જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોના સંવર્ધન માટે બનાવાયેલા જીનપૂલમાં વધુ ૨ સિંહણ અને ૫ બચ્ચાંને મોકલવામાં આવ્યા છે. જ્યારે ૧ સિંહણને પોરબંદર થી જુનાગઢ સક્કરબાગમાં લાવવામાં આવી છે. એશીયાટીક સિંહ પ્રજાતિમાં વધારો થાય તેવા હેતુથી પોરબંદરના બરડા ડુંગરમાં એશીયાટીક સિંહોના સંવર્ધન માટે એક જીનપૂલ તરીકે ઓળખાત સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, આ જીન પુલમાં તાજેતરમાં વધુ ૨ સિંહણ અને ૫ સિંહ બચ્ચાંને જુનાગઢ સક્કરબાગમાંથી મોકલવામાં આવ્યા છે. જ્યારે બરડા જીનપૂલમાં ૧ સિંહ જેનું નામ એ-વન અને ઉમર ૫ વર્ષ છે, તથા ૩ બ્રિડીંગ કરતી માદા અને ૭ સિંહ બચ્ચાંનો ઉછેર થઇ રહ્યો છે. જ્યારે બચ્ચાનો ઉછેર કરી ન શકતી ૧ સિંહણને જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે મોકલી દેવાઇ છે. હાલ પોરબંદરના બરડા ડુંગરમાં આવેલા આ જીનપૂલમાં ૧ સિંહ કે તે ઉપરાંત ૨ સિંહણ અને ૨ બચ્ચા રાખવામાં આવ્યા હતા, જેમાંની એક સિંહણ કે જે થોડા સમય પહેલા તેને આવેલા બચ્ચાનો ઉછેર કરી શકી ન હતી તેને અહીંથી જુનાગઢ સક્કરબાગ ખાતે મોકલી દેવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે, એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
- Kawasaki એ લોન્ચ કરી તેની ન્યુ Kawasaki KLX 230 જાણો કિંમત અને ફીચર્સ…
- મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો
- Honda એ લોન્ચ કરી તેની ન્યુ 160c.c થી સજ્જ Honda SP160…
- આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક: આચાર્ય દેવવ્રત
- મૂલ્ય આધારિત શિક્ષણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનું બની રહેશે- ડો.કુબેર ડીંડોર
- Surat: વડોદ ગામ બાપુનગર પાસે થયેલ યુવકની હ*ત્યાનો આરોપી ઝડપાયો
- ભરૂચ: શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી હળપતી હસ્તે મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલીઝંડી