્દુ પરીષ મંત્રી મહાદેવા વીરા, નારણભાઇ ડાંગર, સતીષભાઇ બજાજ, હરેશભાઇ રામવાણી, ભુપતભાઇ વાઢેર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેવું વિભુ સંઘવીની યાદી જણાવે છે.