સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના કૃત્યને વખોડી કાઢ્યું: ‘આપ’ આગેવાન સામે કડક પગલાં લેવાશે
કોંગ્રેસના પ્રદેશ સોશિયલ મીડિયાના કનવીનર રજત સંઘવીએ ’અબતક’ના સોશિયલ મીડિયામાં પ્રકાશિત અને વાઇરલ થયેલી બ્રેકીંગ ન્યુઝની એક ટાઈલ સાથે ચેડા કરી હીન કક્ષાનું કૃત્ય કર્યું છે. આ સમગ્ર પ્રકરણમાં આપના આગેવાન નિમેષ ભંડેરીનું નામ પણ જોડાયું હતું. અબતકની ટાઇલને તેમણે સમજ્યા, જાણ્યા વગર શેર કરી હોવાનું ખુલ્યું હતું. આ વાતની જાણ થતાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ આ કૃત્યને વખોડી કાઢ્યું છે.
’અબતક’ સાથેની ટેલિફોનિક ચર્ચામાં રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, આ બાબત ખૂબ જ નિંદનીય છે, ટાઈલ સાથે ચેડા કરવાના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના આગેવાન સામે કડક પગલાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીના વોર્ડ નંબર ૧૦ના આગેવાન અને વોર્ડ નંબર ૭ની ટિકિટના દાવેદાર અભિષેક તાળાએ પણ સોશ્યલ મિડીયા પર એન્ટી સોશ્યલ ગતીવિધી કરવામાં પુરતી ભાગીદારી નોંધાવીને અબતકની ચેડા કરેલા સમાચારની ટાઇલને અસંખ્ય ગૃપોમાં વાઇરલ કરી હતી. જેમાં કોંગ્રેસના સોશ્યલ મિડીયાના પ્રદેસ કોર્ડીંનેટર રજત સંઘવી, વોર્ડ નંબર ૧૦ના આગેવાન અભિષેક તાળા અને આમ આદમી પાર્ટીના આગેવાના નિમેશ ભંડારીના નામ સામે આવ્યા હતા.