પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મહેકમનું જાહેરનામું બહાર પાડયું: પી.આઇ., આઠ એ.એસ.આઇ, ૧૦, એચ.સી. ૧૮ પી.સી. અને આઠ લોક રક્ષકની નિમણુંક
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક હિરાસર ખાતે ઇન્ટશનેશનલ એરપોર્ટ આકાર પામી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા બે દિવસ પહેલા એરપોર્ટ પોલીસ મથકને ખુલ્લુ મુકવામાં આવતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા મહેકમ જાહેર કરી કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એમ.સી.વાળા સહીત ૭૫ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.
પોલીસમાંથી રાજકોટ શહેરના ૧પમાં નવા હિરાસર એરપોર્ટ પોલીસ મથક આજથી કાર્યરત કરવા જાહેરનામુ પ્રસિઘ્ધ કરી પોલીસ મથકના પ્રથમ પોલીસ ઇન્સ્પેકટર તરીકે કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એમ.સી.વાળાને નિમણુંક આપી તેમના સ્થાને સાયબર સેલના પી.આઇ. એન.એન. ચુડાસમાને મુકવામાં આવ્યા છે. સાથે ૭૫ સ્ટાફનું મહેકમ મંઝુર કરવામાં આવ્યું છે.
કુવાડવા પોલીસ મથકનું વિભાજન કરી ૧૮ ગામ ફાળવાયા: બે ચોકી કાર્યરત
એરપોર્ટ પોલીસ મથકમાં પી.આઇ. આઠ એ.એસ.આઇ, ૧૦ હેડ કોન્સ્ટેબલ, ૧૮ પોલીસ કોન્સ્ટેબલ, આઠ લોક રક્ષકમાં ચાર મહિલા સહીત ૪૪ સ્ટાફની ફાળવણી કરવામાં આવતા આજથી એરપોર્ટ પોલીસ મથક આજથી ધમધમશે.
બેટી, રામપર(બેટી), હિરાસર, મેસવડા, પારેવાડા, બેડલા, સાતડા, વાંકવડ, જીયાણા, ખેરવા, બારવણ, કુચિયાદડ, જીવાપર, ગુંદાળા, બામણબોર, નવાગામ, ગારીડા, સુર્યારામપરા બાદ બામણબોર તરફ જતો અને કુચિયાદડ ગામના તેમજ રાણપુર ગામ તરફ , કુવાડવા-વાંકાનેર સ્ટ હાઈવે રાજકોટની હદ સુધીનો વિસ્તાર એરપોર્ટ પોલીસ સ્ટેશનને ફાળવાયો
એરપોર્ટ પોલીસ સ્ટેશનને બે ચોકીઓ ફાળવાઇ જેની નીચે બામણબોર, નવાગામ, ગારીડા, ગુંદાળા, જીવાપર, સાતડા, વાંકવડ, જીયાણા, સુર્યારામપરા, ખેરવા સહિતના ૧૦ ગામો જયારે બેડલા પોલીસ ચોકી હસ્તક બેડલા, બારવણ, મેસવડા, પારેવાડા, રામપર(બેટી), બેટી, હિરાસર, કુચિયાદળનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કુવાડવા પોલીસ સ્ટેશનને ફાળવાયેલા ૩૬ ગામો આણંદપર(નવાગામ), રતનપર, ગૌરીદળ, માલીયાસણ, ખોરાણા, શોખડા, જાળીયા, અમરગઢ(ભીચરી), બેડી, રાજગઢ, હડમતિયા, રફાળા, કુવાડવા, ધમલપર, ખેરડી, મધરવાડા, હાજાપર, નાકરાવાડી, ખીજડીયા, ડેરોઇ, તરબડિયા, ગુંદા, ચાચળીયા, પીપળીયા, સાયપર, જામગઢ, નાગલપર, રાણપુર(નવાગામ), સણોસરા, ફાળદંગ, કોઠારીયા(આણંદપર), કાગદડી, આણંદપર(બાધી), હડાળા, બેડી(વાછુંકપર), વિજયનગર તેમજ કુવાડવા-વાંકાનેર સ્ટેટ હાઇવેમાં રાણપુર(નવાગામ) સાતનાળા તરીકે ઓળખાતા પુલ સુધીનો રોડ તેમજ નવાગામ સુધીના પુલ તેમજ કુવાડવા ગામ કુવાડવાને ત્રણ પોલીસ ચોકીની ફાળવણી નવાગામ(બીટ) ચોકી હેઠળ આણંદપર(નવાગામ), અમરગઢ(ભીચરી), હાજાપર, માલીયાસણ, શોખડા, ધમલપર, નાકરાવાડી, પીપળીયા, ખીજડીયા જયારે બેડી પોલીસ ચોકી હસ્તક બેડી, ગૌરીદળ, રતનપર, જાળીયા, હડમતિયા(બેડી), રાજગઢ, ખોરાણા, હડાળા, કોઠારીયા(આણંદપર), વિજયનગર, બેડી(વાંછ કપર), કાગદડી, નાગલપર, સણોસરા, આણંદપર(બાધી) જયારે પોલીસ ચોકી હેઠળ કુવાડવા ગામ,કુવાડવા સાયપર, મધરવાડા, રફાળા, જામગઢ, ચાચડીયા, ફાળદંગ, ડેરોઇ, ખેરડી, તરબડિયા, ગુંદા, રાણપુર(નવાગામ)નો સમાવેશ કરવામાં આવ્યો છે..
અમદાવાદ બાદ રાજકોટ એરપોર્ટ પોલીસ મથકના પ્રથમ પી.આઈ. તરીકે એમ.સી. વાળાની નિમણુંક
રાજયમાં અમદાવાદ બાદ રાજકોટના કુવાડવા રોડ પર આવેલા હિરાસર એરપોર્ટને બે દિવસ પહેલા રાજકોટના પનોતા પુત્ર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું છે. રાજકોટ એરપોર્ટ પોલીસ મથક આજથી કાર્યરત થતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા કુવાડવા પોલીસ મથકનાં પી.આઈ. એમ.સી.વાળાની નિમણુંક કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૮માં અમલમાં આવેલા અમદાવાદ એરપોર્ટ પોલીસ મથકનાં પ્રથમ પી.આઈ.એમ.સી.વાળાની અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશ્નર એ.કે.સીંગ દ્વારા નિમણુંક અપાયા બાદ રાજકોટ એરપોર્ટ પોલીસ મથકના પ્રથમ પોલીસ ઈન્સ્પેકટર નિમણુંક પામ્યાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.