૨૧મી સદીના વિશ્ર્વમાં હવે ડિજીટલાઈઝેશનથી આખુ વિશ્ર્વ આંગળીના ટેરવે રમવા લાગ્યું છે તેવા સંજોગોમાં સોશિયલ મીડિયાના દૂરઉપયોગ અને અતિરેક પર હવે અંકુશ લાવવાની જરૂર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સસ્તી પ્રસિધ્ધી અને કુપ્રચારને ચૂંટણી જીતવાના એક માત્ર અભરખાથી રાજકીય પક્ષો ક્યારેય પોતાની સામાજીક જવાબદારીની લક્ષ્મણ રેખા સોશિયલ મીડિયાના પોતાના હાથ વગા હથિયારનો દૂરઉપયોગ કરીને સફળતાની શોર્ટકટથી ચૂંટણી જીતવા માટે થતી પેરવીઓ મોટા અનર્થ સર્જે છે. આંગળીના ટેરવે દુનિયાને રમાડવી હવે શક્ય બની છે પરંતુ માસ કોમ્યુનિકેશનથી ઝડપથી થતાં પ્રચાર-પ્રસાર અને માહિતીના ફેલાવાનો ઉપયોગ થવો જોઈએ. તેનો દૂરઉપયોગ ન થવો જોઈએ. સોશિયલ મીડિયા અત્યારે અસરકારક શસ્ત્ર બની રહ્યું છે પરંતુ આ જ શસ્ત્રનો દૂરઉપયોગ કરી સમાજમાં ખોટા સમાચારો, હકીકતો અને દૂષપ્રચાર ફેલાવવામાં આવે અને સમાજને નવો રસ્તો બતાવવાના બદલે અવળા માર્ગે લઈ જવાનો પ્રયાસ થાય તો તેના ઉપયોગથી ફાયદાના બદલે મોટા અનર્થ સર્જાય જાય છે. માસ કોમ્યુનિકેશનના આ યુગમાં સોશિયલ મીડિયા સાઈટ અને ડિજીટલ પ્લેટફોર્મ ઝડપથી કોઈપણ માહિતીના ફેલાવા માટે ઉપયોગી બને છે તેવી જ રીતે તેનો દૂરઉપયોગ સમાજને ગુમરાહ કરે છે. સસ્તી અને તાત્કાલીક પ્રસિધ્ધી મેળવવા માટે રાજકીય પક્ષોને પણ સોશિયલ મીડિયાના દૂરઉપયોગ સામે અંકુશમાં લેવાની નીતિનો અમલ અને તેનું પાલન થવું જોઈએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ અને દૂરઉપયોગ સમાજમાં વિષમ પરિસ્થિતિનું કારણ બની શકે છે ત્યારે સોશિયલ મીડિયાના દૂરઉપયોગ કરનારા તત્વો પર કાયદાનું આકરૂ નિયંત્રણ હવે અનિવાર્ય બન્યું છે અને સરકાર તેમજ વહીવટી તંત્રનો તેના પર અંકુશ હોવો જોઈએ.
Trending
- અટલજીને શ્રદ્વાંજલિ: આ રાજનેતા જેમણે પોતાના વિઝન-સંકલ્પથી ભારતને આકાર આપ્યો
- અમદાવાદ : આજથી શરૂ થશે Kankaria Carnival,જાણો 7 દિવસના કાર્યક્રમો વિશે
- ભાષાનો શિક્ષક બાળકને ‘શબ્દ’ શીખવતો નથી, પરંતુ ‘શબ્દ’ દ્વારા એ એક અનુભવ પૂરો પાડે
- સફળતાના સ્નાતક બનવા માનવીએ અનેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે છે
- Tulsi Pujan Diwas Upay 2024: તુલસી પૂજનના દિવસે કરો આ ઉપાયો, દૂર થશે દરેક કષ્ટ
- તુલસી પૂજન દિવસ : જાણો પૂજા વિધિ, મંત્ર અને શુભ સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે, એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
- Kawasaki એ લોન્ચ કરી તેની ન્યુ Kawasaki KLX 230 જાણો કિંમત અને ફીચર્સ…